વલસાડ

વલસાડ જિલ્લો ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગાંવ, વલસાડ અને વાપી – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 452 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 3,034 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 17 લાખથી વધુ છે. 78%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

વલસાડ પાસેનાં જંગલોમાં સાગ અને ખેતરોમાં ચીકુ, કેરી વગેરે ફળો મળે છે. વલસાડી સાગની મોટી માંગ રહે છે. તિથલ હવાખાવાના સ્થળ તરીકે જાણીતું છે. દાંડી મહાત્મા ગાંધીજીના મીઠાના કાયદા સામેની કૂચ માટે જાણીતું બનેલું છે. પારસીઓએ ગુજરાતમાં જે જગ્યાએથી પ્રવેશ કર્યો તે સ્થાન ઉદવાડાને પારસીઓએ તીર્થસ્થાન બનાવ્યું છે. ઉમરગાંવ વિકસતું વેપારી મથક છે.

Explore Gujarat

About Gujarat