મહીસાગર

મહીસાગર જિલ્લો બાલાસિનોર, કડાણા (બાકોર), ખાનપુર (દીવાડા), લુણાવાડા, સંતરામપુર અને વીરપુર – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 715 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 2,500 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.

ખેડા અને પંચમહાલ જિલ્લાઓમાંથી અમુક તાલુકાઓ લઈને આ નવા જિલ્લાની રચના કરવામાં આવેલ છે, જેનો સૌથી મોટો ભાગ આદિવાસી વિસ્તાર તરીકે જાણીતો છે. મહી નદીના નામ ઉપરથી જિલ્લાનું નામ પાડેલ છે અને કડાણા ખાતે મહી ઉપર મોટો ડેમ બંધાયેલ છે.

જિલ્લામાં આવેલ બાલાસિનોર બાબરી વંશજોનું રજવાડું હતું. નવાબના મહેલ ‘ગાર્ડન પેલેસ’ ને આજે હોટેલ બનાવી દેવામાં આવેલ છે. બાલાસિનોરની નજીક રણોલી ગામ ખાતે પુરાતત્ત્વખાતા દ્વારા ખોદકામ કરતાં ડાયનોસરનાં ઈંડાં અને તેનાં કંકાલ મળી આવેલ છે. આ અવશેષોને રણોલી ખાતે સંગ્રહાસ્થાનમાં ગોઠવવામાં આવેલ છે. મહી નદી ઉપરનો વણાકબોરી ડેમ પણ મહત્ત્વનું પર્યટન સ્થળ છે.

Explore Gujarat

About Gujarat