પંચમહાલ

પંચમહાલ જિલ્લો ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા –એમ કુલ 7 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 600 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 3,272 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 22 લાખથી વધુ છે. 71%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

આ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છે અને આ જિલ્લામાં આદિવાસીઓ વધુ છે એ રીતે આ ભીલોનો જિલ્લો છે અને એમના વિકાસની અહીં કેટલીક પ્રવૃત્તિઓ પણ થતી રહી છે. પ્રાચીન મહેલ, દુર્ગ, ખંડેરનો વૈભવ ધરાવતો પાવગઢ ડુંગર અને એના પરનું મહાકાળીનું મંદિર યાત્રાર્થી માટે મુખ્ય આકર્ષક છે. પાવાગઢની બાજુમાં વસેલ ચાંપાનેર એક સમયની ગુજરાતની રાજધાની તરીકે ‘UNESCO’ દ્વારા ઘોષિત કરાયેલ ઐતિહાસિક સ્મારક છે. હાલોલ નવાનવા ઉદ્યોગ (જેમકે, સિને-ઉદ્યોગ)ના વિકાસનું કેન્દ્ર છે. ટૂવા ગરમ પાણીના ઝરા માટે જાણીતું છે.

Explore Gujarat

About Gujarat