Numbers of Visitors : 21363110
Guajaratilexicon

'સ્વામી પીયૂષાનંદ સરસ્વતી'ના સુવિચાર

અભિમાની પાસે કોઈ જવા તૈયાર હોતું નથી અને ક્રોધી પાસે કોઈ આવતું નથી, આથી અભિમાન અને ક્રોધથી દૂર રહો

કોઈ કારણસર ખુશ ન થાઓ કારણ કે નિમિતનો અંત આવતા ખુશીનો પણ અંત આવે છે. કારણ વગર ખુશ રહેશો તો તે કાયમી હશે

જિંદગી શિક્ષકથી પણ ઘણી કડક છે. કારણ કે, શિક્ષક ભણાવે છે અને પછી પરીક્ષા લે છે, પરંતુ જિંદગીમાં પહેલા પરીક્ષા આપવી પડે છે અને પછી પાઠ શિખવા મળે છે

જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી. એક, જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોવ ત્યારે કોઈને વચન ન આપશો

જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું

ઝરણાંને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું

તમારા દુશ્મન કે હરીફનું સાંભળો કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે

દરેક વ્યક્તિ યોગી ના થઈ શકે તો વાંધો નહીં પણ બધાને ઉપયોગી તો જરૂર થઈ શકે

મનુષ્યને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે, પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે

વિવેકશીલ માનવી હંસની જેમ જગતમાંથી જે સારું હોય તે લઈ લે છે અને ખરાબ હોય તેનો ત્યાગ કરે છે