ભૌગોલિક દૃષ્ટિએ ગુજરાત

ભારતના પશ્ચિમી દરિયા કિનારાના ભૂમિભાગમાં આવેલા ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ, દીવ અને દાદરાનગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.

હિંદુ, મુસલમાન ઉપરાંત પોતાની વસ્તીમાં જૈનોનો મોટો હિસ્સો ધરાવતી અને સમ્રાટ અશોકના કાળથી બૌદ્ધ સંસ્કૃતિનો પણ જ્યાં પ્રસાર હતો એવી ગુજરાતની પ્રજા ચુસ્ત શાકાહારી રહી છે. ગુજરાતીપણાની તવારીખમાં એમને પણ વિનમ્ર ગરિમા અને સંસ્કૃતિ રક્ષણ મળ્યાં છે. આ ‘શાહુકાર જાતિ’ એ પોતાની વિશિષ્ટ ધંધાદારી આવડત અને કુનેહથી ‘અમદાવાદી વેપારી’ની સિક્કેદાર શાખ રળી ગુજરાતને જાણીતું કર્યું છે.  

ગુજરાત રાજ્ય વિશેની કેટલીક માહિતી નીચે મુજબ છે :

પાટનગર

ગાંધીનગર

ક્ષેત્રફળ

1,96,024 ચો. કિ.મી. (ચોરસ કિલોમીટર)

વસ્તી

6 કરોડથી વધારે

સાક્ષરતાનો દર

78%થી વધારે

જિલ્લા

33

તાલુકા

248

રેલમાર્ગો

5656 કિ.મી.

હવાઈ મથકો

અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કેશોદ, સુરત, ભૂજ, પોરબંદર, ભાવનગર

મુખ્ય ભાષાઓ

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સિંધી, મરાઠી

મુખ્ય પાક

કપાસ, તેલીબિયાં, ચોખા, શેરડી, તમાકુ વગેરે

મુખ્ય ઉદ્યોગો

સુતરાઉ કાપડ, સિમેન્ટ, રસાયણો, પેટ્રોકેમિકલ્સ, ડેરી પેદાશો, ખાંડ વગેરે

મુખ્ય શહેરો

અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી, મહેસાણા (અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે)

નદીઓ

નર્મદા, સાબરમતી, તાપી, અંબિકા, આજી, ઊંડ, ઓઝત, ઓરસંગ, ઔરંગા, કનકાવતી, કરજણ, કાળુભાર, કીમ, ખારી, ઘેલો, ઢાઢર, દમણગંગા, ધાતરવડી,ધોળીયો, નાગમતી, પાનમ, પાર, પૂર્ણા, પુષ્પાવતી, ફાલ્કુ, ફુલઝર, બનાસ, બ્રાહ્મણી, ભાદર, ભુખી, ભોગાવો, મચ્છુ, મહી, મહોર, માઝમ, માલણ, મીંઢોળા, મેશ્વો, રંઘોળી, રાવણ, રુકમાવતી, રૂપેણ, વાત્રક, વિશ્વામિત્રી, શિંગવડો, શેઢી, શેત્રુંજી, સરસ્વતી, સાસોઈ, સુકભાદર, હાથમતી, હિરણ, બનાસ (નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે)

અભયારણ્ય

નળ સરોવર પક્ષી અભયારણ્ય - અમદાવાદ, બરડા વન્યજીવ અભયારણ્ય - પોરબંદર, ગીર અભયારણ્ય - જૂનાગઢ, જેસોર રીંછ અભયારણ્ય - બનાસકાંઠા, વેળાવદર કાળિયાર અભયારણ્ય - ભાવનગર, ઇંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય - ગાંધીનગર, થોળ પક્ષી અભયારણ્ય - મહેસાણા, જાંબુઘોડા અભયારણ્ય - પંચમહાલ, રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય - દાહોદ, પાણીયા અભયારણ્ય - અમરેલી, હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય - રાજકોટ, ગાગા અભયારણ્ય - જામનગર, ખીજડીયા અભયારણ્ય - જામનગર, નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય - કચ્છ, કચ્છ ઘોરાડ અભયારણ્ય - કચ્છ, મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય – અમરેલી

(ઉપર જ્યાં જ્યાં આંકડાકીય માહિતી આપવામાં આવી છે તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સૂચવેલ ગુજરાત રોડ એટલાસ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે)

ગુજરાત રાજ્ય કુલ 33 જિલ્લાઓમાં વહેંચાયેલ છે જે નીચે મુજબ છે : 

અમદાવાદ (Ahmedabad), અમરેલી (Amreli), અરવલ્લી (Arvalli), આણંદ (Aanand), કચ્છ (Kutch), ખેડા (Kheda), ગાંધીનગર (Gandhinagar), ગીર સોમનાથ (Gir Somnath), છોટા ઉદેપુર (Chhota Udaipur), જામનગર (Jamnagar), જૂનાગઢ (Junagadh), ડાંગ (Daang), તાપી (Taapi), દાહોદ (Dahod), દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka), નર્મદા (Narmada), નવસારી (Navsari), પંચમહાલ (Panchmahal), પાટણ (Patan), પોરબંદર (Porbandar), બનાસકાંઠા (Banaskantha), બોટાદ (Botad), ભરૂચ (Bharuch), ભાવનગર (Bhavnagar), મહીસાગર (Mahisagar), મહેસાણા (Mehasana), મોરબી (Morbi), રાજકોટ (Rajkot), વડોદરા (Vadodara), વલસાડ (Valsad), સાબરકાંઠા (Sabarkantha), સુરત (Surat), સુરેન્દ્રનગર (Surendranagar)
 
Explore Gujarat

About Gujarat