રાજકોટ

રાજકોટ જિલ્લો ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ અને ઉપલેટા – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 576 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 7,550 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 36 લાખથી વધુ છે. 81%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

ગાંધીજીના બાળપણ સાથે સંકળાયેલ રાજકોટમાં સૌરાષ્ટ્રનો સાંસ્કૃતિક ચિતાર આપતું સંગ્રહાલય છે. રાજકોટમાં ડીઝલ એન્જિન, ડાયનેમા, વિદ્યુતમોટર અને પંપ વગેરે મધ્યમ કક્ષાના ઉદ્યોગો વિકસ્યા છે. જેતપુર હાથ છાપકામ (સ્ક્રીન પ્રિન્ટીંગ સાડીઓ) માટે જાણીતું છે. વીરપુર તેનાં અન્નક્ષેત્ર અને જલારામ મંદિર માટે જાણીતું છે. ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે. ગોંડલ સ્વામિનારાયણના મંદિરને લીધે જાણીતું તીર્થક્ષેત્ર છે. મગફળી અને કપાસ આ જિલ્લાના મુખ્ય પાક છે. અહીં સિંગતેલની મિલો સારા પ્રમાણમાં આવેલી છે.

Explore Gujarat

About Gujarat