દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લો દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળીયા – એમ કુલ 3 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 231 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 5,684 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે. 

‘સુવર્ણનગરી’ દ્વારકા તરીકે જાણીતું આ શહેર ભગવાન કૃષ્ણનું પાટનગર અને તેમની ઉત્તરાવસ્થામાં તેમનું રહેઠાણ હતું. વૈષ્ણવ સંપ્રદાયમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવતી આ નગરીમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું અપ્રિતમ મંદિર છઠ્ઠી અથવા સાતમી શતાબ્દીમાં બંધાયેલ સ્થાપત્યનો બેજોડ નમૂનો છે. પાંચ માળના આ મંદિર ઉપર દિવસમાં પાંચ વખત ધજા ચઢાવવામાં આવે છે. મંદિરથી ગોમતી નદીનો દરિયા સાથેનો સંગમ જોઈ શકાય છે. ઓખા એક અન્ય તાલુકા મથક છે અને ભારતના પશ્ચિમ વિસ્તારનો સૌથી છેડાનો જમીની વિસ્તાર છે. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલ મીઠાપુર ખાતે કેટલાક મોટા ઉદ્યોગો સ્થપાયેલ છે.

Explore Gujarat

About Gujarat