અમરેલી

અમરેલી જિલ્લો અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા, સાવરકુંડલા, વાડિયા – એમ કુલ 11 તાલુકાનો બનેલ છે. અમરેલી જિલ્લામાં 617 જેટલાં ગામડાં આવેલાં છે. અમરેલી જિલ્લાનો કુલ વિસ્તાર 6,760 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 15 લાખથી વધુ છે. 74%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે. 

અમરેલી જિલ્લો તેના મગફળી અને શેરડીના ઉત્પાદનને કારણે જાણીતો છે. આ ઉપરાંત પીપાવાવ બંદર નજીક પણ ઉદ્યોગધંધાનું વિસ્તરણ થયું છે. ગુજરાત રાજ્યનું આ એક સૌથી ઝડપથી વિકસતું બંદર છે. અમરેલી જિલ્લામાં આવેલું સાવરકુંડલા વજન માપવાના કાંટાઓ બનાવવા માટે પ્રખ્યાત છે. નાગનાથ મંદિર અને શ્રીનાથજીની હવેલી અમરેલીના જોવાલાયક ધાર્મિક સ્થળો છે જ્યારે તુલસીશ્યામ, ઉના, દેલવાડા અને કનકાઈ અમરેલી જિલ્લાનાં અગત્યનાં જોવાલાયક સ્થળો છે.

 

Explore Gujarat

About Gujarat