સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લો હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના, પ્રાંતિજ, તલોદ, વડાલી અને વિજયનગર – એમ કુલ 8 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 1363 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 7,259.60 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 24 લાખથી વધુ છે. 76%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.

પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જાણીતા ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં હિંમતનગર પાસે સાબર ડેરી આવેલી છે. કારતક માસમાં અહીં ત્રણ અઠવાડિયાં સુધી મેળો ભરાય છે. આ જિલ્લો તેનાં લાકડાનાં રમકડાં, પ્રાચીન ગઢ, મંદિરો અને શ્રીમદ રામચંદ્રનો આશ્રમ વગેરે માટે જાણીતું છે. મોડાસા અને તલોદ શિક્ષણનાં કેન્દ્રો છે. પ્રાંતિજમાં મત્સ્ય-ઉદ્યોગકેન્દ્ર આવેલું છે. ખેડબ્રહ્મામાં અંબાજી અને બ્રહ્માનાં મંદિરો આવેલાં છે. સાબરમતી, હાથમતી, મેશ્વો વગેરે નદીઓ પર નાનામોટા બંધો આવેલા છે. હિંમતનગરમાં સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે. આ જિલ્લાનું આરસોજિયાનું ક્ષેત્ર ચિનાઈ માટીનું ભારતમાં સૌથી મોટું ક્ષેત્ર છે. ઈડરથી વિજયનગર જતાં પોળોના ડુંગરનાં જંગલોમાં અનેક મંદિરોના ભગ્નાવશેષો પડેલા છે.

Explore Gujarat

About Gujarat