ગાંધીનગર

ગાંધીનગર જિલ્લો દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા – એમ કુલ 4 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 288 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,163 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 13 લાખથી વધુ છે. 84%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલું ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. આઝાદી પછી પંજાબના ચંડીગઢને આદર્શ ગણી આ નગર રચાયું છે. અહીં ત્રીસ સેકટરો છે. સરિતા-ઉદ્યાન, હરણ-ઉદ્યાન, ગુલાબ-ઉદ્યાન, બાલોદ્યાન વગેરે ઉદ્યાન ઉપરાંત વીસમા સેકટરમાં આવેલું ‘અક્ષરધામ’ સંસ્કૃતિધામ પણ આ નગરનો મહિમા વધારે છે. વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ દર્શન કરાવતું આ સૌથી વધુ પ્રભાવક દર્શન છે. ગુજરાત રાજ્યનું પાટનગર હોવાને કારણે સચિવાલય અને વિધાનસભા અહીં આવેલાં છે. આ જિલ્લાના અડાલજ ગામની સીમમાં આવેલી પ્રાચીન વાવ એની કોતરણી માટે જાણીતી છે. કલોલ એ ઇક્કો ખાતરનું કારખાનું ધરાવતું ઔદ્યોગિક મથક છે. 

Explore Gujarat

About Gujarat