જૂનાગઢ

જૂનાગઢ જિલ્લો ભેસાણ, જૂનાગઢ, જૂનાગઢ સીટી, કેશોદ, માળીયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 548 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 5,092 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 21 લાખથી વધુ છે. 75%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

સૌરાષ્ટ્ર અને ભારતના ગૌરવસમા સિંહનાં દર્શન હવે ભલે નવાં બનાવેલ ગીર સોમનાથ જિલ્લામાં કરી શકાય, પણ ગીર નેશનલ પાર્કનો અમુક હિસ્સો જૂનાગઢ જિલ્લામાં પડે છે. જૂનાગઢ શહેર પૌરાણિક શહેર છે અને અહીંના કિલ્લા, મહેલો અને પુરાતન કલા-કારીગરીઓ જોવાલાયક છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અને તેની તળેટીમાં આવેલ અશોકના શિલાલેખ જૂનાગઢની આગવી ઓળખ સમાન છે. જૂનાગઢ જિલ્લો કેસર કેરીઓ માટે પણ પ્રખ્યાત છે

Explore Gujarat

About Gujarat