નવસારી

નવસારી જિલ્લો ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી, વાંસદા – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 374 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,211 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 13 લાખથી વધુ છે. 83%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

ઉભરાટ દરીયાકિનારાનું વિહારધામ છે. વાંસદા જૂન રજવાડાનું સ્થળ હોઈ પુરાણો મહેલ અને દરબારગઢ ધરાવે છે. બીલીમોરા ઇમારતી લાકડાં અને કાગળના ઉદ્યોગનું મથક છે. ગણદેવીમાં થોડાંક શેલડી(શેરડી)નાં કારખાનાં થયાં છે. નવસારી જિલ્લામાં કેરી અને ચીકુ જેવાં ફળોનું ખૂબ જ ઉત્પાદન થાય છે. વાંસદામાં પક્ષીઓ માટેનું રાષ્ટ્રિય અભયારણ્ય આવેલ છે.

 

Explore Gujarat

About Gujarat