ભાવનગર

ભાવનગર જિલ્લો ભાવનગર, ગારિયાધર, ઘોઘા, જેસર, મહુવા, પાલિતાણા, શિહોર, તળાજા, ઉમરાળા અને વલભીપુર – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 612 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 8,334 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 27 લાખથી વધુ છે. 75%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

જિલ્લાનું મુખ્ય મથક ભાવનગર સૌરાષ્ટ્રસ્થિત બધી કળાઓનો વારસો સંઘરીને બેઠેલું નગર છે. ખંભાતનો અખાત આ જિલ્લાને અડકે છે ને હવે તો ખંભાતથી સુરત જવા દરિયામાર્ગે યાંત્રિક ફેરીબોટ પણ શરૂ થઈ છે. ભાવનગર પાસે અલંગ જૂનાં વહાણ ભાંગી એનાં ઇમારતી લાકડાંના વિક્રયનું મોટું પીઠું બન્યું છે. શેત્રુંજા પહાડ પરનું પાલિતાણા એનાં જૈનમંદિરો માટે જાણીતું છે. ભારતની જૂનામાં જૂની હેરીટેજ હોટલ ગણવામાં આવેલ નિલમબાગ મહેલ એક આગવી ઓળખ ધરાવે છે. વેળાવદર પાસે આવેલ ઘાસનાં મેદાનોમાં કાળિયાર હરણો માટે રાષ્ટ્રિય ઉદ્યાન સ્થાપવામાં આવેલ છે. 

Explore Gujarat

About Gujarat