પાટણ

પાટણ જિલ્લો અગર, ચાણસ્મા, હારીજ, પાટણ, રાધનપુર, સમી, સાંતલપુર (વરાહી), સિદ્ધપુર, શંખેશ્વર, વાગદોદ – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 517 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 5,738 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 13 લાખથી વધુ છે. 72%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

પાટણનાં પટોળાં દેશવિદેશમાં પ્રખ્યાત છે. એની રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ જોવા જેવાં પૌરાણિક જૂનાં સ્થાપત્ય છે. સિદ્ધપુર અતિ પ્રાચીન તીર્થ છે. એનું બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે અને રુદ્રમાળનાં સોલંકીયુગનાં ખંડેર શિલ્પો માટે પ્રસિદ્ધ છે.

Explore Gujarat

About Gujarat