જામનગર

જામનગર જિલ્લો ધ્રોળ, જામનગર, લાલપુર, જામ જોધપુર, જોડિયા, કાલાવડ – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 525 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 8,441 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 20 લાખથી વધુ છે. 73%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

જામનગર જિલ્લો ગુજરાત અને ભારતના પશ્ચિમ છેડે આવેલો છે. પિત્તળની હાથકારીગરીની નાની-નાની બનાવટો માટે ભારતભરમાં જાણીતું જામનગર ઐતિહાસિક શહેર છે. તે તેનાં સ્મશાન અને પ્રાકૃતિક ચિકિત્સા માટે પણ ખ્યાતનામ છે. દ્વારકા હિંદુ યાત્રિકો માટેનાં ચાર મહત્ત્વનાં ધામ પૈકી એક છે. ભગવાન શ્રીકૃષ્ણની એ રાજધાની હતી. જગતગુરુ શંકરાચાર્યે સ્થાપેલા ચાર આશ્રમોમાંનો એક આશ્રમ અહીં છે. એની નજીકનું દરિયામાં આવેલું બેટદ્વારકા પણ યાત્રાધામ છે. મીઠાપુરમાં તાતાનું સોડાએશનું જંગી કારખાનું છે. આ જિલ્લાની અગત્યની પેદાશ જુવાર, બાજરી, મગફળી અને દરિયા કિનારે મીઠું તેમજ પર્લ-મત્સ્યઉદ્યોગ છે. ભારતનો એક્માત્ર સામુદ્રીજીવો માટેનો રાષ્ટ્રિય ઉદ્યાન પણ જામનગર જિલ્લામાં પિરોટન ટાપુ ખાતે છે. 

Explore Gujarat

About Gujarat