Article

Add Your Entry

શું ભારતના ઝંડા ને જોઈને સલામી કરવાનું મન થાય એને રાષ્ટ્ર ભાવના કહેવાય?

શું એક શહીદ થયેલા સૈનિક માટે મનોમન આંસુ સારવા એને રાષ્ટ્ર ભાવના કહેવાય?

હા આને પણ રાષ્ટ્ર ભાવના કહી શકાય, પણ બીજા એવા ઘણા બધા રસ્તા છે જેનાથી આપણે આપણા મન માં સળવળતી રાષ્ટ્રભાવના ને સંતુષ્ટ કરી શકીએ. આપણને આપણી આજુબાજુ એવા ઘણા બધા ઉદાહરણો મળી શકે છે.

આ મારો પેહલો લેખ છે એટલે ગુજરાતી પ્રતિભા ની વાત જરૂર કરીશ. એવા જ એક સાચા અને પાક્કા ગુજરાતી એટલે ધ્વનિત ઠાકર.(એક જ દેશમાં અલગ અલગ પ્રાંત/રાજ્ય ની વાત કરવી એ રાષ્ટ્રભાવના ની એકદમ વિરુદ્ધ કહી શકાય પણ આ લખતી વખતે મારા પર્સનલ ગુજરાત પ્રેમ ને દબાવી ના શક્યો.)કદાચ ગુજરાત માં એવો કોઈ સમજદાર વ્યક્તિ નહિ હોય જે ધવનિત ને ના જાણતો હોય. ખુબ જ મધુર અને પ્રભાવશાળી કંઠ,અને એટલી જ પ્રભાવશાળી એની વાતો અને વાત સમજાવાની શૈલી.દેશ વિદેશ માં ખુબ જ ખ્યાતિ પામેલ આવો એક વ્યક્તિ જ્યારે અમદાવાદ માં ઘરે ઘરે જઈને વૃક્ષો વાવવાની નજીવી વાત કરે, તો શું એ આવું એટલા માટે કરે છે કે એની ખ્યાતિ માં વધારો થાય?ના. એ એનામાં રહેલી રાષ્ટ્રભાવના પ્રગટ કરી રહ્યો છે. અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન સાથે હાથ મિલાવીને, તેના ખુબ જ બીઝી શિડ્યુલ માંથી સમય કાઢીને એ ફક્ત વૃક્ષ જ નથી વાવટો, પણ એક શીખ આપે છે કે જ્યારે તમારા નામ સાથે ખ્યાતિ જોડાય છે ત્યારે તેની સાથે કોઈક ના રોલ મોડલ બનીને પ્રેરણા આપવાનું કામ પણ એ ખ્યાતનામ વ્યક્તિ ની જવાબદારી છે. તેને અને તેના 'ટ્રી ઇડિયટ' ઇનિશિયેટીવ ને ખુબ ખુબ વંદન."ધ્વનિતે કીધું એટલે ફાઇનલ"

બીજું એક ઉદાહરણ પણ એક ગુજરાતી નું જ છે...!!!! પણ હવે એ ફક્ત એક ગુજરાતી જ નથી રહ્યા પણ એક ખુબ જ મોટી વૈશ્વિક પ્રતિભા બની ચુક્યા છે.;મિત્રો...., આવું જો કોઈ ભારપૂર્વક બોલે તો ફક્ત એક જ નામ યાદ આવે, અને  એ છે 'નરેન્દ્ર દામોદરદાસ મોદી'. હું મક્કમપણે માનું છું કે સરદાર પટેલ પછી એવી ગજબ ની પ્રતિભા અને દીર્ઘદ્રષ્ટિ જો કોઈનામાં જોવા મળી હોય તો એ મોદી માં જ છે.કદાચ એવો એક જ માણસ મેં મારા જીવન માં જોયો છે જેણે સ્વચ્છતા જેવા એક અણગમતા, વણઉકેલાયેલા પ્રશ્ન ને સરળ રીતે સમજાવીને દેશ માં પ્રથમ વાર રાષ્ટ્રભાવના ના બીજ રોપ્યા.(હા, સ્વચ્છતા રાખવી એ પણ એક રાષ્ટ્રભાવના નું જ ઉદાહરણ છે). લોકો ને કલાકો સુધી લાઈન માં ઉભા રાખી ને પણ દેશ વિષે વિચારતા કરી શકે અને એ પણ ભારત જેવા દેશ માં જ્યાં લોકો ને "પાઇ ની પેદાશ નહિ ને ઘડી ની નવરાશ નહિ" જેવી સ્થિતિ છે, એ કદાચ ફક્ત મોદી જેવો તેજસ્વી વ્યક્તિ જ કરી શકે.એમની રાષ્ટ્રભાવના નો હું ભક્ત નથી, પણ જૂઠાણાં ની ઉંમર લાંબી ના હોય એવું દ્રઢપણે માનું છું.મોદી સામે નમવા સિવાય કોઈ વિકલ્પ નથી એવું તો નથી પણ શું એવો બીજો કોઈ વ્યક્તિ ક્યાંય છે જે મોદીની રાષ્ટ્રભાવના ને પોતાના વચન અને કર્મ થી પાછળ રાખી શકે તો મને ૧૦૦% કેહજો, આપણે આખી ઝીંદગી એમના પગ ધોઈને પીશું.(આઈ રિયલી મીન ઈટ).

 હવે ફક્ત રેફ્રન્સ માટે એક બીજા દેશ ની વાત કરી રહ્યો છું અને એ દેશ નું નામ છે જાપાન.શું જાપાનીઓ પેહલે થી જ આવા દેશભક્ત હતા. ના! તો પછી એવું શું થયું કે રાતોરાત એ દેશ ની કાયાપલટ થઇ ગઈ.જ્યાં સુધી હું જાણું છું, જાપાન એક સત્તા માટે અંધ દેશ હતો,પણ હિરોશિમા અને નાગાસાકી ની કરુણાંતિકાઓ પછી એ દેશ ના રહેવાસીઓએ દેશ ને દોડતો કરવાનું બીડું ઝડપ્યું.આજે લગભગ સાડા બાર કરોડ જેટલી એટલે કે આપણા દેશ કરતા લગભગ દસમા ભાગ ની વસ્તી ધરાવતા આ દેશ માં ભારોભાર રાષ્ટ્રભાવના ભરેલી છે, કદાચ ઉભરાય છે.જ્યાં કદાચ એક મિનિટ થી વધારે ટ્રેન લેટ થાય તો તેનો ડ્રાઈવર પોતાની જવાબદારી સમજીને લોકોની જાહેર માં માફી માંગે છે.જ્યાં લગભગ ૯૦% ખોવાયેલી વસ્તુઓ તમને પછી મળી જાય છે.જ્યાં ટ્રાફિક નું નિયમન સ્વેચ્છાએ થાય છે. જ્યાં ભીડ નથી થતી પણ સ્વેચ્છાએ જ માણસો કોઈ પણ પ્રકાર ના બહાના બતાવ્યા વગર કે ધક્કા મુક્કી કાર્ય વગર જ કતારબંધ થાય છે. આખી દુનિયા માં વખણાયેલી તેમની ટેક્નોલોજી પણ તેમના માં રહેલી રાષ્ટ્રભાવના નું જ પરિણામ છે. "રાષ્ટ્ર સર્વોપરી" તેમના માથે થોપવામાં આવેલું કોઈ સૂત્ર નથી પણ તેમણે ગળથુથી તરીકે જ અપનાવેલું એક કેમિકલ છે જે હવે તેમની રગેરગ માં ભળી ગયું છે.

આવા અસંખ્ય ઉદાહરણ છે જે રાષ્ટ્રભાવના ના દૃષ્ટાન્ત આપે છે. સમયસર ટેક્સ ભરવો, બને એટલી વીજળી, પાણી બચાવવા, સ્વચ્છતા જાળવવી, ટ્રાફિક ના નિયમો નું પાલન કરવું, વગેરે વગેરે....

પણ આપણા દેશ માં વિરોધાભાષ કેમ જોવા મળે છે? કેમ આપણે પણ આવી નાની નાની બાબતો ને નથી અપનાવી શકતા? મારા માટે એના ઘણા કારણો છે પણ અહીં હું મુખ્ય બે જ કારણો બતાવીશ. એક છે શિક્ષણ. આપણા દેશ માં આપવામાં આવતા શિક્ષણ માં ઘણા લુપહોલ્ઝ છે જે કદાચ આપણને દેશ ને પણ પ્રેમ કરી શકાય એવા સંસ્કાર નથી આપી શકતું. અને બીજું છે જાતિભેદ. જે દેશ માં આઝાદી ના ૭૦ વર્ષ પછી પણ જાતિભેદ નો નિકાલ ના થઇ શક્યો હોય એ દેશ ને સર્વોપરી રાખી જ ના શકે.હજારો જાતિઓના ફાંટા આપણને હંમેશા અલગ જ કરે છે.મારા મતે "અલગતા માં એકતા" એ સૂત્ર જ ખોટું છે. જ્યાં અલગ શબ્દ જોડાય ત્યાં એકતા રહી જ ના શકે.

આ લેખ કદાચ ઘણો બધો લાંબો લખાઈ શકે છે પણ ટૂંક માં કહું તો ફક્ત દેશ માટે જીવ આપવો એ જ રાષ્ટ્રપ્રેમ નથી, પણ દેશ ની ખ્યાતિ વધારવા માટે કરવામાં આવેલું નાનામાં નાનું કાર્ય પણ મારા મતે રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રભાવના છે.અને હા, આવું કહેવાનો મતલબ એ નથી કે આપણા સૈનિકો કોઈનાથી પણ ઓછા રાષ્ટ્રપ્રેમી છે. મારા હૃદય માં સૈનિકો નો રાષ્ટ્રપ્રેમ સર્વોપરી અને અજેય છે.દેશ માટે જીવન પણ આપી દેવાની ખુમારી પેદા કરવા કદાચ જન્મારો ઓછો પડે. એટલે એવા સૈનિકો ને કોટી કોટી વંદન કરીને મારા શબ્દોને અલ્પવિરામ આપું છું.

-હરેશ શાહ 

 

Author: Haresh Shah Read More...

હાર્વે મુડ કોલેજમાં ભૌતિકશાસ્ત્રના સહાયક અધ્યાપક પીટર એન. સેતાએ જવાબ આપ્યો:

આઠ વર્ષ પહેલાં સંશોધકો માર્ટિન ફ્લિસ્ચમેન અને સ્ટેનલી પોન્સ, બંનેએ યુટા યુનિવર્સિટીમાં બન્ને વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવ્યાં હતાં, તેઓએ દાવો

કર્યો હતો કે ઓરડાના તાપમાને કામ કરતી એક સરળ ટેબલટોપ ઉપકરણમાં ફ્યુઝન પ્રાપ્ત થયું છે. અન્ય પ્રયોગકારો તેમનું કાર્ય નકલ કરવામાં

નિષ્ફળ રહ્યા, તેમ છતાં, મોટાભાગના વૈજ્ઞાનિક સમુદાય હવે ઠંડા સંયોજનને વાસ્તવિક ઘટના ગણતા નથી. તેમછતાં, સંશોધન ચાલુ રહે છે, અને એક

નાનો પણ ખૂબ અવાજ ધરાવતો લઘુમતી હજુ પણ ઠંડા સંયોજનમાં માને છે.

મુખ્ય યુ.એસ. ફ્યુઝન સંશોધન પ્રયોગશાળાઓમાંના એકમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક માઈકલ જે. સ્ફફર (તેના એમ્પ્લોયરે ઓળખી કાઢવાની વિનંતી કરી નથી),

આ ઐતિહાસિક ઝાંખી આપી છે, ઠંડા સંયોજનની મધ્યમ આકારણી વર્તમાન સ્થિતિ સાથે:

"કારણ કે ઠંડા સંયોજન હજી પણ એક વણઉકેલાયેલી અને વિવાદાસ્પદ વિષય છે જે વૈજ્ઞાનિકો વચ્ચે મજબૂત મંતવ્યો અને જુસ્સાદાર ચર્ચા પેદા કરે છે,

હું આગળ જણાવેલું છું કે હું મુખ્ય પ્રવાહના પ્લાઝ્મા ભૌતિકશાસ્ત્રી ફ્યુઝન ઊર્જા સંશોધન કરું છું. હું ઠંડા સંયોજન પર પ્રકાશિત થયેલા ઘણા કાગળો પણ

વાંચું છું, જો કે, મેં કોલ્ડ ફ્યુઝન પરના છેલ્લા ત્રણ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી, અને હું જાતે જ વધુ પાવર રિલીઝના કોઈ સ્પષ્ટ

પુરાવા વિના, ઠંડા મિશ્રણ પ્રયોગોના બે સેટ્સ ચલાવતો હતો. એકંદરે, હું પોતાને એકદમ તટસ્થ નિરીક્ષક તરીકે ગણું છું.

"આ વિવાદને સમજવા માટે, તે ફ્યુઝન વિશે કેટલીક મૂળભૂત હકીકતોને જાણવામાં મદદ કરે છે. ફ્યુઝન એ અણુ પ્રતિક્રિયા છે જેમાં બે નાના ન્યુક્લિયસ

(ફ્યુઝ) ને નવા, મોટા ન્યુક્લિયસ બનાવવા માટે જોડાય છે. જ્યારે તે વિશાળ ન્યુક્લિયસ અસ્થિર હોય છે, ત્યારે તે ઝડપથી અલગ થાય છે અને છોડે છે

ઊર્જા. મોટી મુશ્કેલી એ છે કે પ્રારંભિક ન્યુક્લિયર બધા હકારાત્મક રીતે ચાર્જ કરવામાં આવે છે, કારણ કે તેઓ એકબીજા સાથે સંપર્કમાં આવે છે કારણ કે

તેઓ એકબીજા સાથે સંપર્કમાં આવે છે. તેથી, ફક્ત મધ્યવર્તી ઊર્જાના વલણને ફ્યૂઝ કરવા માટે પૂરતી નજીક છે. હાઇ સ્પીડ ન્યુક્લી પૃથ્વી ક્યાં તો

કણોના પ્રવેગકો દ્વારા અથવા અત્યંત ઊંચા તાપમાને - 50 મિલિયન ડિગ્રી સેલ્સિયસ અથવા વધુના ક્રમમાં. નિયંત્રિત ચુંબકીય 'ફ્યુઝન ઊર્જા પ્રયોગોમાં

ટોકમેક્સ અને અન્ય જેવા ચુંબકીય રીતે મર્યાદિત પ્લાઝમાને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો અથવા તટસ્થ કણો દ્વારા ગરમ કરવામાં આવે છે. 'ઇન્સર્ટિયલ'

ફ્યુઝન ઊર્જા પ્રયોગોમાં, નાના ગોળીઓ સંકુચિત અને શક્તિશાળી સ્પંદિત લેસર અથવા આયન બીમ દ્વારા ગરમ થાય છે.

"કોલ્ડ ફ્યુઝન દાવાને ઓરડાના તાપમાને અથવા તેની નજીકના સંમિશ્રણ પ્રતિક્રિયાઓમાંથી માપી શકાય તેવું ઊર્જા છોડવાનો દાવો કરે છે, જ્યારે

ડ્યુટેરિયમ ઘન, સામાન્ય રીતે પેલેડિયમ ધાતુમાં ઓગળવામાં આવે છે. આ વિચાર, જેની મૂળિયત 1920 માં જોવા મળી હતી, તે છે કે હાઇડ્રોજન અને

તેના આઇસોટોપ્સ કેટલાક સોલિડ્સમાં આવા ઉચ્ચ સાંદ્રતાને ઓગળવો કે હાઇડ્રોજન ન્યુક્લિઓ સોલિડ હાઇડ્રોજન કરતા પણ એકબીજાની નજીક આવે

છે.વધુમાં, ઘન યજમાનના ઇલેક્ટ્રૉનથી નકારાત્મક વિદ્યુત શુલ્ક આંશિક રીતે ન્યુક્લી વચ્ચેના પ્રતિબંધને રદ કરે છે. પ્રારંભિક પ્રયોગોએ કોઈ ચિહ્નો શોધી

શક્યા નથી જોકે, આધુનિક સૈદ્ધાંતિક ગણતરીઓ દર્શાવે છે કે પ્રસ્તાવિત અસરો, જ્યારે વાસ્તવિક, ફ્યુઝનના શોધી શકાય તેવા દરોને ઉત્પન્ન કરવા માટે

ઘણી ઓછી છે.

"ઇલેક્ટ્રોકેમિસ્ટ્સ માર્ટિન ફ્લિસ્ચમેન અને સ્ટેનલી પોન્સે ઓરડાના તાપમાનના મિશ્રણની ફેરબદલ કરવાનો નિર્ણય લીધો છે. તેમની તકનીક એ

વિદ્યુતપ્રવાહિક પ્રવાહ દ્વારા પેલેડિયમ (પીડી) કેથોડ, પ્લેટિનમ (પીએટી) એનોડ અને લિઓડીડી (લિથિયમ, ઓક્સિજન અને ડ્યુટેરિયમનું મિશ્રણ)

ધરાવતું વર્તમાન પ્રવાહ પસાર કરવાનું છે. , અથવા ભારે હાઇડ્રોજન) ભારે પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ (સામાન્ય હાઇડ્રોજનના સ્થાને ડ્યુટેરિયમ ધરાવતું

પાણી). કેથોડિક પ્રતિક્રિયા ડ્યુટેરિયમ (ડી) ના અનબાઉન્ડ અણુઓને મુક્ત કરે છે, જે ડ્યુટેરિયમ પરમાણુ કરતા વધુ ઝડપથી પેલેડિયમ દાખલ કરે છે.

યોગ્ય પરિસ્થિતિઓમાં, એકાગ્રતા પેલેડિયમ અણુ દીઠ 0.9 અથવા તેથી વધુ ડ્યૂટેરિયમ અણુઓ બનાવી શકે છે, તે સમયે ડ્યુટેરિયમનું નુકસાન તેની

પ્રત્યારોપણની દરને સંતુલિત કરે છે. પોન્સ અને ફ્લીશમાનના કોષો એક કેલરીમિટર (ગરમી માપવાના ઉપકરણ) નો ભાગ હતા, જેની તાપમાન થોડા

પ્રસંગોએ સૂચવે છે. 10 ટકા વધારાની શક્તિના ક્રમમાં, એટલે કે, તે ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી વિદ્યુત શક્તિ કરતા સેલને છોડીને આશરે 10 ટકા

વધારે પાવર. પોન્સ અને ફ્લિસ્ચેમેને તેમની જાહેરાત કરી 23 માર્ચ, 1989 ના રોજ પ્રસિદ્ધ સમાચાર પરિષદમાં પરિણામ આવ્યું હતું. તેઓએ વિચાર્યું કે

તેઓએ પાણીમાંથી પસાર થતાં ન્યુટ્રૉનની ગામા રેડિયેશનની લાક્ષણિકતા શોધી કાઢી હતી, પરંતુ આ પરિણામોને બાદમાં પાછું ખેંચી લેવાનું હતું.

"પોન્સ અને ફ્લેઇશમાનના પ્રયોગોનું પુનરુત્પાદન કરવા માટે તાત્કાલિક ઉતાવળ થઈ હતી. કેટલાક પ્રયોગકારોએ સફળતાની જાણ કરી હતી, અન્ય

ઘણા નિષ્ફળતાઓ. જે લોકોએ સફળતાની જાણ કરી હતી તેઓ પણ તેમના પરિણામોને ફરીથી બનાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. વધુમાં, કોઈ

અપેક્ષિત સંમિશ્રણ ઉત્પાદનો જોઈ શકતો નહોતો. ત્રણ જાણીતા ડી + ડી પ્રતિક્રિયાઓ છે:

ડી + ડી -> એચ + ટી (બે ડ્યૂટેરિયમ ન્યુક્લીઅર હાઇડ્રોજન ન્યુક્લિયસ અને ટ્રિટિયમ, બે ભારે ન્યુટ્રોન ધરાવતા ભારે હાઇડ્રોજન આઇસોટોપ ઉપજે છે)

અથવા

ડી + ડી ---> એન +3 હે (ન્યુટ્રોન અને હિલિયમ 3, હિલિયમનો પ્રકાશ આઇસોટોપ), અથવા

ડી + ડી ---> 4 હે + ગામા (સામાન્ય હિલીયમ 4 અને ગામા રે).

"પ્રથમ બે પ્રતિક્રિયાઓ સમાન સંભવિત છે, અને જો પરમાણુ શક્તિનું એક વોટ ઉત્પન્ન કરવામાં આવ્યું હોય, તો ન્યુટ્રોન અને ટ્રિટિયમનું ઉત્પાદન સરળ

રહેશે.

ત્રીજી ડી + ડી પ્રતિક્રિયા સામાન્ય રીતે પહેલા બે કરતાં વધુ ધીમે ધીમે આગળ વધે છે. કેટલાક પ્રયોગોએ આખરે હેલિયમ 4 ઉત્પાદનની જાણ કરી હતી,

જોકે હવામાં સામાન્ય રીતે હાજર હિલિયમની માત્રા દ્વારા દૂષિત થતા અટકાવવા માટે ખૂબ કાળજી રાખવી આવશ્યક છે. આનાથી ઘણા કોલ્ડ ફ્યુઝન

સંશોધકોએ એવું વલણ અપનાવ્યું કે કોઈ પણ રીતે પેલેડિયમમાં ત્રીજી સંમિશ્રણ પ્રક્રિયાને ઉત્પન્ન કરવામાં આવી હતી. તદુપરાંત, ગામા રેડિયેશનના

દમનને નિભાવવું આવશ્યક હતું, જેનું અવલોકન ક્યારેય કરવામાં આવ્યું ન હતું. જોકે, વ્યાપકપણે સ્વીકૃત થિયરી નથી જે આ પ્રકારની અસરોને

સમજાવી શકે છે. તેથી, મોટાભાગના વૈજ્ઞાનિક સમુદાયે નિષ્કર્ષ આપ્યો કે 'પોન્સ અને ફ્લેઇશમાન પ્રભાવ' પ્રાયોગિક ભૂલ છે.

"આમ છતાં, કેટલાક પ્રયોગશાળાઓએ ઠંડા સંયોજનો પ્રયોગો ચાલુ રાખ્યા હતા. વધારાની શક્તિ નાની અને છૂટાછવાયા રહી હતી. જો નવા કામની

તાજેતરની કેટલીક સમીક્ષાઓ ચકાસી શકાય છે, જો કે, પ્રયત્નોના વર્ષો ચૂકવી ચૂક્યા હોઈ શકે છે. પોન્સ અને ફ્લીશમાન હવે વધુ શક્તિઓની જાણ કરે

છે 100 વૉટ (ઇનપુટ પાવરનો 150 ટકા) 30 દિવસના દરે ચાલે છે. પોન્સ અને ફ્લેઇશમાન તકનીક ઇલેક્ટ્રોલિટીક કન્ડિશનિંગ માટે આશરે 20 દિવસની

માંગ કરે છે, જેના પછી કોષને પાવર રન માટે ઉકળતા પાણીમાં ગરમી આપવામાં આવે છે. ફ્રેન્ચ ઓટોમૅન એનર્જી કમિશન દ્વારા અને પૉન્સ સાથે

પરામર્શ સાથે, જી. લૉંચામ્પ્ટ હેઠળ જુદા જુદા જૂથ દ્વારા પુનઃઉત્પાદિત કરવામાં આવ્યું. જાપાન અને ઇટાલીના અન્ય જૂથો 30 થી 100 ટકા શ્રેણીમાં

વધારાની શક્તિઓની જાણ કરવાનું શરૂ કરી રહ્યા છે. આ પરિમાણના પ્રાયોગિક પરિણામો સામાન્ય રસાયણશાસ્ત્રથી ઘણા દૂર છે અને કેટલાક નવા

પ્રભાવની શક્ય અસ્તિત્વ તરફ નિર્દેશ કરે છે. તે 'ઠંડા સંયોજન' હોઈ શકે નહીં. શું અસર એ નવી પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા છે, નવો પાથવા વાય

અણુ પ્રતિક્રિયાઓ માટે, અથવા કાં તો વધુ આશ્ચર્યજનક અથવા વધુ ભૌતિક કંઈક વધુ સંશોધન પછી જ જાણી શકાય છે.

"સિરૅમિક ઇલેક્ટ્રોલાઇટ્સમાં વિદ્યુત વિસર્જન, અલ્ટ્રાસાઉન્ડ અને હાઇડ્રોજન સહિત, ઠંડા સંયોજન પેદા કરવા માટે વિવિધ તકનીકોનો પ્રયાસ કરવામાં

આવ્યો છે. અહીં હું સામાન્ય, પ્રકાશ પાણીમાં ક્ષારયુક્ત મીઠાના સોલ્યુશન્સમાં નિકલ કેથોડ્સનો ઉપયોગ કરીને વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણને હાઇલાઇટ

કરીશ. આ કોષો ભારે ઉપયોગ કરતા વધુ સસ્તી છે. પાણી અને પેલેડિયમ. આ વર્ગમાંથી અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી વધારાની શક્તિ જેમ્સ

પેટરસન અને તેની કંપની, ક્લિન એનર્જી ટેક્નોલોજિસ (સીઇટીઆઈ) દ્વારા યુ.એસ. માં જાણ કરવામાં આવી છે.

"અણુ પ્રતિક્રિયાઓમાંથી સંભવિત ઉત્પાદનો વિશે નવા સંકેતોને ટેન્ટલાઇઝ કરી રહ્યા છે. જાપાનના હોક્કીડો યુનિવર્સિટીના તાદહિકો મિઝુનોના જૂથે ઊંચા

તાપમાને વિસ્તૃત દોડ કરતાં પહેલાં અને પછી પીડી-હેવી વોટર સેલના ઘટકોનું વિશ્લેષણ કર્યું હતું. કેલ્શિયમ, ટાઇટેનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન,

કોબાલ્ટ, તાંબુ અને ઝિંક સહિત ભારે ઘટકોનો સમાવેશ થાય છે. ઇલિનોઇસ યુનિવર્સિટીના જ્યોર્જ મીલી, પેટરસન કોશિકાઓ સાથે કાર્ય કરે છે અને નિકલ

અથવા સ્તરવાળી નિકલ-પેલેડિયમ કેથોડ્સ સાથે પણ કામ કરે છે. અને ભારે ઘટકો. સમાન, પરંતુ ઓછા વિગતવાર, પરિણામો કેટલાક અન્ય જૂથો દ્વારા

સંબંધિત છે. આવા ભારે ન્યુક્લિયરનું ઉત્પાદન ઓછી ઊર્જા પરમાણુ પ્રતિક્રિયાઓની અમારી વર્તમાન સમજણથી અણધારી છે, તે વૈજ્ઞાનિકને સમજાવવા

માટે અસાધારણ પ્રાયોગિક પુરાવાની જરૂર પડશે સમુદાય. બધી ઉપલબ્ધ વિશ્લેષણાત્મક તકનીકો લાગુ પાડવાના રહેશે અને પરિણામ પુનર્જીવિત

કરવામાં આવશે. સીઇટીઆઇએ તાજેતરમાં પેટરસન કોષોને ઇન્ડેપમાં ધિરાણ કરવાનું શરૂ કર્યું સંશોધન ઝડપી કરવા માટે સતત પ્રયોગશાળાઓ.

"તેથી, ઠંડા સંયોજન અંગેની વર્તમાન વૈજ્ઞાનિક વિચારધારા શું છે? પ્રમાણિકપણે, મોટાભાગના વૈજ્ઞાનિકો 1989 અને 1990 ની નિંદા પછીથી આ ક્ષેત્રને

અનુસરતા નથી. તેઓ સામાન્ય રીતે પ્રાયોગિક ભૂલ તરીકે ઠંડા સંયોજનને બરતરફ કરે છે, પરંતુ તેમાંના મોટા ભાગના નવા અહેવાલની જાણ કરતા

નથી. પરિણામો હોવા છતાં પણ દાવો કરેલ ઠંડા ફ્યુઝન પરિણામોની અસાધારણ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને, મોટાભાગના વૈજ્ઞાનિકોને સમજાવવા માટે તે

અસાધારણ ઉચ્ચ ગુણવત્તા, નિર્ણાયક ડેટા લેશે, સિવાય કે એક આકર્ષક સૈદ્ધાંતિક સમજૂતી પ્રથમ મળી આવે.

"આજે મોટાભાગના ઠંડુ મિશ્રણ સંશોધન જાપાનમાં થાય છે. નવી ઉર્જા અને ઔદ્યોગિક તકનીકી વિકાસ સંસ્થા, સરકારી સંસ્થા, સાપ્પોરોમાં નવી હાઇડ્રોજન

એનર્જી લેબોરેટરીને પ્રાયોજીત કરે છે. આઇઓઆરએ, ટોયોટા પરિવારની સ્થાપના, સાપોરોમાં અન્ય સુસજ્જ પ્રયોગશાળાને પ્રાયોજિત કરે છે. , તેમજ

ફ્રાંસમાં પોન્સ અને ફ્લેઇશમાનની સુવિધા. કેટલીક જાપાનીઝ યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો પણ ઠંડા સંયોજન સંશોધન કરે છે. "

ડગ્લાસ આર.ઓ. મોરીસન, 38 વર્ષથી સીઇઆરએન ખાતે ભૌતિકશાસ્ત્રી હતા, તે કોલ્ડ ફ્યુઝન સંશોધનના લાંબા સમયથી નિરીક્ષક છે; તેમણે

ઇન્ટરનેશનલ કોલ્ડ ફ્યુઝન કોન્ફરન્સમાં હાજરી આપી છે. અહીં તેનું મૂલ્યાંકન છે:

'' તમે માનો છો કે તે મૃત નથી? ' જ્યારે હું કહું છું કે હું કોલ્ડ ફ્યુઝન કોન્ફરન્સમાં આવ્યો છું. લગભગ બધા વૈજ્ઞાનિકો અને મોટાભાગના લોકો હવે

1989 માં ફ્લેઇશમાન અને પોન્સના ડિલેટરિયમ ન્યુક્લિયાની ફ્યૂઝ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ઉપયોગ દ્વારા વિશ્વની ઉર્જા સમસ્યાઓને હલ કરવાના પૉન્સ પર

વિશ્વાસ કરતા નથી. ઓછી ઊર્જા. પરંતુ સાચા માને માને સૈનિક.

"છઠ્ઠા ઇન્ટરનેશનલ કોલ્ડ ફ્યુઝન કોન્ફરન્સ, આઇસીસીએફ -6, ઓક્ટોબર 1996 માં ઉત્તરી જાપાનના સાપ્પોરો નજીક રાખવામાં આવ્યું હતું.

એમઆઈટીઆઈની એક શાખા દ્વારા તેને પ્રાયોજિત કરવામાં આવ્યું હતું, જેણે કોલ્ડ ફ્યુઝન સંશોધન માટે ચાર વર્ષમાં આશરે $ 30 મિલિયન આપ્યા

હતા; આ સમર્થન મેળ ખાતું હતું 20 મોટી જાપાનીઝ કંપનીઓમાંથી ભંડોળ અને કર્મચારીઓ દ્વારા અને ડઝન જાપાની યુનિવર્સિટીઓ સાથે સહકારથી.

એમઆઈટીઆઇએ સાપ્પોરો નજીક નવી હાઇડ્રોજન એનર્જી (એનએચઇ) પ્રયોગશાળા શરૂ કરી, જે મુલાકાતીઓએ અંદાજે 10 મિલિયન ડોલરના સાધનોનો

અંદાજ મૂક્યો છે. "આ પરિષદ નોંધપાત્ર હતી ઉચ્ચ ગુણવત્તાની જાપાનીઝ પ્રયોગોના ત્રણ અહેવાલો માટે, જે અન્ય અહેવાલો સાથે તીવ્રતાથી વિપરીત

છે. એમઆઈટીઆઈની એન.એચ.ઇ. લેબ દ્વારા ફ્લેઇશમાન અને પોન્સના મૂળ દાવાઓની તપાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલી મોટી શ્રેણીના

પ્રયોગો વર્ણવવામાં આવ્યા છે. કોઈ વધારાની ગરમી મળી નથી.

"ટોયોટાએ નવી સંસ્થા સ્થાપી, જેને આઇએમઆરએ કહેવામાં આવે છે, જેમાં બે શ્રમયોગી છે.બીજી મોટી પ્રાયોગિક અહેવાલ IMRA-Japan

લેબમાંથી આવી, જ્યાં સંશોધકોએ સુધારેલ કેલૉરિમીટર બનાવ્યું, જે આસપાસની સાથે કોઈ ક્રિયાપ્રતિક્રિયા ન કરતું હતું. અતિશય ગરમી પેદા કરવા માટે

સૂચવવામાં આવેલી વિવિધ સિસ્ટમ્સ અને યુક્તિઓનો ઉપયોગ કરવા માટે છઠ્ઠા પ્રયોગો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ વધારાની ગરમી નિરીક્ષણ

કરવામાં આવી નહોતી. વધુમાં, ઉપલા સીમાઓ ખૂબ ઓછી હતી, +/- 0.23 વોટ અથવા 2.3 ઇનપુટ પાવરના 'એક વોટ ઇન, ચાર વોટ આઉટ' ના

રડતાં સુધી, અને હજારો ટકા વધારો વધીને 1989 માં પાછો દાવો કર્યો હતો.

"પરિણામોનો બીજો સમૂહ આઇએમઆરએ-યુરોપમાંથી આવ્યો હતો, જે પૉન્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાત પ્રયોગો

કરવામાં આવ્યા હતા; તેઓએ 250 ટકા, 150 ટકા, 'વેરિયેબલ' ની વધારે ગરમી ઉપજાવ્યા હતા અને ચાર જેણે કોઈ વધારાની ગરમી આપી નહોતી.

પરિણામ 1 9 8 9 ની જાહેરાત પહેલાં અને પાંચ વર્ષ પછી, જ્યારે પોન્સ અને ફ્લીશમાનને સારી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું તે પહેલાંના પાંચ

વર્ષનાં કામ પછી થોડું ઓછું માનવામાં આવે છે. IMRA-Europe ખાતે ઉચ્ચ તાપમાન (ઉકળતા નજીકના) કોષનો ઉપયોગ કરવામાં આવતો

હતો, જો કે આવા ઉપકરણમાં વધુ અનિશ્ચિતતા પેદા કરવા માટે બતાવવામાં આવ્યું છે.

"સામાન્ય રીતે ચાર્જ કરવામાં આવેલા ન્યુક્લીની પ્રતિક્રિયાને દૂર કરીને અત્યંત ઊંચા તાપમાને સામાન્ય રીતે વ્યવહારિક સંમિશ્રણ દરો પ્રાપ્ત કરવાની

જરૂર પડે છે. ઓછી ઊર્જા પર - એટલે ઓરડાના તાપમાને - આ સંભવિત અવરોધ એ સંમિશ્રણ પ્રતિક્રિયાઓને અતિશય ઓછી સંભાવના ધરાવે છે સાચું

માને છે કે પેલેડિયમ જેવા ધાતુના જાળીમાં ડ્યુટેરિયમ-ડિટેરિયમ ફ્યુઝનની દર ઘણી ઊંચી છે, તેથી જે જરૂરી છે તે જાળીને ડ્યુટેરિયમથી ભરવાનું છે.

"જોરોહતા કાસાગી અને તેના સહકર્મીઓ દ્વારા જોહહોતા કાસાગી અને ત્રીજા સાવચેતીભર્યા જાપાનના પ્રયોગોને આ પૂર્વધારણાને ચકાસવા માટે ડિઝાઇન

કરવામાં આવી હતી. વિવિધ ઓછી ઊર્જાની ડિટરિયમ આયનોને દ્યુટેરિયમ સાથે સંતૃપ્ત કરવામાં આવેલી ધાતુઓમાં બરતરફ કરવામાં આવી હતી;

ત્યારબાદ ફ્યુઝનની માપણીની દર સરખામણી કરવામાં આવી હતી. અપેક્ષાઓ. કલોમ્બ અવરોધ (ઇલેક્ટ્રિકલ રિપલ્શન) ની કારણે ઓછી ઊર્જાની ઝડપે

દર ઘટ્યા હતા, અને ફ્લેઇશમાન અને પોન્સના દાવાને સમર્થન આપવા માટે આ પ્રકારની કોઈ અનિચ્છનીય વૃદ્ધિ જોવા મળી નહોતી..
"એવું માનવામાં આવે છે કે ત્રણ જાપાની પરિણામો નિર્ણાયક બનશે, પરંતુ બે સારાંશ બોલનારા, તુરિનના ટુલિઓ બ્રેસાની અને એસઆરઆઈ

ઇન્ટરનેશનલના માઇક મેકકુબ્રે આશાવાદી હતા અને તેમને અવગણેલા અથવા અવગણ્યા હતા અને તેના બદલે અન્ય પ્રયોગોની સાથે વાત કરી હતી

સમાન સાવચેતીના નિયંત્રણો. કેટલાક નોંધપાત્ર નવા દાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંકેત શુધ્ધ એનર્જી ટેક્નોલોજિસ (સીઇટીઆઈ) ના જેમ્સ

પેટરસન તેમના દાવા વિશે બોલવાનું નક્કી કર્યું હતું કે નાના દડાને મેટલ સાથે કોટેડ કરવામાં આવે છે, સામાન્ય રીતે નિકલ, ઉર્જા ઉત્પન્ન કરી શકે છે,

પરંતુ તેણે વાત કરી ન હતી. , ઈલિનોઈસ યુનિવર્સિટીના જ્યોર્જ મીલી અને જર્નલ ફ્યુઝન ટેક્નોલૉજીના સંપાદક, એ અહેવાલ આપ્યો છે કે આ દડાઓનો

ઉપયોગ કરીને પ્રયોગોએ અન્ય ઘણા ઘટકોને લીડ્સ જેટલું ભારે બનાવ્યું હતું; તે માટે જરૂરી વધારાના ન્યુટ્રનની ઉત્પત્તિ વિશે ચિંતા નહોતી. લીડ બનાવો

"આઇસીસીએફ -6 માં જે કહ્યું ન હતું તે પણ રસપ્રદ હતું. ઘણા લોકો જેમણે સનસનાટીભર્યા પ્રથમ પરિણામની જાણ કરી હતી તે હવે તેના વિશે વાત

કરશે નહીં અથવા તેને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરશે. ઉદાહરણ તરીકે, નાગાયામાં આઇસીસીએફ-3 પરિષદના પહેલા દિવસે, નિપ્પોન ટેલિફોન અને

ટેલિગ્રાફ (એનટીટી) એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી કે તેમના સંશોધકોમાંના એકે ઠંડા સંયોજનનું નિરાકરણ કર્યું હતું અને તેનું પુનઃઉત્પાદન

પરિણામ મળ્યું હતું. એનટીટીએ તરત જ તેના શેરનું મૂલ્ય $ 8 બિલિયન વધ્યું - પરંતુ થોડા દિવસોમાં, તેઓ પાછા ફર્યા તેમના અગાઉના સ્તરે.

પ્રયોગની વ્યાપક ટીકા કરવામાં આવી હતી પરંતુ ત્યારથી તેનો ફરીથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ઔપચારિક રીતે પાછો ખેંચી લેવામાં આવ્યો

નથી.

"એક એવો મુદ્દો છે જેના પર ઠંડા સંમિશ્રણના બધા સાચા માને સહમત થાય છે: તેમના પરિણામો પુનઃઉત્પાદનશીલ નથી. મોટાભાગના વૈજ્ઞાનિકો માટે,

આનો અર્થ એ થાય છે કે ઠંડા સંમિશ્રણ પરિણામો માનવાપાત્ર નથી, પરંતુ સાચા માને માને છે કે આ અનિશ્ચિતતા તેમને વધુ રસપ્રદ બનાવે છે!

"1 99 2 થી, ભારે પાણીના બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરીને કોલ્ડ ફ્યુઝન માટે ઘણાં દાવા કરવામાં આવ્યા હતા. તે સારી રીતે જાણીતું છે કે ડીડી

(ડ્યુટેરિયમ-ડિટેરિયમ) ફ્યુઝનની ઊંચાઈ ઘણી ઊંચી છે, એચ.એચ. (હાઇડ્રોજન-હાઇડ્રોજન ) ફ્યુઝન. હકીકતમાં, કોલ્ડ ફ્યુઝનના પ્રારંભિક દાવાઓ

જણાવે છે કે પરિણામો ફ્યુઝન માટે આભારી હોવા જોઈએ કારણ કે તેઓ માત્ર ડ્યુટેરિયમ સાથે જ હતા અને હાઇડ્રોજન સાથે ક્યારેય નહીં, જેનો ખરેખર

નિયંત્રણ તરીકે ઉપયોગ થતો હતો. ઉપરાંત, 1992 થી, ટ્રાન્સમ્યુટેશનના દાવાઓ થયા છે આમાંના એક જૂના પરાકાષ્ઠાવાદીઓએ પારોને સોનામાં

ફેરવવાનો દાવો કર્યો હતો; અન્ય લોકોએ આઇસોટોપમાં નાના ફેરફારોનો દાવો કર્યો હતો. મીલીનો દાવો બમણું આશ્ચર્યજનક હતું, કારણ કે તેના દાવો

કરાયેલા ટ્રાન્સમ્યુટેશનોએ ડિટેરિયમની જગ્યાએ હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો હતો.

"જો ઘણા વર્ષોથી ઘણા દાવા છે, તો કેટલાક લોકો અનિવાર્યપણે આશ્ચર્ય પામે છે કે કદાચ તેમાં કદાચ કંઈક હોઈ શકે છે. પરંતુ ઠંડા સંમિશ્રણ દાવાઓ

પરસ્પર વિરોધાભાસ છે; જો એચ.એચ. ફ્યુઝન કામ કરે છે, તો ડીડી ફ્યુઝન એ ઉપકરણને કારણ બનવું જોઈએ વિસ્ફોટ પણ કરે છે. એવા ઘણા પ્રયોગો

છે જેનો દાવો કરતા લોકો કરતા કોઈ અસર થતી નથી અને આ નકારાત્મક પ્રયોગો વધુ કાળજીપૂર્વક કરવામાં આવે છે. કેટલાક દાવાઓ પછીના પ્રયોગો

દ્વારા નકારી શકાય છે: બ્રિગમ યંગ યુનિવર્સિટીના સ્ટીવ જોન્સ - મૂળરૂપે પ્રતિસ્પર્ધી ફ્લિસ્શમાન અને પોન્સની જેમણે ન્યુટ્રોન ઉત્પાદન માટે કેટલાક જુદા

જુદા દાવા કર્યા હતા - હવે ઠંડા મિશ્રણનો મજબૂત પ્રતિસ્પર્ધી છે અને ખરેખર પ્રયોગો દર્શાવે છે કે ફ્લેઇશમાન અને પોન્સના ખુલ્લા કોશિકાઓમાં,

હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓ મિશ્રિત થઈ શકે છે અને દેખીતી વધારાની ગરમી આપી શકે છે. જો ફરીથી સંમિશ્રણ માટે આ સંભવિત અવરોધિત છે,

તો કોઈ વધારાની ગરમી નથી.

"આ બધા નકારાત્મક પુરાવાઓથી, ફ્લિસ્ચમેન, પોન્સ અને અન્યો કેવી રીતે ચાલુ રાખી શકે છે? ટૂંકા જવાબ એ છે કે સાચા વિશ્વાસીઓ હંમેશાં તેમને

પ્રોત્સાહિત કરવા કંઈક શોધી શકે છે, અને તેઓ બાકીના અવગણના કરી શકે છે. કોલ્ડ ફ્યુઝન રોગવિજ્ઞાન વિજ્ઞાનના અગાઉના ઉદાહરણો કરતા વધુ

સતત છે. , જેમ કે પોલીવોટર, જે મુખ્ય ટેકેદારોને છોડ્યા પછી તરત જ સમાપ્ત થઈ. અહીં સારી રીતે સંગઠિત જાહેર સંબંધો અભિયાન છે.

"શરૂઆતમાં, 1989 માં, પોન્સે વધતી જતી દાવાઓની શ્રેણી પૂરી પાડી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેણે દાવો કર્યો હતો કે તે કોષક સેલ છે જે

'સેલમાં મૂકવામાં આવેલી ઊર્જાના જથ્થામાંથી 15 થી 20 ગણું આપે છે.' એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે એક કપની ચા માટે ઉકળતા પાણી પૂરા

પાડે છે. હવે ઘણા લોકો મેગેઝિન પ્રકાશિત કરે છે, દાવા ફેલાવે છે અને મીડિયાના લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે જે ક્યારેક તેમના હાથ-પટ્ટાને

તપાસ્યા વગર રજૂ કરે છે. આ તકનીક જ્યોતને જીવંત રાખે છે. કેટલાક સંપાદકો પણ ફ્યુઝન ટેક્નોલૉજી જેવા સહાનુભૂતિવાળા જર્નલ્સમાં ઠંડા સંમિશ્રણ

દાવા પ્રકાશિત કરે છે. ઓર્લાન્ડોમાં આગામી અમેરિકન ન્યુક્લિયર સોસાયટીની મીટિંગમાં 1 થી 5 જૂન સુધી યોજાયેલી, મીલી અને પેટરસન સાથેની

પેનલ ચર્ચાને દર્શાવતા કોલ્ડ ફ્યુઝન સત્ર હશે.

"અન્યમાં, નોનવૈજ્ઞાનિક એપિસોડ, ફ્લીશમાન, પોન્સ અને ઇટાલિયન સંશોધકો ટુલિયો બ્રેસાની, ગિયિલિનો પ્રોપેટા અને એમિલિયો ડેલ જિયુડેસે ઇટાલીના

અખબાર લા રેપ્યુબ્લિકા, તેના સંપાદક અને વિજ્ઞાન સંપાદક, જીઓવાન્ની મારિયા પેસે પર દાવો કર્યો હતો, જેમણે 1991 માં લખ્યું હતું કે ઠંડા સંયોજન '

વૈજ્ઞાનિક છેતરપિંડી. ' ત્રણ ન્યાયમૂર્તિઓનો નિર્ણય એ હતો કે આ યોગ્ય ટિપ્પણી હતી, અને તે પછી તેમણે અખબારને ખર્ચ આપ્યો. તેઓએ અભિપ્રાય

વ્યક્ત કર્યો કે કેટલાક વાદીઓ વાસ્તવિકતા સાથે સંપર્ક ગુમાવી ચૂક્યા છે.

કોલ્ડ ફ્યુઝનનો ભવિષ્ય શું છે? સાચા વિશ્વાસીઓ ક્યારેય છોડતા નથી અને ભંડોળ આવવાનું ચાલુ રહે છે. પહેલા, અમેરિકન અને કેટલાક રશિયન

કાર્યોને મોટાભાગે ઇલેક્ટ્રિક પાવર રિસર્ચ ઇન્ડસ્ટ્રી (ઇપઆરઆઇ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, જેણે કરોડો ડોલર ખર્ચ્યા હતા, પરંતુ તે ટેકો

અનિવાર્યપણે રોક્યો છે. આઇસીસીએફ -6 બાદ જાપાનના ભંડોળમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ખાનગી રોકાણકારો આશા રાખે છે - તેઓ એવું માને છે

કે જો રોકાણ પર વળતર અબજો મૂલ્ય હોય તો તે કરોડોના રોકાણનું મૂલ્ય છે. જોકે, તેઓની કદર નથી કે, સંભવિત વળતર આશરે 10-40 છે - જેનો

અર્થ એ થાય કે સંભવિત અબજો કમાવવા માટે એક પૈસાનો પણ રોકાણ કરવો એ ખરાબ શરત છે. આગલા કોલ્ડ ફ્યુઝન કોન્ફરન્સ, આઇસીસીએફ -7,

ખાનગી પ્રાયોજકો સાથે, એપ્રિલ 1998 માં વાનકુવરમાં યોજવામાં આવશે. અમને બધાને કોલ્ડ ફ્યુઝન ચાના કપની સેવા કરવાની આશા છે. "

પ્રિન્સટન પ્લાઝમા ફિઝિક્સ લેબોરેટરીના રોબર્ટ એફ. હીટર "કન્વેન્શનલ ફ્યુઝન એફએક્યુ" (ઇન્ટરનેટ ન્યૂઝગ્રુપ સાયન્સ.ફીસિક્સ.ફ્યુઝન) ના લેખક

અને ફ્યુઝન એનર્જી એજ્યુકેશન વેબ સાઇટના વેબમાસ્ટર છે. તેમણે જવાબ આપ્યો:

"'ઠંડા સંયોજન' ઘટના, જેમાં ઊર્જાના સંરક્ષણનો કાયદો દેખીતી રીતે ઉલ્લંઘન થાય છે જ્યારે હાઇડ્રોજન આઇસોટોપ (પાણી અથવા વાયુ સ્વરૂપમાં) અને

ખાસ ધાતુઓ (ખાસ કરીને પેલેડિયમ અને નિકલ) શામેલ વિશિષ્ટ સિસ્ટમ્સ પર વીજળી અને ગરમી લાગુ થાય છે ત્યારે પરંપરાગત રૂપે defies

વૈજ્ઞાનિક સમજૂતી. 'ઠંડા સંયોજન' અસરોને સમજાવતા તમામ નવી થિયરીઓ અસ્તિત્વમાં રહેલા ભૌતિક સિદ્ધાંતોમાં (જેમકે તેમને 'ચમત્કાર' કહી શકે છે)

મોટા સંશોધનોની જરૂર છે. વૈજ્ઞાનિક સંશયવાદને આવશ્યક છે કે જ્યાં સુધી આ ચમત્કારોમાં પ્રાયોગિક પુરાવા માન્યતા ન મળે ત્યાં સુધી, આપણે તારણ

કાઢવું ​​જોઈએ કે પ્રાયોગિક ભૂલો હકારાત્મક પરિણામો તરીકે misinterpreted.

"એક સામાન્ય રીતે અપેક્ષા રાખશે કે તમામ સાવચેતીયુક્ત ઉર્જા-સંતુલન માપનો અડધો ભાગ વધુ ઊર્જા સૂચવે છે, અને લગભગ અડધાથી ઊર્જા ખાધ

દર્શાવશે, કારણ કે પ્રાયોગિક ભૂલ અપેક્ષિત પરિણામોની આસપાસના પરિણામો ફેલાવે છે. વધુ ઊર્જા દર્શાવતા પરિણામોની પૂર્વધારણા કંઈક સૂચવે છે

નવું. પરંતુ જો કોઈ ઇરાદાપૂર્વક વધુ ઊર્જા શોધવા ઇચ્છે છે, તો કોઈ પણ રીતે માપન ઉપકરણને મૂર્ખ બનાવીને મોટી માત્રામાં વધારાની વધારાની

ઊર્જાનું ઉત્પાદન કરવા માટે એક જટિલ સિસ્ટમને 'ઑપ્ટિમાઇઝ' કરી શકે છે. આપેલ વધારે ગરમીનું પરિણામ ભૌતિક ' ચમત્કાર 'અથવા પ્રાયોગિક ભૂલ

એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે કે વધારાની ગરમીની માત્રા ઓછી છે અથવા જો કુલ ઇનપુટ પાવરની વધારાની શક્તિનો ભાગ ઓછો હોય તો - ઠંડા

સંયોજનની રિપોર્ટમાં કેસ છે.

"જો ઠંડા સંયોજનમાં ખરેખર ચમત્કાર થાય છે, તો તે હાઇડ્રોજન આઇસોટોપને સંયોજિત મિશ્રણ પ્રતિક્રિયાઓ નથી. ફ્યુઝન પ્રતિક્રિયાઓના અનિવાર્ય

હસ્તાક્ષરો - જેમાં પરમાણુ ન્યુક્લી ભેગા થાય છે, જેના દ્વારા મોટી માત્રામાં ઊર્જા બહાર આવે છે - તે ઊર્જાનું કણોનું સંયોજન છે. ન્યુટ્રોન, પોઝિટ્રોન્સ અને

આયનો) અને ગામા કિરણોનો સમાવેશ થાય છે. ઉર્જા અને સંવેદના સંરક્ષણ અને ખાસ સાપેક્ષતાના કાયદાઓને કારણે ગરમીમાં ફ્યુઝન ઊર્જાનું સીધા

રૂપાંતરણ શક્ય નથી. જો મહેનતુ કણો અને તેમની ગૌણ અસરો વધુ સરળતાથી શોધી શકાય છે શક્તિ મિશ્રણ પ્રતિક્રિયાઓનું પરિણામ હતી. પરંતુ આ

ફ્યુઝન હસ્તાક્ષરનું માપ કાં તો અચોક્કસ, અચોક્કસ અથવા તીવ્રતાના ઓર્ડર હતા. 'ઠંડા સંયોજન' ને સમજાવવાના પ્રયાસો પરમાણુ સંયોજન કરતા

અન્ય કંઈક સમાન ચમત્કારોને સમાન નબળા પુરાવા દ્વારા સમર્થનની આવશ્યકતા છે.

"પ્રાયોગિક ભૂલનો કેસ અસંતુષ્ટતા અને કી પરિણામોના સ્વતંત્ર પ્રતિકૃતિની અભાવને સમર્થન આપે છે. વધુમાં, 'કોલ્ડ ફ્યુઝન' સંશોધનમાં સંકળાયેલ

જટિલ સિસ્ટમો અને માપન સાધનોની પ્રકૃતિ મોટાભાગના સંશોધકોની નિપુણતાની શ્રેણીની બહાર છે.

કોલ્ડ ફ્યુઝન 'મધ્ય યુગની કીમિયો જેવું લાગે છે. સત્ય માટે શોધ હવે હાઈડ્રોજનને ઊર્જામાં રૂપાંતરિત કરવાના પ્રયાસમાં પીડાય છે, જેમ કે 1,000 વર્ષ

પહેલાં સોનામાં લીડમાં પરિવર્તન લાવવાની શોધમાં. ખ્યાતિ અને સંપત્તિ અને સુસમાચારમાં માનવાની કુદરતી ઇચ્છાનું આકર્ષણ વૈજ્ઞાનિક સંશયવાદના

પ્રભાવને ભ્રષ્ટ કરે છે. તેથી, વ્યાવસાયિક કુશળતાના મુખ્ય વિસ્તારોની બહાર કામ કરતા સંશોધકોએ હકારાત્મક પરિણામો તરીકે પ્રાયોગિક ભૂલોને ખોટી

રીતે સમજાવવાની વધુ શક્યતા છે. અને ક્રાંતિકારી નવી શોધ વિશે સંશયાત્મક હોવાનું મુશ્કેલ છે જે એટલું જ સરળ અને તાત્કાલિક આર્થિક મૂલ્ય

ધરાવશે.

"અમે અમારા આવતી ઊર્જા સંકટને ઉકેલવામાં મદદ કરવા માટે ગ્રેજ્યુએટ સ્કૂલમાં પ્રવેશ કર્યો, તેથી મેં 'કોલ્ડ ફ્યુઝન' કાળજીપૂર્વક અને સમજદાર

કારકિર્દીની પસંદગી કરવા માટે ખુલ્લા મનથી અભ્યાસ કર્યો. મેં જાણ્યું કે નિર્ણાયક હકારાત્મક પરિણામોને વિશ્વસનીય અને સ્વતંત્રપણે પુનઃઉત્પાદન

કરવામાં આવ્યું નથી. , અને ઘણા સાવચેતીભર્યા અને સંપૂર્ણ અભ્યાસોએ નકારાત્મક નિષ્કર્ષ પ્રાપ્ત કર્યા છે, જો કે આ મોટેભાગે આ બિનઅનુભવી

પરિણામો અપ્રકાશિત થયા છે. 'ઠંડા સંયોજન' એ ખોટી રીતે પ્રયોગાત્મક પ્રાયોગિક ભૂલોના પરિણામ કરતાં બીજું કંઈ નથી, પરંતુ તે અન્યથા હોવાનું

સંભવ છે નીચી

"ઠંડા સંમિશ્રણને તોડવાના પ્રયત્નો" મને ઓજે સિમ્પસન કેસની યાદ અપાવે છે - પુરાવા સ્પષ્ટ છે કે મોટાભાગના લોકોમાં દૃઢ માન્યતાઓ હોય છે,

પરંતુ સાચી રીતે નિશ્ચિત સાબિતી પ્રપંચી છે. પરંતુ વિજ્ઞાન કાયદો નથી: જ્યારે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત અજમાયશ પર મૂકે છે એક પ્રયોગમાં, અસ્તિત્વમાં

રહેલા સિદ્ધાંતને તમારા અવલોકનો સમજાવી દોષિત હોવાનું માનવામાં આવે છે જ્યાં સુધી તે નિર્દોષ પુરવાર નહીં થાય કે ફક્ત એક નવો સિદ્ધાંત

સાબિતી યોગ્ય રીતે બંધબેસશે. સુસ્થાપિત સિદ્ધાંતોમાં મોટા ફેરફારોમાં પુરાવાઓના મજબૂત શરીરની જરૂર પડે છે. 'કોલ્ડ ફ્યુઝન, 'જો ખરું હોય તો, ઊર્જા

અને દ્રવ્યની સમજણમાં ક્રાંતિકારી ફેરફારોની જરૂર છે, પરંતુ લાખો ડોલરની તીવ્ર પ્રયત્નોના આઠ વર્ષ પછી પણ પુરાવા નબળી રહે છે - દેખીતી રીતે

હવાઈ, મોન્ટે કાર્લો અને અન્ય જગ્યાએ ઠંડા સંયોજન પરિષદો છે. મને ખૂબ શંકા છે કે 'ઠંડા સંયોજન' એ ખરેખર વિશ્વની ઉર્જા જરૂરિયાતો માટેનું એક

સરળ અલકેમિકલ સોલ્યુશન છે.

 

Author: first last Read More...

માણસે સમયની સાથે અપડેટ થતા રહેવુ જોઇએ. જેમ મોબાઇલમાં સમયની સાથે અપડેટ માંગે છે. તેવી જ રીતે આપણે પણ સમયની સાથે અપડેટ થતા રહેવુ પડે. જ્યારે માણસ સમયની સાથે અપડેટ નથી રહેતો ત્યારે તેની હાલત અપડેટ વગરના મોબાઇલ જેવી થઇ જાય છે. અને પછી હેંગ પણ થવા લાગે છે. એટલે મિત્રો જીવનમા સમયની સાથે અપડેટ થવુ પડે.

Author: SHARWAN MAyur Read More...

માં તે માં બીજા બધા વગડા ના વા. માં, માં વિશે તો શું કહું? તેના વિશે તો જેટલું કહું એટલું ઓછું પડે. માં જેને પોતે ભીનાંમાં સુઈ આપણને સૂકાંમાં સૂવડાવ્યા.ગમે તે મુશ્કેલી આવે પણ તે આપણને કાંઇ આંચ પણ નથી આવા દેતી પણ પોતે સહન કરી લે છે.તે આપણા માટે માં કાંઇ પણ કરવાં તૈયાર છે.

Author: Rocky P Read More...

ટાઢી સાતમ હમણાં તો તહેવારો ની સીઝન ચાલે છે , એક પછી એક એમ તહેવારો વારી જ છે , નાગપાંચમી , નાનીસાતમ ,રક્ષાબંધન, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ ,જન્માષ્ટમી, નોમ , ગણ્યા ગણાય નઈ એટલા તહેવારો ..... આમ તો દ્વારકા માં રહું છું એટલે મને જન્માષ્ટમી વધુ ગમે પણ .... મારા મને મને નાની સાતમ અને મોટી એટલે કે શીતળા સાતમ પણ આટલી જ ગમે .... એનું મહત્વ કેટલું છે તેની વાર્તા મેં વાંચી છે ..... પણ મને તે સાતમ ગમવા નું કારણ કાંઈક બીજું જ છે , ખાસ કરી ને તે દિવસે આપણે બધા ટાઢું ખાઈએ છીએ ને એ ..... હવે ઘણા ને આ પર થી વિચાર આવશે કે શું ટાઢું ખાવા માટે મને એ તહેવાર ગમે છે? તો એનો જવાબ પણ હું હા માં આપીશ ..... એની પાછળ કાઈ ખાસુ એવું કારણ નથી .... ટાઢું એટલે આગલે દિવસે રાત્રે બનાવેલું ભોજન જે બીજે દિવસે આપણે બપોરે જમીએ .... કારણકે તે દિવસે આપણે ગેસસ્ટોવ કે ચૂલો ચાલુ કરતા નથી...... હવે આ બધા માંથી મારી ગમતી વાત એ છે કે આગલા દિવસે તૈયાર કરેલ જે બીજે દિવસે ઉપયોગ માં લેવાઈ છે .... આજ કાલ ના ભાગદોડ ભર્યા જીવન માં કોઈ ને આજ પણ સરખી રીતે જીવવા સમય મળતો નથી ..... તો ગયા દિવસ ને યાદ કરી ને તેની ખુશી માણીએ એ તો બહુ દૂર ની વાત થઈ ...... અને આ સાતમ કે પછી નગપંચમી જે કયો .... તે દિવસે આપણે આપણા ઘર માં રહેલા આપણા વડીલો ની વાત રાખવા ફરજિયાત પણે આગલા દિવસ ને એટલે કે વીતેલા દિવસ ને યાદ કરી ને હાલ નો દિવસ વિતાવો પડે જ છે ....... આ બધા પર થી મને તો બસ આટલું જ શીખવા મળ્યું કે વીતેલા સમય ને યાદ હંમેશા કરવો જ પડે છે ..... સમય જરૂર વીતે છે ,પણે તે સમય ની યાદો કેદ થઈ ને આપણી પાસે પડી હોય છે.પણ આપણે આગળ નું વિચારવા માં એટલા મશગુલ હોઈ કે વીતેલું આપણે ભૂલી જ જઈએ છીએ ..... હા ,આગળ નું વિચારવું એ કાંઈ ખોટી વાત નથી રાંધણ છઠ્ઠ ના પણ આપણે બીજા દિવસે આવતા દિવસ નું વિચારી ને આગળ વધીએ છીએ તો ના તો ગઈકાલ ,કે ના તો આજ કે ના પછી આવતીકાલ .... આ બધા માંથી કોઈ વિશે વિચારવુ એ ખોટું નથી પણ આજ ને આવતી કાલ માં આપણે જે ગઈ કાલ વિશે વિચારતા ભૂલી જઈએ છીએ ને .... એ બહુ ખોટુ છે ....... જો વીતેલી કાલ કાળી હોઈ તો ભૂલવી સારી છે પણ એ જ વીતેલી કાલ માં કાંઈ પણ સારું છે તો તેને ભૂલવી એ બહુ ખરાબ બાબત છે...... અને વધુ પડતો આવતી કાલ નો વિચાર કરવો એ પણ ખરાબ છે ..... વિચાર બરાબર પણ વધુ પડતો વિચાર ..... આવતી કાલ માટે આજ માટે કે ગઈ કાલ માટે એ આપણા માટે જ હાનિકારક નીવડી શકે છે...... તો આ પાંચમી માં અને સાતમ માં ટાઢું જરૂરી થી ખાજો અને રાંધણ છઠ્ઠ ના બે દિવસ ની રસોઈ કરવા નું ભૂલશો નઈ ને ..? -મેઘા ગોકાણી Megha gokani દ્વારકા (તમે તમારા વિચારો [email protected] પર શરે કરી શકો છો )

Author: megha gokani Read More...

૧) બ્રાહ્મણ –શબ્દાર્થ:

બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનાર.

“બ્રહ્મ” શબ્દના અનેક અર્થ છે, જેવાકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ, વિગેરે. એટલે આ સર્વેને જાણનારને બ્રાહ્મણ કહેવાય. 

ગુજરાતી ભાષાના સર્વમાન્ય અને આધારભૂત જ્ઞાનકોષ “ભગવદ્દોમંડળ”માં ‘બ્રાહ્મણ’ શબ્દના અનેક અર્થ આપેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે:

 • અગ્નિ
 • આચાર્ય, ગોર
 • આર્ય પ્રજાના ચાર માંહેના પહેલા વર્ણનો માણસ
 • સૌથી ઊંચી પંક્તિનો હિંદુ
 • દ્વિજ, વિપ્ર
 • પવિત્ર અને જ્ઞાની પુરુષ
 • રાગદ્વેષ, કલહ, ખોટી નિંદા, ચુગલી, કૂથલી, સંયમમાં અરતિ, વિષયોમાં રતિ, કૂડકપટ, જૂઠ વગેરે પાપકર્મોથી વિરક્ત થયેલો, મિથ્યા માન્યતારૂપી કાંટા વગરનો, સમ્યક્ પ્રવૃત્તિવાળો, પોતાના કલ્યાણમાં તત્પર, કદી ગુસ્સે થતો ન હોય કે અભિમાન કરતો ન હોય તેવો પુરુષ
 • વિષ્ણુ
 • શિવનું એક નામ
 • શુક્રના જેવું તેજસ્વી, નિર્મળ અને શ્વેત મોતી  
 • બ્રહ્મને જાણનાર, આત્મજ્ઞાની
 • વેદને જાણનાર

 

તમે જોયું ને કે ‘બ્રાહ્મણ’ શબ્દના બધા જ અર્થ કેટલા ઉચ્ચ અને પવિત્ર છે. એટલા માટેજ આપણા દેશની સમાજ વ્યવસ્થામાં બ્રાહ્મણોને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેમની પાસે એવા જ ઉચ્ચ અને પવિત્ર જીવનની અપેક્ષા પણ રાખવામાં આવી છે.

શાસ્ત્રોના આદેશ મુજબ (મનુ સ્મૃતિ પ્રમાણે) બ્રાહ્મણોએ શમ (સંયમ, યોગ), દમ (ઇન્દ્રિયદમન, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી), તપ (શરીરને કષ્ટકારી વ્રત કે નિયમ, તપસ્યા), શૌચ (આંતરિક એટલેકે મનની સ્વચ્છતા, શુદ્ધિ અને પવિત્રતા), ક્ષાંતિ (સહનશીલતા, ક્ષમા, સહિષ્ણુતા), આર્જવ (સરળતા, પ્રમાણિકતા, નમ્રતા), જ્ઞાન (શિક્ષણ, અભ્યાસ), વિજ્ઞાન (તર્કયુક્ત વ્યવહાર અને રૂઢીચુસ્તતાનો અસ્વીકાર), આસ્તિક્ય (આસ્તિકતા, ઈશ્વર, વેદ અને પરલોકમાં શ્રદ્ધા) વિગેરેનું પાલન કરવું જરૂરી છે. ટૂંકમાં બ્રાહ્મણ પાસે ઘણા કઠોર નીતીનીયમોના પાલનની અપેક્ષા રાખવામાં આવી છે. તેથીજ આવા નિયમો મુજબ જીવન ગુજારનાર જ્ઞાની અને પવિત્ર બ્રાહ્મણ સમાજમાં પૂજનીય હોય છે.

  

૨) બ્રાહ્મણની ઉત્પત્તિ:

ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબ સમાજને તેમનાં કર્મો અનુસાર ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.

ઋગ્વેદના “પુરુષસુક્ત” અનુસાર બ્રાહ્મણ વર્ણ બ્રહ્મ/બ્રહ્માજીના મુખ/મસ્તિષ્કમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણો ભગવાનના મુખ/મસ્તિષ્ક સમાન છે, ક્ષત્રિય તેમના હાથ છે, વૈશ્ય તેમની જાંઘ અને શુદ્ર તેમના પગ છે. આ પ્રતીકાત્મક વાતનો અર્થ એ છે કે મસ્તિષ્કના પ્રતિકરૂપી બ્રાહ્મણ સમાજને જ્ઞાન, સમજણ, ડહાપણ અને માર્ગદર્શન આપે. હાથના પ્રતિકરૂપી ક્ષત્રિય સમાજનું રક્ષણ કરે અને પગના પ્રતિકરૂપી વૈશ્ય અને શુદ્ર સમાજના સંચાલનનું કાર્ય કરે. ટૂંકમાં જેમ વ્યક્તિ માટે તેનાં દરેક અંગ જરૂરી છે, તેમ સમાજના આ બધા વર્ગ પણ સમાજના યોગ્ય સંચાલન અને વિકાસ માટે જરૂરી છે.  

 

૩) બ્રાહ્મણનાં કર્મો:

શાસ્ત્ર (સ્મૃતિગ્રંથો) અનુસાર બ્રાહ્મણનાં છ કર્મો છે: પઠન, પાઠન, યજન, યાજન, દાન અને પ્રતિગ્રહ.

અર્થાત્ ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન કરવું અને દાન લેવું આ છ કર્મ બ્રાહ્મણનાં કર્મો ગણાય છે. તેથી બ્રાહ્મણને ષટ્કર્મા પણ કહે છે.

 

૪) બ્રાહ્મણોના જીવનનિર્વાહ માટે શાસ્ત્રોક્ત આદેશો:

પૌરાણિક કાળના હિંદુ સમાજ વ્યવસ્થા માટે રચાયેલ સૌથી અગત્યના ગ્રંથ “મનુ સ્મૃતિ”માં મનુએ કહ્યું છે કેઃ બ્રાહ્મણોએ ઋત, અમૃત, મૃત, પ્રમૃત કે સત્યાનૃત દ્વારા પોતાનો જીવનનિર્વાહ કરવો જોઈએ.

ઋતનો અર્થ છે ભૂમિ ઉપર પડેલા અનાજના દાણા વીણીને એટલે ઉંછવૃત્તિથી કે ખરી પડેલ ડૂંડાંમાંથી દાણા કાઢીને શિલવૃત્તિથી જીવનનિર્વાહ કરવો.

માગ્યા વિના જે કાંઈ મળી આવે તે લઈ લેવું તેને અમૃતવૃત્તિ કહે છે.

ભિક્ષા માગવાનું કામ મૃતવૃત્તિ કહેવાય છે.

ખેતીકામ એ પ્રમૃતવૃત્તિ છે

અને વેપાર એ સત્યાનૃતવૃત્તિ છે.

આ વૃત્તિઓ અનુસાર બ્રાહ્મણ ચાર પ્રકારના કહેવાય છેઃ કુશૂલધાન્યક, કુંભીધાન્યક, ત્ર્યૈહિક અને અશ્વસ્તતિક.

જે બ્રાહ્મણ ત્રણ વર્ષ માટે અન્નાદિ સામગ્રી સંચિત કરી રાખે તેને કુશૂલધાન્યક,

એક વર્ષ માટે સંચિત કરે તેને કુંભીધાન્યક,

ત્રણ દિવસ માટે રાખે તેને ત્ર્યૈહિક

અને જે નિત્ય લાવે ને નિત્ય ખાય તેને અશ્વસ્તનિક કહે છે.

આ ચારેય પ્રકારમાં અશ્વસ્તનિક શ્રેષ્ઠ મનાય છે.

 

૫) બ્રાહ્મણોના વ્યવસાયો:

વર્ણાશ્રમમાં દરેક વ્યક્તિને તેમના વર્ણ મુજબ કામની વહેંચણી કરેલ છે. આદિકાળથી બ્રાહ્મણ સમાજ વર્ણાશ્રમની પ્રથમ પાયરી પર હોવાથી સંસ્કૃતિની જાળવણી અને વિકાસની કામગીરી બજાવે છે અને તેને યથાયોગ્ય વ્યવસાય અપનાવ્યા છે.

બ્રાહ્મણોએ પોતાના ઉચ્ચપદની રક્ષા માટે અત્યંત શુદ્ધ અને પવિત્ર આચરણ રાખવું પડતું. જેનાથી કોઈ પણ પ્રાણીને દુઃખ પહોંચે એવી આજીવિકાનો તેમના માટે નિષેધ છે.

હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. બ્રાહ્મણો પુરાતન કાળથી સનાતન ધર્મનું પાલન કરતા આવ્યા છે અને બ્રાહ્મણોને સુચિત કરાયેલ કામ કરતાં આવ્યા છે, જેમકે વેદનો અભ્યાસ કરવો, ધર્મનું પાલન કરવું અને ધર્મ બતાવવો, વેદોક્ત કર્મકાંડ કરવું, વેદની વિવિધ શાખા જ્યોતિષશાસ્ત્ર, યોગ, સંગીત, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, નૃત્ય, અર્થશાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપવું.

પ્રાચીનકાળથી જ બ્રાહ્મણોએ વર્ણવ્યવસ્થા અનુસાર વેદાભ્યાસ, કર્મકાંડ, શિક્ષણ જેવા વ્યવસાય અપનાવ્યા હતા. તદુપરાંત બ્રાહ્મણો આદિકાળથી રાજાના સલાહકાર, મંત્રી. અમાત્ય, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું ખૂબ જ સમ્માનીય સ્થાન ધરાવતા આવ્યા છે.

શિક્ષણ : પ્રાચીનકાળથી જ બ્રાહ્મણો બાળકોને શિક્ષા આપી માનવતાનાં મુલ્યોનું જતન કરતા આવ્યા છે. પ્રાચીન ગુરુકુળ પ્રથામાં બ્રાહ્મણો વિવિધ વર્ણનાં શિષ્યોને તેમના વર્ણ મુજબ એટલે કે વૈશ્યપુત્રને અંકગણિત, અર્થશાસ્ત્રનું તેમજ ક્ષત્રિયપુત્રને રાજનિતી, યુધ્ધકળા વગેરે વિષયોનું જ્ઞાન આપતા હતા. હાલ શિક્ષણ ક્ષેત્રનો વ્યવસાય વૈશ્વિક બની ગયો છે.

જ્યોતિષ : શુભ પ્રસંગોનાં શુભ મુહુર્ત કાઢવા કે નવા જન્મેલ બાળકનું કુંડળી બનાવી ભવિષ્યકથન કરવું એ જ્યોતિષશાસ્ત્રનું મુખ્ય કામ છે. આજે પણ ઘણા બ્રાહ્મણ આ વ્યવસાય સાથે સંકળાયેલ છે. જ્યોતિષશાસ્ત્રનો આધાર ખગોળશાસ્ત્ર પર રહેલ હોવાથી બ્રાહ્મણો ખગોળશાસ્ત્રના પણ જ્ઞાતા હોય છે.

કર્મકાંડ : કર્મકાંડ એ બ્રાહ્મણોનો મૂળભૂત અને સંપૂર્ણ વર્ચસ્વ ધરાવતો વ્યવસાય છે. આ વ્યવસાયમાં બ્રાહ્મણો તેમના યજમાનોના શુભ પ્રસંગોએ દેવી દેવતાનું શાસ્ત્રોક્ત રીતે વિધિવત પૂજન કરાવે છે તેમજ શાસ્ત્રોક્ત રીતે યજ્ઞ, હવન, પાઠ, કથા-વાર્તા, લગ્નવિધિ, પૂજાવિધિ, શ્રાદ્ધવિધિ વિગેરે કરાવે છે.    

સલાહકાર : વિવિધ ક્ષેત્રેની જાણકારી ધરાવતા હોવાથી પ્રાચીનકાળમાં બ્રાહ્મણો રાજાના સલાહકારની ભૂમિકા અદા કરતા હતા. રાજાશાહી સમયમાં રાજાઓના મંત્રી તરીકે મોટે ભાગે બ્રાહ્મણો જ હતા. અર્વાચીન સમયમાં પણ બ્રાહ્મણોએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને અન્ય પ્રધાનોના હોદ્દાઓ તેમજ ઉચ્ચ સરકારી અધિકારીઓનાં પદ સફળતા પૂર્વક સંભાળ્યાં છે.

બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે યજ્ઞાદિ બંધ થવાથી ઘણા બ્રાહ્મણોની આજીવિકા નષ્ટ થઈ ગઈ, આથી બ્રાહ્મણો બીજાં કામ પણ કરવા લાગ્યા. તેઓ વૈશ્ય અને ક્ષત્રિયનાં કામ પણ કરવા લાગ્યા. પરાશર સ્મૃતિમાં બધા વર્ણોને ખેડ કરવાની આજ્ઞા છે. આ સિવાય મધ્યકાલમાં બધા વર્ણને શસ્ત્ર ગ્રહણ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો, એટલું જ નહિ પણ તે વખતે બ્રાહ્મણ શિલ્પ, વ્યાપાર અને દુકાનદારી પણ કરતા. આમ કરવા છતાં તેઓ મીઠું, તેલ, દૂધ, શરાબ અને માંસ જેવા પદાર્થો ન વેચતા. તેમનું ભોજન બીજા વર્ણોથી વધારે શુદ્ધ અને સાત્ત્વિક હતું. ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો તેમનો વિચાર પ્રબળ હતો. રાજનિયમોમાં પણ તેમને ઘણી છૂટ મળતી.

૬) બ્રાહ્મણોની સંસ્કૃતિ:

બ્રાહ્મણ સમાજ સુશિક્ષિત હોવાથી દરેકને જ્ઞાનની વહેંચણી અને સમાન હક તથા તકનો હિમાયતી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ હજુ સંયુક્ત કુટુંબ પ્રથામાં માને છે તેમજ સ્ત્રી-પુરુષ, વડિલ અને બાળકો કુટુંબમાં એકસરખું સમ્માનનીય સ્થાન ધરાવે છે. દિકરીને ભણતરમાં તેમજ સમાજમાં દિકરા સમાન દરજ્જો આપવામાં આવે છે અને દહેજ પ્રથાનું દૂષણ પણ હોતું નથી.

દિકરાને કિશોરાવસ્થા પ્રાપ્ત કરતા "યજ્ઞોપવિત સંસ્કાર" આપવામાં આવે છે. યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા કિશોરને વેદનું જ્ઞાન મેળવવાનાં હક અપાય છે તેમજ સાંસારિક માતાપિતા ઉપરાંત વેદમાતા ગાયત્રીને માતા તરીકે અને સૂર્યદેવને પિતા તરીકે પૂજન કરવાના સંસ્કાર અપાય છે. આથીજ યજ્ઞોપવિત સંસ્કાર બાદ તે કિશોર "દ્વિજ" (જેનો બીજો જન્મ થયો છે તે) તરીકે ઓળખાય છે.

પ્રાચીનકાળમાં યજ્ઞોપવિત સંસ્કાર બાદ કિશોર સાંસારિક માતાપિતાથી અલગ ગુરુકુળમાં રહીને વેદનું જ્ઞાન પ્રાપ્ત કરતા. પરંતુ સમય જતાં આ પ્રથા બંધ થઇ ગઈ. જેથી હવે બ્રાહ્મણોમાં દેવભાષા સંસ્કૃત અને વેદ વિષેનું જ્ઞાન પણ ઘટતું જોવા મળે છે.

યજ્ઞોપવિત સંસ્કાર બાદ એક કિશોર સાચા અર્થમાં બ્રાહ્મણ બને છે પરંતુ ત્યારબાદ વેદાનુસાર અનિવાર્ય સંધ્યાકર્મ પણ હાલ ઘણા બ્રાહ્મણ ટાળે છે. ઉપરાંત બ્રાહ્મણની ઓળખ સમાન શિખા(ચોટલી) અને જનોઇ (યજ્ઞોપવિત) પણ હવે વિસરાઇ રહી છે.

૭) બ્રાહ્મણોનાં ગોત્ર અને પ્રવર:

ગોત્ર એ બ્રાહ્મણ કુળનો ર્નિદેશ કરતું એક અવિભાજ્ય અંગ છે જે પિતૃપક્ષના મૂળ પૂર્વજ જણાવે છે.

‘ગોત્ર’ શબ્દ કુટંબ, કુળ, વંશ વિગેરે માટે વપરાય છે. ઋગ્વેદમાં ગોત્ર શબ્દ લગભગ છ વાર વપરાયો છે, પણ ત્યાં તેનો અર્થ કુટુંબ થતો નથી. ત્યાં તો તેનો અર્થ ગોપ થાય છે. ધીમે ધીમે તેમાં સમૂહનો અર્થ આવતો ગયો અને ઉપનિષદના સમયમાં તે કુટુંબના અથવા કુટુંબની અટકના અર્થમાં વપરાવા લાગ્યો. તે પછી સૂત્રકાલના સમયમાં સપ્તર્ષિ (કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ) અને અગસત્યે મળીને “આઠ ઋષિમાંના ગમે તે કોઇનો વંશજ” એવા અર્થમાં ગોત્ શબ્દ વાપર્યો. આ આઠની સંખ્યા ધીમે ધીમે ૪૯ સુધી પહોંચી. આમ બ્રાહ્મણોને આ ૪૯માંથી કોઈ એક ગોત્ર હોય છે.

શાસ્ત્ર પ્રમાણે જેનાં ગોત્ર એક જ હોય તેનાં લગ્ન થઈ શકે નહિ. જો કે વેદના સમયમાં લગ્ન વિષયમાં આવી બંધી ન હતી. તે વખતે લગ્ન માટે સ્વયંવરની પ્રથા અમલમાં હતી. પરંતુ જેમ જેમ આર્ય લોકો ગંગા નદીની ખીણમાં આગળ વધ્યા તેમ તેમ સૂત્રકાલમાં આવાં ગોત્ર અને પ્રવર ઉત્પન્ન થયાં. સૂત્રલેખકોએ ગોત્ર અને પ્રવરના કૃત્રિમ વાડા બનાવીને લગ્નનું ક્ષેત્ર સંકુચિત કરી નાખ્યું અને આથી સ્વયંવર બંધ પડ્યા.

ગોત્રમાં થઈ ગયેલ પ્રખ્યાત ઉત્તમ પુરુષો પ્રવર કહેવાય છે. પ્રવરનો અર્થ છે: જે તે ગોત્રના મુખ્ય પ્રવર્તક ઋષિઓ. દા.ત. જમદગ્નિ ગોત્રના પ્રવર જમદગ્નિ, ઔર્વ અને વસિષ્ઠ ઋષીઓ; ગર્ગ ગોત્રના પ્રવર ગાર્ગ્વ, કૌસ્તુભ અને માંડવ્ય ઋષીઓ.

પ્રવરનો બીજો અર્થ થાય છે: ગોત્ર અથવા કુટુંબની આંતરિક શાખા પ્રશાખા. જેમ કે ગૌતમ ગોત્રના ગૌતમ, ઔતથ્ય અને આંગિરસ ત્રણ પ્રવર છે. ભારદ્રાજ ગોત્રનાં ભારદ્રાજ, બૃહસ્પતિ ને અંગિરા એ ત્રણ પ્રવર છે.

ગોત્ર ઉપનિષદકાળ જેટલાં જૂનાં છે અને પ્રવર ત્યાર પછી દાખલ થયા છે. ઉપનિષદમાં શિષ્ય અને ગુરુનાં નામ ઉપરાંત ગોત્રનાં નામ, જેવાં કે ગૌતમ, વૈયાદ્યપધ વગેરે જોવામાં આવે છે. જયારે પ્રવરનો સંબંધ યજ્ઞ સાથે છે. યજ્ઞમાં યજમાનનું જે ગોત્ર હોય તે જ ગોત્રના ઋત્વિજ (યજ્ઞ કરનાર બ્રાહ્મણ) વગેરે પંસદ કરવામાં આવતા, જેથી યજ્ઞની વિધિ એકસરખી રહે. આ પંસદ કરવાની ક્રિયાને પ્રવરણ કહેવામાં આવતી અને તેમાંથી પ્રવર શબ્દ બન્યો છે.

પ્રવર ઋષિ હમેશા વૈદિક ઋષિ એટલે કોઈ પણ વેદનો ઋષિ હોવો જોઈએ. ગોત્ર ઋષિ હમેશા વૈદિક હોતો નથી. આથી પ્રવર ઋષિ ફકત ૪૯ છે, ત્યારે ગોત્ર ઋષિ અસંખ્ય છે. વળી સામાન્ય રીતે પ્રવરમાં ત્રણ કે પાંચ ઋષિઓ હોય છે, ચાર ઋષિ કોઈ કાળે હોતા નથી.

યજ્ઞ કરતી વખતે યજમાન અને ઋત્વિજ કયા કયા ગોત્ર ને પ્રવરના છે તે બોલાતું. આથી પોતે કયા ઋષિના વંશમાંથી ઊતરી આવેલા છે તે જાણી શકાય. જુદા જુદા વેદ માટે ગોત્ર જુદાં જુદાં નથી. ઋગ્વેદી, યજુર્વેદી વગેરે બધા બ્રાહ્મણોનું પ્રવર સામાન્ય હોય છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયો શરૂઆતમાં સામાન્ય ઋષિઓમાંથી અવતરેલા હોવાથી બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું પ્રવર પણ સામાન્ય હોય છે. અથવા ક્ષત્રિયોનું પ્રવર તેના પુરોહિતના પ્રવર પ્રમાણે માનવામાં આવે છે. શરૂઆતમાં પ્રવર યજ્ઞ કરનાર ઋત્વિજોની પસંદગી કરવા માટે જોવામાં આવતું. પણ પાછળથી તેને લગ્નની બાબતમાં પણ જોવામાં આવ્યું અને એક જ ગોત્ર કે પ્રવરમાં લગ્ન નિષેધ ગણાવા લાગ્યાં.

૮) બ્રાહ્મણોની મુખ્ય શાખાઓ:

બ્રાહ્મણોની મૂળ આજીવિકા કર્મકાંડ હોવાથી મહદઅંશે આખા ભારતમાં વિવિધ સ્થળોએ સ્થાયી થયા છે. પરંતુ વૈદિક કાળની શરૂઆતમાં બ્રાહ્મણો સિંધુ અને સરસ્વતી નદીની આસપાસના વિસ્તારમાં એટલેકે ઉત્તર ભારતમાં જ વસવાટ કરતા હતા. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે દુર્ગમ વિંધ્યાચળ પર્વતમાળા અને નર્મદા નદી હોવાથી ખાસ અવરજવર થતી નહોતી. પરંતુ મહાન ઋષિ અગસ્ત્ય તેમના શિષ્યો સાથે વિન્ધ્ય પર્વત વટાવીને દક્ષિણમાં પહોંચ્યા અને ત્યાં જ વસવાટ કર્યો અને વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો. તે પછી રામાયણના સમયમાં ઋષિ વિશ્વામિત્ર પણ તેમના શિષ્યો સાથે દક્ષિણ ભારતમાં આવેલ દંડકારણ્યમાં વસ્યા. આથી દક્ષિણ ભારતમાં પણ વૈદિક સંસ્કૃતિ તથા સનાતન ધર્મનો ફેલાવો થયો અને બ્રાહ્મણોનો વસવાટ પણ વધ્યો.

 

શાસ્ત્રાનુસાર ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌડ અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજીત કરાયા છે. ઉત્તર ભારતના કાશ્મીર, અવધ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બંગાળ, ઓરિસ્સા વગેરેમાં વસતા બ્રાહ્મણો પંચગૌરમાં સમાવિષ્ટ કરાયા છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વસતા બ્રાહ્મણો પંચદ્રવિડમાં સમાવિષ્ટ કરાયા છે.

પંચગૌડની પાંચ પેટા જ્ઞાતિ છે: કાન્યકુબ્જ (કનોજ પાસે રહેતા), સારસ્વત (સરસ્વતી નદીકાંઠે વસતા), મિથિલ (મિથિલા ક્ષેત્રના), ઉત્કલ (ઉડીશામાં વસતા) અને ગૌડ (શેષ). પંચદ્રાવિડની પણ પાંચ પેટા જ્ઞાતિ છે: મહારાષ્ટ્ર (મહારાષ્ટ્રમાં વસતા), તેલંગ (આન્ધ્રમાં વસતા), કર્ણાટ (કર્ણાટકમાં વસતા), ગુજ્જર (ગુજરાતમાં વસતા) અને દ્રવિડ (શેષ).

અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી રાજા મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય નામનું વિશાળ શિવાલય બનાવરાવ્યું. તેની પ્રતિષ્ઠા સમયે કનોજ, કુરુક્ષેત્ર વગેરે ઉત્તરીય પ્રદેશોથી હજાર બ્રાહ્મણોને બોલાવ્યા અને ગામ આદિ આપીને તેમને ગુજરાતમાં જ વસાવ્યા. ઉત્તરમાંથી આવવાને લીધે તેઓ ઔદીચ્ય કહેવાયા અને ગુજરાતમાં વસવાથી પાછળથી તેમની ગણના પણ દ્રવિડોમાં થઈ ગઈ, જેઓ મૂળભૂત રીતે ગૌડ બ્રાહ્મણો છે.

૯) બ્રાહ્મણોની પેટા શાખાઓ:

ઈ. સ. ૬૦૦થી ૧૦૦૦ સુધી બ્રાહ્મણો ભિન્નભિન્ન જાતિઓમાં વિભિન્ન થયા જણાતા નથી. તે સમય સુધી બ્રાહ્મણોનો ભેદ શાખા અને ગોત્રનો ઉલ્લેખ કરવાથી થતો હતો. કોંકણના બારમી સદીના લેખમાં બત્રીશ બ્રાહ્મણોનાં નામ દીધાં છે, જેમનાં ગોત્ર છે પણ શાખા નથી. તેમાં બ્રાહ્મણોનાં ઉપનામ પણ આપ્યાં છે. બારમી શતાબ્દિમાં આવાં ઉપનામોનો પ્રયોગ ઘણો થતો. જેમકે, દીક્ષિત, રાઉત, ઠાકુર, પાઠક, ઉપાધ્યાય, પટ્ટવર્ધન. શિલાલેખોમાં પંડિત, દીક્ષિત, દ્વિવેદી, ચતુર્વેદી, આવસ્થિક, માથુર, ત્રિપુર, અકોલા, ડેંડવાણ આદિ નામ મળે છે. તે નામો સ્પષ્ટ રીતે તેમનાં કાર્ય અને વસવાટ સ્થાન પરથી પડયાં હોય તેમ લાગે છે.

પાછળથી આમાંનાં ઘણાં ઉપનામ ભિન્નભિન્ન જાતિઓમાં પરિણમ્યાં. આ જાતિભેદ ક્રમશઃ વધતો ગયો. તેને વધવામાં બે ત્રણ બીજાં કારણોએ પણ સહાયતા આપી. જેમકે, ભોજનભેદને લીધે માંસાહારી અને શાકાહારીના મોટા ભેદ બની ગયા. આજ રીતે ભિન્નભિન્ન રીતરિવાજો અને વિચારોને લીધે પણ ઘણા ભેદ પેદા થયા. દાર્શનિક ભેદથી પણ ભેદ થયા. આથી જાતિભેદ વધતાં વધતાં આજ બ્રાહ્મણોની અનેક જાતિઓ થઈ ગઈ છે. આમાંથી બ્રાહ્મણોની ચોરાશી પેટા જ્ઞાતિઓ માન્ય ગણાય છે. એટલા માટે ગામના બધાજ બ્રાહ્મણોને જમવા માટે બોલાવવામાં આવે ત્યારે તેને ‘બ્રહ્મચોરાશી’ કહેવામાં આવે છે. આ બાબતમાં એક રસપ્રદ હકીકત પણ જાણી લો કે સને ૧૯૭૮માં રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજીએ બ્રહ્મચોરાશીનું આયોજન કર્યું હતું, તે વખતે તેમણે બ્રાહ્મણદીઠ ૨૫ પૈસાની દક્ષિણા આપી હતી ત્યારે દક્ષિણામાં જ રૂ. ૩૪ હજાર વપરાયા હતા.

 

બ્રાહ્મણોની ચોરાશી પેટા જ્ઞાતિઓમાં નાગર (૬ પેટા ન્યાત), મોઢ (૬ પેટા ન્યાત), શ્રીગોડ (૪ પેટા ન્યાત), ઔદીચ્ય (૩ પેટા ન્યાત), મેવાડા (૩ પેટા ન્યાત), શ્રીમાળી, સોમપુરા, સારસ્વત, સાંચોરા, લાડ વિગેરેનો સમાવેશ થાય છે. જોકે હાલમાં તો અનેક નવી પેટા જ્ઞાતિઓ ઉમેરાઈ ગઈ છે, જેને લીધે કુલ પેટા જ્ઞાતિઓની સંખ્યા ૧૦૦થી પણ વધુ હોવાનું માનવામાં આવે છે. ભારતનાં વિવિધ રાજ્યમાં વસતા બ્રાહ્મણો ગોત્ર ઉપરાંત તેમની પેટાજ્ઞાતિથી ઓળખાય છે. બ્રાહ્મણો મુખ્યત્વે પોતાની પેટાજ્ઞાતિમાં જ વૈવાહિક સંબંધ બાંધતા હોય છે.

 

૧૦) પૌરાણિક કાળના બ્રાહ્મણો:

સત્યયુગના સમયમાં એટલેકે મહાભારતના યુદ્ધની પૂર્વે હજાર વર્ષ પહેલાંથી હિંદુસ્તાનમાં ઉત્તર સંસ્કૃતિનો આરંભ થઈ ગયો હતો. છેક પ્રાચીન કાળમાં પ્રાચીન સરસ્વતી નદીથી સિંધુ નદી સુધીના સુપ્રસિદ્ધ પ્રદેશમાં બ્રાહ્મણોની જ વસ્તી હતી. તેઓના મુખ્ય ધર્મ તો તપશ્ચર્યાનો હતો, છતાં ક્રમે ક્રમે તેઓએ યજ્ઞાદિ કર્મોની પણ યોજના કરી હતી. નદીઓના તટો ઉપર ફળફૂલથી લચી રહેલાં અરણ્યોમાં આશ્રમો બાંધીને અથવા પર્વતોની ગુફાઓમાં માત્ર વલ્કલ ધારણ કરી અને કુદરતે અર્પણ કરેલો ફળકંદથી ક્ષુધાની શાંતિ કરીને તેઓ દેવતત્ત્વ, ઈશ્વરતત્ત્વ અને બ્રહ્મતત્ત્વનું ચિંતવન કરવામાં જ પોતાનું આયુષ્ય ગાળતા. સમાધિ અવસ્થામાં તેઓને જે જે સત્યોની પ્રતીતિ થતી, તે તે સત્યોને તેઓ પોતાની કાવ્ય વાણીમાં અમર કરી ગયા છે. તેથી તેઓ ઋષિઓ અથવા મંત્રદ્રષ્ટાઓ કહેવાય છે. અને તેથી જ તેઓનાં કાવ્યો મંત્રો અથવા વેદજ્ઞાન કહેવાય છે.

વેદકાળના મહાન બ્રાહ્મણો જેઓ ઋષિઓ તરીકે જાણીતા હતા, એમણે આધ્યાત્મિકતાથી ભરપૂર અને વિદ્વતાપૂર્ણ અનેક ગ્રંથોની રચના કરી છે, જેમાં ૪ વેદ, ૪ ઉપવેદ, ૪ બ્રાહ્મણ ગ્રંથ, ૬ આરણ્યક ગ્રંથ, ૧૦૮ ઉપનિષદ, ૬ વેદાંગ અને ૬ દર્શનનો સમાવેશ થાય છે. આ વૈદિક સાહિત્યની રચના પછીના સમયમાં ઋષિઓએ ૧૦૦થી પણ વધારે સ્મૃતિગ્રંથો, ૧૦૦થી પણ વધારે સંહિતાઓ, ૧૮ પુરાણો, ૧૮ ઉપપુરાણો, અનેક સુત્રગ્રંથો, અનેક પ્રાતીશાખ્ય, મહાભારત જેવા  ગ્રંથો રચેલા છે. આ બધા જ ગ્રંથો  શાસ્ત્રો તરીકે ઓળખાય છે.

 

આ બધા ગ્રંથોમાં આધ્યાત્મિક જ્ઞાન ઉપરાંત ભૌતિક વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, શિલ્પ, વર્ણાશ્રમ, રાજા અને પ્રજાના ધર્મનાં વર્ણન પણ છે. ઉપરાંત તેમાં બ્રહ્મ, સૃષ્ટિ, ગણિત, તત્વજ્ઞાન, યુદ્ધકલા, નાટ્ય શાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર,  યોગ, આયુર્વેદ, વાણીજ્ય, કૃષિ, ધનુર્વિદ્યા, નૌકા, વિમાન, દુરસંચાર (તાર -ટેલીગ્રામ), જેવા વિષયોનાં વર્ણન પણ છે.

આ ગ્રંથોનું જ્ઞાન આજે પણ પ્રસ્તુત છે. તેમાંથી કેટલાય ગ્રંથોનું અનેક વિદેશી ભાષાઓમાં ભાષાંતર થયેલું છે અને વિશ્વભરના વિદ્વાનોએ આ ગ્રંથોમાં દર્શાવેલ જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની અત્યંત સરાહના કરેલી છે. આ બધા ગ્રંથો અને તેમાં સમાવિષ્ટ જ્ઞાન એ ભારતના બ્રાહ્મણો તરફથી જગતને મોટી સાંસ્કૃતિક ભેટ છે.

બ્રાહ્મણકાળનો અથવા સત્યયુગના કાળનો નિર્ણય કરવા સચોટ પ્રમાણ તો ઉપલબ્ધ સાધન નથી; તોપણ ઋગ્વેદિક ઇંડિઆ નામના ગ્રંથમાં અવિનાશચંદ્ર દાસે એમ સ્થાપિત કરવાનો યત્ન કર્યો છે કે, ભૂસ્તરના ચતુર્થ યુગ પહેલાં એટલે લગભગ સાડાપાંચ લાખ વર્ષ પહેલાં સપ્તસિંધુ પ્રદેશની ચારે બાજુ મોટા મોટા સમુદ્રો હતા. તે સમયમાં ઋગ્વેદના કેટલાક મંત્રો રચાયા છે. તે ઉપરથી બ્રાહ્મણકાળ ઓછાંમાં ઓછાં સાડાપાંચ લાખ વર્ષો પહેલાં પ્રવર્તતો હતો, એમ તેઓ અનુમાન કરે છે.

આ બ્રાહ્મણકાળમાં અંગિરા, અથર્વ અને ભૃગુ ઋષિઓનાં કુળો મુખ્ય હતાં. અંગિરાના પુત્ર બૃહસ્પતિએ પણિઓનો નાશ કર્યો હતો. વિમદ ઋષિએ પણિઓ પાસેથી અંગિરાઓની ગાયો છોડાવી હતી. નમી આપ્ય ઋષિએ વૃત્રોના સરદાર નમુચિને હરાવીને તેના સો કિલ્લાઓ તોડી નાખ્યા હતા અને તેની રાજધાનીનો નાશ કર્યો હતો. દભીતિએ ધુનિ અને ચુમુરની એક્ત્ર સેનાનો પરાજય કર્યો હતો અને તેઓના ૩૦,૦૦૦ યોદ્ધાઓને રણસંગ્રામમાં કાપી નાખ્યા હતા. એતશ તથા રથે વૃત્રોના ૯૯ કિલ્લાઓ તોડી નાખી તેઓની સેનાનો નાશ કર્યો હતો. ઋજિધાને પિયુઓની સાથે વિગ્રહ થયો હતો. તે વિગ્રહમાં તેણે તેઓનાં કિલ્લાબંધ સો શહેરોનો નાશ કર્યા અને તેઓના સરદાર વૃગંદ સહિત ૫૦,૦૦૦ યોદ્ધાઓને મારી નાખ્યા હતા. અંગિરા ગોત્રના અર્જુનીના પુત્ર કુત્સ ઋષિને તો એક તરફ અસુરોના રાજા શુષ્ણ સાથે નૌકાયુદ્ધ થયું હતું. બીજી તરફ ગાંધર્વો એટલે ગાંધાર દેશના લોકો સાથે તેને લડવું પડ્યું હતું અને ત્રીજી તરફ આર્ય રાજાઓ સાથે પણ તેને અનેક વિગ્રહોમાં ઊતરવું પડ્યું હતું. આ સઘળા વિગ્રહોમાં તેણે વિજયો મેળવ્યા હતા અને એકસંપી કરીને આવેલા રાજાઓને તેણે નમાવ્યા હતા.

પૌરાણિક કાળમાં મહાપ્રતાપી પરશુરામે પૃથ્વીને ૨૧ વાર નક્ષત્રી કરી હતી એવા ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. અર્થાત્ બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામે જયારે ક્ષત્રિયોનો તાપ અને ત્રાસ બહુ વધી ગયો હતો ત્યારે ૨૧ મોટાં યુધ્ધો લડીને તમામ ક્ષત્રિય રાજાઓને પરાસ્ત કર્યા હતા.

મહાભારત કાળમાં ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ કૃપાચાર્ય, અશ્વત્થામા જેવા અનેક મહાશક્તિશાળી બ્રાહ્મણ યોધ્ધાઓ રાજનીતિમાં તેમજ યુદ્ધ દરમ્યાન ઘણો અગત્યનો ભાગ ભજવતા હતા.

આવી અનેક હકીકતો ઉપરથી કહી શકાય કે બ્રાહ્મણકાળમાં બ્રાહ્મણો પાસે વિદ્વતા તો હતી જ, પરંતુ તેની સાથે રાજસત્તા પણ હતી અને બ્રાહ્મણો જ્ઞાન અને શિક્ષણ ઉપરાંત યુદ્ધકલામાં પણ નિપૂર્ણ હતા. તદુપરાંત તે સમયના તપસ્વી બ્રાહ્મણોનાં શરીર પણ એવાં દ્રઢ અને મજબૂત હતાં કે મહર્ષિ દધીચિનાં હાડકાંમાંથી વજ્ર જેવું અમોઘ શસ્ત્ર બનાવવામાં આવ્યું હતું.

 

૧૧) મધ્યકાલીન કાળના બ્રાહ્મણો:

મધ્યકાલીન કાળમાં બ્રાહ્મણોનું પ્રભુત્વ ઘટ્યું હતું, તો પણ સમાજમાં સૌથી વધારે માન બ્રાહ્મણોનું હતું. શિક્ષા અને વિદ્યામાં બધાથી ઊંચા તેઓ જ હતા, તેથી બધા વર્ણોવાળા તેમની પ્રધાનતા માનતા. ઘણાં અગત્યનાં કાર્યો લગભગ બ્રાહ્મણોને માટે જ સુરક્ષિત રહેતાં. તેઓ શાસન કાર્યમાં પણ પૂરતો ભાગ લેતા. પ્રાયઃ મંત્રી અથવા દિવાન પણ બ્રાહ્મણો જ રહેતા અને કોઈ વાર સેનાપતિ પણ બનતા. મૌર્ય યુગમાં આચાર્ય ચાણક્ય પોતાની તેજસ્વી બુદ્ધિ, યુદ્ધકલા, દૂરંદેશી, કુટિલનીતિના જ્ઞાન અને પ્રભાવથી રાજા કરતાં પણ ઊંચું સ્થાન ભોગવતા હતા. મોગલ સમયમાં સેનાપતિ હેમચંદ્રાચાર્ય (હેમુ) પણ બ્રાહ્મણ હતા અને શક્તિશાળી રાજા ગણાતા હતા. અકબરના દરબારનાં નવ રત્નોમાં રાજા બીરબલ. રાજા ટોડરમલ, સંગીત સમ્રાટ તાનસેન વિગેરે પણ બ્રાહ્મણ જ હતા. 

 

ગુર્જર દેશનો પ્રથમ ઉલ્લેખનીય રાજા હરિચંદ્ર બ્રાહ્મણ હતો. મશહુર ચીની મુસાફર યુઆન શ્વાંગ (હ્યુ એન સંગ)ની નોંધ પ્રમાણે ઉજ્જયિનીમાં રાજા બ્રાહ્મણ કુળના હતા. ઉલ્લેખનીય વાત તો એ છે કે દસમી સદીમાં વિધર્મી આક્રમણોનો સામનો કરનાર, મહંમદ ગઝની સામે લડનાર અફઘાનિસ્તાનના શાસકો પણ બ્રાહ્મણ હતા.

તદુપરાંત મધ્યયુગમાં આર્યભટ્ટ, વરાહમિહિર, કવિ કાલિદાસ, કવિ માઘ, તાનસેન, બૈજુ બાવરા, તાનારીરી, જેવા અનેક બ્રાહ્મણોએ વિજ્ઞાન, સાહિત્ય અને કળાક્ષેત્રે પણ મોટું યોગદાન આપેલું છે.

૧૨) અર્વાચીનકાળના બ્રાહ્મણો:

નજીકના ભૂતકાળમાં એટલે કે મરાઠા યુગમાં છત્રપતિ શિવાજીએ તેમના અષ્ટ પ્રધાનમંડળના વડા તરીકે ‘પેશ્વા’ (દિવાન, અમાત્ય)નો હોદ્દો રાખ્યો હતો, જે મુખ્ય પ્રધાન અને મુખ્ય સેનાપતિ જેવો મહત્વનો હોદ્દો હતો. આ હોદ્દા પર પણ બ્રાહ્મણોની વરણી થઇ હતી. કાળક્રમે આ પેશ્વાઓ રાજા બન્યા હતા અને બાજીરાવ પેશ્વા, માધવરાવ પેશ્વા, નાનાસાહેબ પેશ્વા જેવા અનેક બ્રાહ્મણ સરદારોએ ઘણાં વર્ષો સુધી સફળ શાસન કર્યું હતું. બાજીરાવ પેશ્વા તો એટલો બહાદુર લડવૈયો અને કુશળ સેનાપતિ હતો કે તે ૪૨ યુધ્ધો લડ્યો અને તે દરેકમાં વિજયી થયો હતો.

આધુનિક સમયમાં પણ બિહાર અને બંગાળ બાજુના બ્રાહ્મણો લડાયકવૃતિ ધરાવે છે. ઉદાહરણ તરીકે વિગત જાણી લો કે સને ૧૮૪૨માં “બેન્ગાલ આર્મી” નામની લશ્કરની રેજીમેન્ટમાં ૬૭૦૦૦ હિંદુ સૈનિકો હતા, તેમાંથી ૨૫૦૦૦ બ્રાહ્મણ હતા.

પોતાના જ્ઞાન, બુદ્ધિ, ઉચ્ચ શિક્ષણ, વહીવટી ક્ષમતા અને અનુભવના આધારે બ્રાહ્મણો અંગેજ સમય દરમ્યાન અને તે પછી પણ સમાજ પર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા. આઝાદી પછીના સમયમાં પણ ઘણા બ્રાહ્મણોએ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યોના મુખ્યપ્રધાન જેવાં સર્વોચ્ચ સ્થાનો શોભાવ્યાં છે, તેમજ કેન્દ્ર તથા અનેક રાજ્યોમાં પ્રધાનો તરીકે તેમજ ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર સફળતાપૂર્વક શાસન પણ કર્યું છે.

જોકે પૌરાણિક કાળની કર્મ આધારિત વર્ણવ્યવસ્થા આધુનિક કાળમાં મહદ્ અંશે ખોરવાઈ ગઈ છે, જેથી બ્રાહ્મણો પોતાનો પરંપરાગત વ્યવસાયો છોડીને અન્ય વ્યવસાયોમાં પરોવાઈ જવા મજબૂર બન્યા છે. ઉપરાંત લોકશાહીનું દૂષણ ગણાય તેવા જાતિવાદ આધારિત રાજકારણના વર્ચસ્વને લીધે અને સમાજમાં ટકાવારીની દ્રષ્ટીએ લઘુમતીમાં હોવાથી (૧૯૩૧ની વસ્તીગણત્રી મુજબ ભારતમાં બ્રાહ્મણોની સંખ્યા કુલ વસ્તીના માત્ર ૪.૩૨% હતી) તેમજ બ્રાહ્મણસમાજ સંગઠિત ના હોવાને લીધે હાલે બ્રાહ્મણો સક્રિય રાજકારણમાં મોટો ભાગ ભજવી શકતા નથી. વળી અમુક સરકારી નીતિઓને લીધે ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર પણ બ્રાહ્મણોનું વર્ચસ્વ અત્યારે ઘટી ગયું છે.  

૧૩) બ્રાહ્મણોનું મહત્વ:

આપણે જોયું કે પૌરાણિક કાળમાં બ્રાહ્મણો સમાજમાં બહુ જ ઊંચું સ્થાન ધરાવતા હતા. તે સમયે બ્રાહ્મણો વિદ્વાન તો હતા જ સાથે સાથે બહાદુર યોદ્ધા પણ હતા અને કુશળ રાજનીતિજ્ઞ પણ હતા. ઘણી જગ્યાએ બ્રાહ્મણો રાજા પણ હતા. અને તે સિવાયની જગ્યાઓમાં તેઓ રાજાઓના ગુરુ હતા, જેથી રાજકાજના દરેક અગત્યના નિર્ણયમાં તેમની સલાહ લેવાતી. ભગવાન પરશુરામ, ગુરુ દ્રોણ, અશ્વત્થામા જેવા અનેક બ્રાહ્મણ યોધ્ધાઓ તેમની વીરતા માટે ખ્યાતનામ હતા. મહર્ષિ ભૃગુ તો એટલા પ્રભાવશાળી હતા કે સાક્ષાત ભગવાન વિષ્ણુની છાતીમાં તેમણે પગથી પ્રહાર કર્યો ત્યારે સ્વયં વિષ્ણુએ તેમની માફી માગતાં કહ્યું હતું કે મારી કઠોર છાતી વડે આપના નાજૂક પગને ઈજા પહોંચી હશે તે બદલ હું આપની માફી માગું છું. તે સમયમાં આવો હતો બ્રાહ્મણોનો પ્રભાવ.

પરંતુ સમયનું ચક્ર ક્યારેય સ્થિર રહેતું નથી પણ હમેશાં ફરતું જ રહે છે. ચક્રના જે પાસા ઉપર હોય તેમને નીચે આવવું જ પડે છે અને નીચેના પાસા ઉપર તરફ ગતિ કરે છે. તે મુજબ મધ્યકાલીન યુગમાં બ્રાહ્મણોનો પ્રભાવ ઓસરવા લાગ્યો હતો. એક તો જૈન અને બૌદ્ધ ધર્મની સ્થાપના અને પ્રચારથી અને વિદેશી આક્રમણખોરોને લીધે હિંદુ ધર્મનો પ્રભાવ ઘટ્યો. બીજું વર્ણવ્યવસ્થામાં રૂઢીચુસ્તતા વધવાથી સમાજના જુદા જુદા ઘટકો વચ્ચે તણાવ વધ્યો અને સનાતન ધર્મ સમાજનો પીડિત અને શોષિત વર્ગ બીજા ધર્મો અને સંપ્રદાયો તરફ વળ્યો, જેવા કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, કબીર પંથ, શીખ ધર્મ, વિગેરે. આ બધા ધર્મ અને સંપ્રદાયમાં બ્રાહ્મણોનું અસ્તિત્વ જ નહોતું. ત્રીજું બ્રાહ્મણોએ સમાજને વેદ (પરમેશ્વર દ્વારા અપાયેલ જ્ઞાન) આધારિત આધ્યાત્મિકતાને બદલે પુરાણો જેવાં મનુષ્યો દ્વારા રચાયેલાં શાસ્ત્રો આધારિત ધાર્મિકતા તરફ એટલેકે કર્મકાંડ તરફ વાળ્યો. તદુપરાંત બ્રાહ્મણોએ સમાજના દરેક વર્ગને ધર્મ અને ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન આપવાને બદલે આ દરેક વિધિઓ પોતાને જ હસ્તક રાખી. કર્મકાંડ આધારિત ધર્મની આ વિચારસરણી કાળક્રમે વિજ્ઞાન આધારિત પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ સામે ટકી શકી નહીં, જેને લીધે સનાતન ધર્મ નબળો પડતો ગયો અને બ્રાહ્મણોનો પ્રભાવ પણ ઘટતો ગયો.

જો કે આ મધ્યકાલીન સમયમાં પણ કેટલીક જગ્યાએ બ્રાહ્મણો રાજા તરીકે શાસન કરતા હતા અને કેટલાક રાજાના ગુરુ, મંત્રી, દિવાન, સેનાપતિ અથવા સલાહકાર તરીકે પણ બ્રાહ્મણો હતા, જેવા કે આચાર્ય ચાણક્ય, સેનાપતિ હેમુ, રાજા બીરબલ, રાજા ટોડરમલ, બાજીરાવ પેશ્વા, માધવરાવ પેશ્વા, સમર્થ રામદાસ (શિવાજીના ગુરુ) વિગેરે. વળી આ જ સમયમાં આદિ શંકરાચાર્યે સનાતન ધર્મને ફરીથી નવપલ્લવિત કર્યો. આમ મધ્યકાલીન યુગમાં બ્રાહ્મણોનો પ્રભાવ ઘટ્યો હતો, છતાં પણ તેઓ સમાજનું એક મહત્વનું અંગ બની રહ્યા હતા.

પરંતુ અર્વાચીનયુગમાં ક્રૂર કાળની થપાટોથી બ્રાહ્મણોની પડતી વધુ તિવ્ર બની અને તેમણે સમાજમાં પોતાનો પ્રભાવ ગુમાવ્યો. એટલું જ નહીં, તેમને પોતાના પરંપરાગત વ્યવસાયો છોડીને અન્ય વ્યવસાયો તરફ વળવાની ફરજ પણ પડી. બ્રાહ્મણો તેમની ધરોહર ગણાય તેવી વૈદિક સંસ્કૃતિથી મધ્યકાલીન સમયથી જ વિમુખ થતા ગયા હતા અને આધુનિક કાળમાં વિજ્ઞાન આધારિત પશ્ચિમી સંસ્કૃતિઓના આક્રમણથી તેમનો પ્રભાવ સાવ સમાપ્ત થઇ ગયો.  

જો કે આ કપરા સમયમાં પણ ઘણા બ્રાહ્મણો પોતાના ભવ્ય પ્રભાવી ભૂતકાળના ચમકારા બતાવી શક્યા છે, જેમ કે ૧૮૫૭ના બળવાના મુખ્ય સરદારોમાં મોટા ભાગના સરદારો જેવા કે બળવાની શરૂઆત કરનાર મંગલ પાંડે, છેલ્લા પેશ્વા નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ તમામ બ્રાહ્મણ હતા. જો કે અંગ્રેજોની ચાલાકી અને દેશી લોકોમાં સંગઠન, નિર્ણયશક્તિ અને યોગ્ય વ્યૂહરચનાના અભાવથી આ બળવો નિષ્ફળ ગયો. પ

Author: Sureshbhai Trivedi Read More...

તંદુરસ્તી વિષે લખવાનું નક્કી તો કર્યું, પણ શરૂઆત કયા વિષયથી કરવી તે નક્કી કરવામાં જ મુંઝવણ ઉભી થઇ. છેવટે એમ વિચાર્યું કે ચાલો કક્કાના સૌ પ્રથમ અક્ષર 'ક' થી જ શરુ કરીએ.

તો ઘણા બધા લોકોને જેની તકલીફ હોય છે, વળી પાછી દરરોજની તકલીફ હોય છે, આમ એકદમ સામાન્ય રોગ કહેવાય (કદાચ કેટલાક જણ તેને રોગ તરીકે ગણતા પણ નહિ હોય), પરંતુ તેમાંથી બીજા અનેક મોટા રોગ થવાની શક્યતા હોય છે, એવી જનસામાન્ય શારીરિક તકલીફ જો કોઈ હોય તો તે કબજીયાતની તકલીફ છે. તો તંદુરસ્તીને લગતી લેખમાળાની શરૂઆત તેનાથી જ કરું. તો પ્રસ્તુત કરું છું કબજીયાતને કંટ્રોલ કરે તેવી કેટલીક કુદરતી કરામતો:     

૧) આપણી અત્યારની દોડધામ અને ભાગમભાગવાળી તથા સમયના અભાવને લીધે તણાવગ્રસ્ત બનેલી જીવનશૈલીમાં જો સવારના પહોરમાં પેટ સાફ આવી જાય, તો આખો દહાડો સુધરી જાય. તો કબજીયાતની તકલીફથી પીડાતા મિત્રો માટે પહેલું સૂચન છે, સવારમાં એક થી બે ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાનું. 

એક અભિપ્રાય મુજબ સવારે બ્રશ કર્યા પહેલાં, એટલેકે વાસી મોં હોય ત્યારે આવી રીતે પાણી પીવાથી મોંમાં રહેલી વાસી લાળ પેટમાં જાય છે. હવે મોંની લાળ 'ક્ષારિય' હોય છે અને વાસી લાળ વધારે ક્ષારિય હોવાથી પેટમાં રહેલા 'એસીડ'ને શાંત કરી વધુ ફાયદો કરે છે. આમછતાં જે કોઈને બ્રશ કર્યા પહેલાં પાણી પીવાનું યોગ્ય લાગતું ના હોય, તેઓ બ્રશ કર્યા પછી પાણી પીવાનું રાખે, તો પણ કંઇ વાંધો નહિ.

યાદ રાખો કે પાણી હૂંફાળું ગરમ હોવું જોઈએ એ પાયાની જરૂરિયાત છે. શરૂઆત એક ગ્લાસ પાણી પીવાથી કરવી અને થોડા દિવસ પછી થોડું થોડું વધારે પાણી લેવાની ટેવ પાડી બે ગ્લાસ પાણી સુધી પહોંચવું.

આટલું પાણી પેટમાં જાય એટલે તેના દબાણથી અને ગરમ પાણીની ગરમીથી આંતરડાં સક્રિય બને છે, જેનાથી તેમાં રહેલો મળ આગળ ધકેલાય છે અને તમને હાજત માટેની સંવેદના થાય છે, એટલે કે શરીર તમને સિગ્નલ આપે છે.

૨) બીજી સલાહ છે હાજત માટેની આ સંવેદના એટલે કે સિગ્નલને ઓળખવાની અને તેને મહત્વ આપી, બીજું બધું કામ છોડી સીધા ટોઇલેટમાં જવાની. કબજીયાતની તકલીફવાળા લોકોએ યાદ રાખવું કે જયારે આપણાં આંતરડાં હાજત માટે તૈયાર થાય, ત્યારે તરત જ હાજત માટે જઈએ, તો પેટ સારી રીતે સાફ થાય છે.

મને યાદ છે કે અમે નાના હતા ત્યારે સવારે ઉઠીને રમવામાં મશગુલ થઇ જઈએ અને ન્હાવાનું કે જમવાનું યાદ પણ ના કરીએ, ત્યારે મારાં બા અમને એક કહેવત ખાસ કહેતાં કે "સો કામ મૂકીને ન્હાવું અને હજાર કામ મૂકીને ખાવું". હવે આ કહેવતને થોડી લંબાવીને કહું તો "લાખ કામ મૂકીને કુદરતી હાજતે જવું !!"

એક વાત તો માનવી પડશે કે કુદરતે આપણું શરીર એટલું સરસ બનાવ્યું છે કે જો આપણે તેને પૂરેપૂરું ઓળખી લઈએ અને સમજી લઈએ, તો આપણને શારીરિક તકલીફો ભાગ્યેજ થાય. આપણું શરીર તેની દરેક જરૂરિયાત માટે આપણને સિગ્નલ મોકલે છે, જેમકે પેટ ખાલી થાય એટલે આપણને ભૂખ લાગે, શરીરને પાણીની જરૂર પડે એટલે આપણને તરસ લાગે, તે જ રીતે શરીરમાં પ્રવાહી કચરો ભેગો થઇ જાય એટલે આપણને પેશાબ કરવા જવાની જરૂરિયાતનું સિગ્નલ મળે છે અને ઘન કચરો ભેગો થઇ જાય અને આંતરડાં આ કચરો બહાર ફેંકવા તૈયાર થાય ત્યારે આપણને હાજત માટે જવાની જરૂરિયાતનું સિગ્નલ મળે છે. 

એટલે કુદરતી હાજત માટે તમારું શરીર જેવું તમને સિગ્નલ આપે કે તરત જ ટોઇલેટમાં જાઓ. મોટે ભાગે લોકો સવારે છાપું વાંચવામાં, ટીવી કે મોબાઈલ જોવામાં અથવા વાતો કરવામાં એવા મશગુલ થઇ જાય છે કે, શરીરનાં આ સિગ્નલો ઉપર ધ્યાન આપતાં નથી અને પોતાની નવરાશે ટોઇલેટમાં જાય છે, તેથી યોગ્ય પરિણામ મળતું નથી. તો શરીરના આ સિગ્નલને ઓળખો અને તેને તરત જ અનુસરો

૩) હવે ત્રીજી ટીપ છે એક્યુપ્રેશરને લગતી. આપણા ચહેરામાં હડપચી કે દાઢીનો જે ભાગ છે તેની બિલકુલ વચ્ચેનું પોઇન્ટ દબાવવાથી પણ આંતરડાં સક્રિય થાય છે. તો જયારે તમે ટોઇલેટમાં બેઠા હો, ત્યારે જ હાથના અંગુઠાથી આ પોઈન્ટ પર સહન થઇ શકે એટલું દબાણ આપો અને ૧૦-૨૦ સેકન્ડમાં જ તમને તેનું રિઝલ્ટ મળશે.

૪) અને છેલ્લી ટીપ છે ટોઇલેટના કમોડને લગતી. તાજેતરના રીસર્ચ પ્રમાણે, જો દેશી કમોડનો ઉપયોગ કરીએ તો તેમાં આંતરડાંનો અંતભાગ પુરેપુરો ખુલ્લે છે, જેથી તે સંપૂર્ણ સાફ થઇ શકે છે. જયારે ઉભું કમોડ, એટલે કે વેસ્ટર્ન કમોડના ઉપયોગ વખતે શારીરિક સ્થિતિ મુજબ આંતરડાંનો અંતભાગ દબાયેલો રહે છે, જેથી તે પૂરાં સાફ થઇ શકતાં નથી. તો કબજીયાતની તકલીફવાળા માટે દેશી કમોડનો ઉપયોગ સલાહભર્યો છે.

અત્યારે આધુનિકતાની માંગ પ્રમાણે, પગ તથા ઘૂંટણની તક્લીફોને લીધે અને દેખાવ તથા સ્વચ્છતાની જરૂરિયાત મુજબ વેસ્ટર્ન કમોડ હવે લગભગ દરેક ઘરમાં ફરજીયાત થઇ ગયાં છે. તેથી જો તમારે વેસ્ટર્ન કમોડ જ વાપરવું પડતું હોય અને કબજીયાતની તકલીફ હોય તો તેનો પણ એક ઉપાય છે. પગ નીચે ૧૦ કે ૧૨ ઈંચનું નાનું સ્ટૂલ કે ઉંચો પાટલો મુકવો, જેથી આંતરડાં માટે હાજતને અનુકૂળ એવી શરીરની સ્થિતિ સર્જાશે, જે પેટ સાફ લાવવામાં મદદરૂપ થશે.                     

તો આ હતી કબજીયાતને કાબુમાં લાવે એવી થોડી ટીપ્સ. તમે જોયું હશે કે મેં કોઈ પણ દવાનું સૂચન કર્યું નથી અને ફક્ત કુદરતી ઉપાયો જ બતાવ્યા છે. 

જે લોકોને કબજીયાતની તકલીફ ઘણા વખતથી હોય, તે માટે કોઈ દવા લેતા હોય, જેમનાં આંતરડાં નબળાં પડી ગયાં હોય અથવા બીજા રોગો હોય, તેમણે ધીરજ રાખી ૧૦-૧૫ દિવસ સુધી આ પ્રયોગ ચાલુ રાખવો, તો જરૂર ફાયદો થશે. 

ડિસ્ક્લેમર: આ લેખમાં બતાવેલી ટીપ્સનો અમલ નિષ્ણાત ડોક્ટરની સલાહ લીધા પછી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ જ કરવો.

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

- સુરેશ ત્રિવેદી

Blog: www.dadajinivato.wordpress.com

Email: [email protected]

Author: Sureshbhai Trivedi Read More...

મારા જીવન ઘડતરમાં સૌથી મોટો પ્રભાવ પડ્યો હોય તો તે મારા બાપા અને બાનો હતો. મારા બાપા, ચીમનલાલ ત્રિવેદી, સરળ સ્વભાવના આનંદી માણસ અને આજન્મ શિક્ષક. ઊંચું ભરાવદાર શરીર, ગોળ મોઢું, મોટી પ્રેમાળ આંખો, માથે ચમકતી ટાલ, દૂધ જેવા સફેદ ઝભ્ભા ઉપર કાળી બંડી પહેરે, તેવુંજ સફેદ ધોતિયું અને પગમાં ચામડાની સાદી મોજડી. દેખાવ પરથીજ પ્રભાવશાળી વડીલ તરીકે માન આપવાનું મન થાય તેવું વ્યક્તિત્વ. ઓછાબોલો સ્વભાવ પણ મનપસંદ વિષય પર વાત કરવાની તક મળે તો કલાકો સુધી અસ્ખલિત બોલી શકે.

તે જમાનામાં ચુસ્ત કહેવાય એવા બ્રાહ્મણ પરિવારમાં જન્મ એટલે બાપા પણ ધાર્મિક ભાવનાવાળા હતા, પરંતુ તેઓ કર્મકાંડમાં ખાસ શ્રદ્ધા રાખતા નહિ. તેઓ દરરોજ ગીતાપાઠ અને માળા કરતા, પણ સેવાપૂજા અને ટીલાંટપકાંમાં માનતા નહિ. ચાલવા નીકળે તો મંદિરે જાય, પરંતુ દરરોજ મંદિરે જવું જ જોઈએ તેવું માને નહિ. ખરેખર તો તેઓ વાસ્તવવાદી હતા. તેઓ એટલા ફરજપરસ્ત હતાં કે તેમને આદર્શ બ્રાહ્મણને બદલે આદર્શ શિક્ષક થવું વધારે પસંદ હતું. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે : I યોગ: કર્મસુ કૌશલમ્ I અર્થાત પોતાનું કર્મ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ. ગીતાનો આ ઉપદેશ તેમણે બરાબર પચાવ્યો હતો. તેમણે શિક્ષક તરીકેના ધર્મનું ચોકસાઈપૂર્વક અને ચીવટપૂર્વક પાલન કરવા બ્રાહ્મણધર્મના પાલનમાં થોડીઘણી બાંધછોડ કરી હતી.

શિક્ષક તરીકે તેઓ પ્રેમાળ પણ કડક શિસ્તપાલનના આગ્રહી. સમયપાલનના એવા પાબંદ કે રહેઠાણ અને નિશાળ જોડે જ હતાં, પણ દરરોજ સમય પહેલાં જ નિશાળમાં હાજર થઇ જાય અને સાંજે સમય પૂરો થયા પછી જ ઘેર જાય. બાજુમાં જ ઘર હોવા છતાં નિશાળના સમય દરમ્યાન ક્યારેય જમવા માટે કે ચા પીવા માટે પણ ઘેર ન જાય.

વિદ્યાર્થીઓને ભણાવવાની તેમની પદ્ધતિ સરળ અને જલ્દી સમજણ પડે તેવી હતી. તે સમયમાં ગણિતનો વિષય ખૂબ અગત્યનો પરંતુ ઘણો અઘરો વિષય ગણાતો. શાળામાં કોઈપણ ઇન્સ્પેકશન આવે તો વિદ્યાર્થીઓને ગણિતના જ સવાલ પૂછાતા અને ગણિતના વિષયની આવડત મુજબ જ વિદ્યાર્થીની હોશિયારી નક્કી થતી. તેથી ગણિતનો વિષય સારી રીતે ભણાવી શકે તેવા શિક્ષકને ઘણું માન મળતું. બાપા ગણિતના વિષયના ઊંડા જાણકાર હતા. ઉપરાંત ગણિત જેવો અઘરો વિષય દાખલા (ઉદાહરણ) આપીને એવી રીતે સમજાવતા કે વિદ્યાર્થીઓને તરત જ ગળે ઉતરી જતું. આજ રીતે બીજા બધા વિષય પણ તલ્લીનતાથી અને ઓતપ્રોત થઈને ભણાવતા. તેમની પાસે ભણવામાં વિદ્યાર્થીઓને એટલી મજા પડતી કે વિદ્યાર્થીઓ તેમના પિરીયડની રાહ જોતા. તેમની ભણાવવાની પદ્ધતિ તેમના ઘણા વિદ્યાર્થીઓ આજે પણ યાદ કરે છે.

ભણાવવા ઉપરાંત ચિત્રકામ, કાગળકામ, પૂઠાકામ, ગીત-સંગીત, નાટક, રમતગમત, કસરત જેવી દરેક ઈતર પ્રવૃત્તિમાં પણ તેમની કુશળતા હતી અને વિદ્યાર્થીઓ આ બધી કળાઓમાં રસ લે અને નિપૂર્ણ થાય તેવા પ્રયત્ન તેઓ કરતા.

વિદ્યાર્થીઓ અને ગામલોકોમાં બાપાની લોકપ્રિયતાનું બીજું એક કારણ હતું તેમની વાર્તાઓ કહેવાની આવડત. તે જમાનામાં મનોરંજનના એક સાધન તરીકે સારી રીતે વાર્તાઓ રજૂ  કરી શકે તેવી વ્યક્તિઓનું ઘણું મહત્વ હતું. બાપા પૌરાણિક તથા ઐતિહાસિક કથાઓના અભ્યાસુ હતા અને લોકોને રસ પડે તેવી શૈલીમાં વાર્તાઓ કહેવામાં નિપૂર્ણ હતા. બાપા જયારે મહાભારત તથા રામાયણના પ્રસંગો કે પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ કે શિવાજી મહારાજની વાર્તાઓ કહેવાની શરુ કરે ત્યારે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ બીજા શિક્ષકો અને ગામલોકો પણ એકઠા થઇ જતા અને કલાકો સુધી રસથી વાર્તા સાંભળતા.

પુસ્તકવાંચનનો બાપાને ઘણો શોખ અને વિદ્યાર્થીઓ વધુ ને વધુ પુસ્તકો વાંચે તેવો તેમનો આગ્રહ. તેમણે જે જે શાળાઓમાં કામ કર્યું, ત્યાં બધેજ વ્યવસ્થિત પુસ્તકાલયની સ્થાપના કરી. પુસ્તકો માટે સરકારી બજેટ તો બહુ ઓછું મળતું, તેથી ફંડ ઉભું કરવા વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં નાટકનું આયોજન કરી, બધા ગામલોકોને એકઠા કરતા અને જાતે લોકોને સમજાવી ગામફાળો એકત્ર કરી તેમાંથી પુસ્તકો મંગાવતા. આ પુસ્તકાલયની સગવડ વિદ્યાર્થીઓ ઉપરાંત ગામલોકો માટે પણ નિ:શુલ્ક ઉપલબ્ધ રહેતી, જેથી ગામલોકો પણ તેનો ઘણો લાભ લેતા.    

તે જમાનામાં ખેતીના વ્યવસાયમાં જોડાયેલાં પરિવારોને બાળકોને ભણાવવાની જરૂર લાગતી નહિ, તેથી બાળકોમાં ભણતરનું પ્રમાણ ઘણું ઓછું હતું. આથી બાપા ગામના દરેક વાલીને મળીને તેમના બાળકને ભણવા મોકલવા સમજાવતા. તેમના પ્રયત્નોથી ભણી શકેલા ઘણા લોકો બાપાને યાદ કરતા મેં જોયા છે. નિ:સ્વાર્થભાવે કરેલા તેમના પ્રયત્નોથી ગામલોકોમાં તેમના માટે ઘણું માન અને આદર હતાં. તેઓ લોકપ્રિય શિક્ષક હતા અને ગામમાંથી તેમની બદલી ન થાય તે માટે ગામલોકો અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા. બધા ગામલોકો તેમને ‘સાહેબ’ કહેતા, એમાં સાહેબ તેમનું ઉપનામ બની ગયું હતું. આજે પણ માડકા ગામમાંથી કોઈ મળે તો બાપાનું નામ લીધા સિવાય ‘સાહેબ’ ના રેફરન્સથી જ વાત કરે છે.

બાપાના શિક્ષક તરીકેના જ્ઞાન અને અનુભવનો મને ઘણો લાભ મળ્યો. ૭મા ધોરણ સુધી તેમની પાસેજ ભણવાનું થયું. આથી વારસામાં મળેલ ગુણ ઉપરાંત મારું ગણિત પાકું થયું, ભણવામાં, ચિત્રકામ અને પૂઠાકામ જેવી કળાઓમાં અને ઈતરવાંચનમાં રૂચી વધી, જેથી ભવિષ્યની પરિક્ષાઓમાં ઉચ્ચ કક્ષાઓ મેળવવાનો પાયો તૈયાર થયો. એક આડવાત. હું ભણવામાં હોશિયાર હોવાથી બાપાનો ફેવરીટ વિદ્યાર્થી હતો. છતાં એકવાર મેં લેશન (હોમવર્ક) નહોતું કર્યું, ત્યારે બીજા વિદ્યાર્થીઓ સાથે મને પણ બાપાએ વર્ગમાં ઉભા રહેવાની સજા કરેલી. બાપ-બેટાનો સંબંધ તે વર્ગમાં ના ચલાવતા. આંખોમાંથી ટપકતાં આંસુ સાથે ઉભા રહીને લેશન પૂરું કર્યું ત્યારેજ સજા પૂરી થઇ. પછી તો હું એટલો સતર્ક થયો કે બીજીવાર સજા મળે તેવી ભૂલ ફરી ક્યારેય ના કરી.       

એકવાર ગામમાં નાટકમંડળી આવેલી. તે સમયે નાટક ચાલતું હોય તે જ વખતે નાટકનાં અમુક પાત્રો પ્રેક્ષકો વચ્ચે આવીને પ્રતિષ્ઠિત માણસો પાસેથી ફાળો ઉઘરાવે. જેવો તે વ્યક્તિ ફાળો જાહેર કરે કે તરતજ આ પાત્રો મોટેથી જાહેરાત કરે કે “ફલાણા ભાઈ અમુક રૂપીયાનો ફાળો આપે છે.” એટલે ચાલુ નાટક અટકાવી મંડળીના બધા સભ્યો જે તે વ્યક્તિનો જયજયકાર  બોલાવે. આમ ફાળો લખાવનારની જાહેરમાં વાહવાહ થાય. એકવાર બાપાએ ફાળો લખાવ્યો, પણ નામ આપ્યું ‘રામ ભરોસે’. તેથી તેમના નામની જાહેરાત ન થઇ. મારા બાલમિત્રો પોતપોતાના વાલીઓના નામની જાહેરાતથી પોરસાતા હતા. તેથી મારી તે વખતની બાળકબુદ્ધિ મુજબ ફાળો આપવા છતાં બાપાના નામની જાહેરાત ન થઇ તે મને પસંદ ન પડ્યું. બીજા દિવસે મેં નારાજગી વ્યક્ત કરી ત્યારે બાપાએ મને ગુપ્તદાનનું મહત્વ સમજાવ્યું કે આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે તે મુજબ જમણા હાથેથી દાન કરીએ તો ડાબા હાથને પણ ખબર ન પડે તેમ દાન કરવું જોઈએ.

તે વખતે તો મને આ વિચારસરણીમાં ખાસ સમજણ પડી ન હતી, પરંતુ જ્ઞાન અને અનુભવ મેળવ્યા પછી મને સમજાયું કે કોઈ પણ સારું કાર્ય સમાજમાં દેખાડો કર્યા સિવાય કરીએ તો જ તેનું સાચું મહત્વ છે. દાન કરવાથી પુણ્ય મળે છે, તેમ દરેક શાસ્ત્ર કહે છે. પરંતુ દાનની જાહેરાત કરીને યશ મેળવીએ તો દાનનો બદલો યશની પ્રાપ્તિ મારફત ત્યાં જ ચૂકવાઈ જાય છે અને ભગવાનને ચોપડે કશું પુણ્ય જમા રહેતું નથી. અર્થાત્ દાનની રકમની આરસપહાણની તકતીમાં જાહેરાત કરવામાં આવે તો ભગવાનને ચોપડે એવી નોંધ થાય કે એટલી રકમમાં આરસપહાણની તકતી ખરીદવામાં આવી છે. આમ આ એક વ્યાવહારિક સોદો કહેવાય, દાન ના કહેવાય. બાપાની આ શીખ અનુસરવાનો મેં જયારે પણ પ્રયાસ કર્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે આ ઘણું મુશ્કેલ કાર્ય છે. તમે માનતા ન હો તો પ્રયત્ન કરી જોજો. કદાચ આ વિચારસરણી ગીતાના યાદગાર સંદેશ “કર્મણ્યે વાધિકારસ્તે, મા ફલેષુ કદાચન -કર્મ કરો, પણ ફળની આશા ન રાખો” પર આધારિત હશે - “દાન કે પુણ્ય કરો પણ યશની આશા ન રાખો.”

થોડું વધુ વિચારતાં આ વિચારસરણી એવા લોકોને પણ લાગુ પડે છે, જેઓને પોતે કરેલું નાનું એવું સદ્કાર્ય પણ વારંવાર ગણાવવાની ટેવ હોય છે. સામાજીક સંબંધો જાળવવા લોકોને પોતાનાં સગાસંબંધીઓ, મિત્રો, પડોશીઓ અથવા સમાજ માટે કોઈવાર ઘસાવું પડે છે. આવા સંજોગોમાં સામાન્ય માણસો પોતે બીજા માટે કેટલો ભોગ આપ્યો છે તે વહેલામાં વહેલી તકે અને વધુમાં વધુ વ્યક્તિઓને જાહેર કરતા રહે છે, જયારે ઉત્તમ માણસો કયારેય પોતાનાં સદ્કાર્યોની જાહેરાત કરતા નથી.

હવે મૂળ વાત પર આવીએ. બાપા પોતાના દૂરંદેશીપણાથી બદલાતા સમય સાથે ઊચ્ચ ભણતરનું મહત્વ વધશે તે સમજી ચૂક્યા  હતા. તેથી અમે ત્રણે ભાઈબહેનને ઉત્તમ પ્રકારનું ઉચ્ચ શિક્ષણ મળે તેવા પ્રયત્ન તેમણે કર્યા. મને પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી નજીકની વાવ હાઈસ્કૂલમાં ભણવા માટે મોકલ્યો. પરંતુ ત્યાંનું શિક્ષણનું સ્તર બરાબર ન લાગતાં તેમણે અમે બંને ભાઈઓને અમારા ગામથી ૧૦૦ કીમી દૂર આવેલા પાલનપુર (બનાસકાંઠા જીલ્લાનું મુખ્ય મથક) ખાતે ભણવા મોકલ્યા. અમે ઘરથી દૂર અને હોસ્ટેલના વાતાવરણમાં રહીને સારી રીતે ભણી શકીશું એવી ખાત્રી થયા પછી બીજા વર્ષે તેમણે અમને ૨૫૦ કીમી દૂર આવેલા અમદાવાદ શહેરમાં મોકલ્યા. અમદાવાદમાં ગુજરાતની શ્રેષ્ઠ એજ્યુકેશન સગવડ હતી, પરંતુ તે જમાનામાં આર્થિક કારણોસર અમારા વાવ તાલુકામાંથી હાઈસ્કૂલથી આગળ કોલેજ કરવા બહુ જ ઓછા વિદ્યાર્થી જતા અને તેમાંય અમદાવાદ સુધી તો ભાગ્યે કોઈ જતું. પરંતુ બાપાએ અમને બંને ભાઈઓને પોસ્ટગ્રેજ્યુએશન સુધી ભણાવ્યા. તે વખતના શિક્ષકના ટૂંકા પગારમાંથી એકસાથે બે સંતાનોનો અમદાવાદ જેવા દૂરના  અને ખર્ચાળ શહેરમાં કોલેજના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ કાઢવો એ ઘણું મુશ્કેલ કાર્ય હતું. પરંતુ તેમણે હસતાં હસતાં આ કાર્ય પૂરું કર્યું. તેમના સ્વભાવ અને સિદ્ધાન્ત મુજબ તેમણે જિન્દગીપર્યંત અમને કયારેય કહ્યું પણ નથી કે અમને બંને ભાઈઓને ભણાવવામાં તેમણે કેટલી તકલીફ ભોગવી, કેટલી સુખસગવડોનો ત્યાગ કર્યો અને કેટલી જીવનજરૂરી ચીજોનો પણ અભાવ વેઠ્યો. આજે અમે બંને ભાઈ ભણીગણીને જિંદગીમાં પોતપોતાની રીતે ઘણાં સફળ અને સુખી થયા છીએ, તે બાપાનાં દૂરંદેશી, સ્નેહ, ત્યાગ અને આશીર્વાદથી જ છીએ અને તેમનો ઋણસ્વીકાર કરીએ છીએ.

       બાપાની આદર્શ શિક્ષકની ભૂમિકામાં અને અમારા સુંદર ઉછેરમાં મારાં બાનો ફાળો ઘણો મોટો હતો. મારાં બા, સરસ્વતીબેન કર્મશીલ ગૃહિણી, ક્રિયાશીલ શિક્ષકપત્ની અને પ્રેમાળ માતા હતાં. તે જમાનામાં કન્યા કેળવણી નહિવત હતી. તેથી તેમણે પણ અક્ષરજ્ઞાન મેળવેલું નહિ. પરંતુ શિક્ષકપત્ની તરીકે ‘અભણ’ની છાપ તેમને મંજુર ન હતી. તેથી લગ્ન પછી તેમણે બાપા પાસે ભણવાનું શરુ કર્યું અને તેમાં સારી હથોટી પણ મેળવી. તે પછી તો ગામની સ્ત્રીઓને ભાગવતના પાઠ કે ઓખાહરણની વાર્તા કડકડાટ વાંચી સંભળાવી તેનો વિસ્તાર અને અર્થ સમજાવતાં તેમને જૂઓ તો તમે કલ્પી પણ ના શકો કે તેમણે ભણવા માટે સ્કૂલમાં પગ પણ મુક્યો ન હતો.

       બા ઘરનું બધું કામ જાતેજ કરતાં અને તે પણ ભારે ચીવટ અને ચોકસાઈથી. આજની ગૃહિણી રસોઈગેસ, ફ્રીજ, મિક્ષર અને માઈક્રોવેવ ઓવન જેવાં આધુનિક ઉપકરણો અને ચોવીસ કલાક નળમાં વહેતા પાણીની સગવડ હોવા ઉપરાંત મોટા ભાગનું ઘરકામ ઘરઘાટી કે કામવાળી બાઈ પાસે કરાવે છે છતાં બાકીનું કામ કરવામાં પણ થાકી જાય છે. તેમને કદાચ કલ્પના પણ નહીં આવે કે તે વખતે ગૃહિણીઓને કેટલું બધું ઘરકામ કરવું પડતું અને તે પણ ભારે શારીરિક શ્રમ સાથે. સવારે વહેલા ઉઠીને પથ્થરની ઘંટી પર અનાજ દળવા બેસવાનું, તે પછી બેડું લઈને ગામના કુવે પાણી ભરવા જવાનું અને ત્યાં કૂવામાંથી ડોલથી પાણી સીંચીને કાઢવાનું. આખા કુટુંબ માટે પીવાનું અને વાપરવાનું બધું પાણી માથા પર ઉપાડીને જ લાવવું પડતું. આથી આવા ત્રણચાર ફેરા તો કરવા જ પડે. ઘેર આવીને ઘરની સાફસફાઈ કર્યા પછી ચૂલામાં લાકડાં અને છાણાં વડે ચા બનાવવાની અને ન્હાવા માટે પાણી ગરમ કરવાનું. ઘરના બધા સભ્યોને ન્હાવાનું પતી જાય એટલે બધાનાં કપડાં ધોવાનાં. તે પછી રસોઈ કરી બધાંને જમાડવાના અને પછી વાસણ તથા રસોડાની સફાઈ કરે ત્યારે નોનસ્ટોપ કામ કર્યા છતાંય બપોરના બે તો વાગી જ ગયા હોય.

બપોર પછીના સમયમાં વધારાનું કામ શરુ થાય જેમકે અનાજની સાફસફાઈ કરવાની, કારણકે તે વખતે આજની જેમ વિણાટ અનાજ નહોતું મળતું. ઉપરાંત કોઈવાર વડી કે પાપડ બનાવવાના હોય કે કોઈવાર બટાકાની કાતરી કે બીજી સુકવણી બનાવવાની હોય, કેમકે તે પણ આજની જેમ તૈયાર નહોતાં મળતાં. કોઈવાર ફાટેલાં કપડાં સાંધવાનાં હોય કે કોઈ દિવસ જૂનાં કપડાંમાંથી ગોદડાં બનાવવાનાં હોય. કોઈવાર મગ ભરડીને મગની દાળ બનાવવાની હોય તો કોઈવાર ચાનો મસાલો લોખંડના ખાંડણીયામાં ખાંડીને (મિક્ષરમાં નહિ) તૈયાર કરવાનો હોય. બપોરનું કામ પૂરું થાય ત્યાં સાંજની રસોઈ બનાવવાનો સમય થઇ જાય. સાંજે રસોઈ બનાવી, બધાને જમાડી, વાસણ તથા રસોડાની સફાઈ કરવાની. તે પછી  ફાનસની સફાઈ કરી કેરોસીન પૂરી ફાનસ પ્રગટાવી અજવાળું કરવાનું. છેલ્લે ખાટલા ઢાળીને બધાની પથારીઓ પાથરીને તૈયાર કરે, ત્યારે બાનો દિવસ પૂરો થાય. આટઆટલું કામ છતાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ સવારે દસ વાગ્યાના ટકોરે બાપાનું ભાણું તૈયાર હોય. કયારે પણ જમવામાં મોડું થવાથી બાપાને કે અમારે સ્કુલે જવામાં મોડું થયું નહોતું.

       તે જમાનામાં વીજળી હતી નહી, જેથી ફ્રિજ નહોતાં કે બરફ મળતો નહી. આથી ઉનાળામાં પીવાનું પાણી ઠંડુ રાખવામાં ઘણી મુશ્કેલી હતી. બાને પાણી ઠંડુ રાખવાની ઘણી ચીવટ. કુંભારને ત્યાં જઈને જાતે પસંદ કરીને મહા મહિનામાં બનેલાં મોટાં મોટાં માટલાં લઇ આવે અને તેના પર કંતાનનું કપડું બાંધી તેને સતત ભીનાં રાખે. દર કલાકે માટલામાં પાણી અંભોરે (ઉમેરે). માટલા ઉપર પવનની ઘણી અવરજવર થાય પરંતુ સીધો તડકો ન આવે તેનું બા સતત ધ્યાન રાખે અને માટલાની જગ્યા બદલે રાખે. ઉનાળામાં કોઈને ઘેર ન હોય તેવું ઠંડુ પાણી બા બધાને પાય. લોકો યાદ કરીનેય ઠંડુ પાણી પીવા અમારે ઘેર આવતા. ઘણા લોકો બા ને પૂછતા પણ ખરા કે અમે પણ નવાં માટલાં લાવીએ છીએ પણ તમારા ઘર જેવું ઠંડુ પાણી થતું નથી. ત્યારે બા સમજાવતાં કે નવાં માટલાં વસાવવા સાથે તેનો યોગ્ય ઉપયોગ અને કાળજી લેવી પણ એટલીજ જરૂરી છે.

માણસ પાસે સાધનસામગ્રી ઘણી હોય પણ તેના યોગ્ય ઉપયોગની જાણકારી કે કાળજી ન હોય, તો તે વસ્તુઓ તેની ક્ષમતા મુજબ પરિણામ ન આપે. તે વખતે છાપામાં એક કિસ્સો વાંચ્યો હતો. નાના ગામડાના એક અભણ રાજકારણી નસીબને જોરે ધારાસભ્ય બની ગાંધીનગર પહોંચી ગયા, જ્યાં તેમને ફર્નિચર સાથેનું સરકારી મકાન રહેવા મળ્યું. એકવાર તેમના પત્ની બાજુમાં અન્ય ધારાસભ્યને ઘેર મળવા ગયાં, ત્યારે ઠંડુ પાણી જોઇને પૂછ્યું કે તમારે પાણી આટલું ઠંડુ કઈ રીતે થાય છે. પાડોશણ બહેને જવાબ આપ્યોકે અમને ફર્નિચર સાથે ફ્રિજ મળેલું છે જેમાં પાણી ઠંડુ થાય છે. પત્નીએ ધારાસભ્યને આ વાત કરી એટલે ધારાસભ્યે જે તે અધિકારીને ફરિયાદ કરી કે અમને ફ્રીજ મળ્યું નથી. તે અધિકારીએ ઘણું સમજાવ્યું કે તેણે જાતે ફ્રીજ ધારાસભ્યના ઘરમાં મૂકાવ્યું છે. પણ  ધારાસભ્ય માન્યા નહિ. આથી તે અધિકારીએ રૂબરૂ જઈને બતાવ્યું કે આ રહ્યું ફ્રીજ! ત્યારે ધારાસભ્ય બોલ્યા : એમ ! તમારે કહેવું જોઈએને કે આ ફ્રીજ છે ! અમે તો તેને કબાટ સમજીને તેમાં કપડાં મૂક્યાં છે.

બા પાસે કહેવતોનો મોટો ખજાનો હતો. રોજબરોજની વાતોમાં લોકભોગ્ય કહેવતોનો અવારનવાર ઉપયોગ કરવો એ બાની ખાસિયત. તેને લીધે તેઓ ઓછા શબ્દોમાં પણ પોતાની વાત સામાવાળાને આસાનીથી સમજાવી શકતાં. અફસોસ એ વાતનો કે બાનો આ કહેવતોનો ખજાનો અમે લેખિત સ્વરૂપે જાળવી રાખ્યો નહિ.

બા ધાર્મિક સ્વભાવવાળાં હોવાથી મંદિરે અને ભજનમંડળીમાં નિયમિત જતાં. આથી તેમને અસંખ્ય ભજનો કંઠસ્થ હતાં. બે ત્રણ કલાક સુધી સતત ગાયા કરે તો પણ તેમનાં ભજનો ખૂટે નહિ અને બા પણ ગાવામાં થાકે નહિ. મીઠી હલકથી ભજનો ગાતાં બાને સાંભળવાં તે એક લ્હાવો હતો. અમે મોટા થયા પછી પણ રાત્રે કુટુંબના બધા સભ્યો સાથે મળીને પરશ (અલકમલકની વાતો) કરતા હોઈએ, ત્યારે બાને ભજનો ગાવાની ફરમાઈશ ઘણીવાર કરતા. આમેય વીજળી નહોતી ત્યારે ગામડામાં ભજનો ગાવાં અને સાંભળવાં એ મનોરંજનનું એક મોટું સાધન હતું. બાનાં ઘણાં ભજનો અમે રેકોર્ડ કરીને સાચવી રાખ્યાં છે અને અવારનવાર આ ભજનો સાંભળીને બા ની યાદ તાજી કરી લઈએ છીએ.

બાનો કરકસરનો ગુણ ખરેખર નોંધ લેવા લાયક હતો. વસ્તુ મોંઘી હોય કે સસ્તી, પણ તેનો પૂરો ઉપયોગ કરવો, બિનજરૂરી ખરીદી કરવી નહીં અને બગાડ તો કોઈપણ વસ્તુનો થવો ન જ જોઈએ એવી તેમની દ્રઢ માન્યતા. સામાન્ય રીતે કરકસરવાળા સ્વભાવની વ્યક્તિને લોકો તે કંજૂસ છે તેમ ગણી લે છે, પરંતુ  કરકસર અને કંજૂસાઈ બંનેમાં ઘણો તફાવત છે. મારી દ્રષ્ટિએ જરૂરી વસ્તુની પણ ખરીદી કે ઉપયોગ ન કરે તેને કંજૂસ કહેવાય; બિનજરૂરી વસ્તુની ખરીદી કરે, દરેક વસ્તુનો પૂરો ઉપયોગ ન કરે કે બગાડ કરે તેને ઉડાઉ કે બેદરકાર કહેવાય; અને ફક્ત જરૂરી વસ્તુની જ ખરીદી કરી તેનો પૂરેપૂરો ઉપયોગ (ઓપ્ટીમમ યુટિલાઈઝેસન) કરે તથા સાથેસાથે મફતમાં મળતી વસ્તુનો પણ ફક્ત ખપ પૂરતો જ ઉપયોગ કરે તેને કરકસરવાળી વ્યક્તિ કહેવાય. સામાન્ય ઉદાહરણ આપું તો ટૂથપેસ્ટ ખલાસ થઇ જાય, પણ નવી પેસ્ટ ન કાઢીને બે ચાર દિવસ પેસ્ટ વગર ચલાવી લે તેને કંજૂસ કહેવાય, ટૂથપેસ્ટ બે ચાર દિવસ ચાલે એટલી બાકી હોય, તેને ફેંકી દઈ નવી પેસ્ટ કાઢે તેને ઉડાઉ કે બેદરકાર કહેવાય અને ટૂથપેસ્ટ બરાબર દબાવીને છેલ્લા ટીપા સુધી તેનો ઉપયોગ કરે તેને કરકસરવાળી વ્યક્તિ કહેવાય.

બા મફતમાં મળતી વસ્તુનો પણ બગાડ સહન કરી ન શકતા. જયારે માથા પર ઊંચકીને પાણી લાવવું પડતું, ત્યારે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કર્યો તેને કદાચ જરૂરિયાત ગણીએ. પણ જયારે નળમાં છૂટથી પાણી મળતું થયું, ત્યારે પણ તેમણે પાણીનો ઉપયોગ તેવી જ કરકસરથી કર્યો. તેઓ અવારનવાર કહેતાં  “પાણી અને વાણી સાચવીને વાપરવાં જોઈએ.” આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજીના જીવનનો એક પ્રસંગ યાદ આવે છે. બાપુ એક વખત નદી કિનારે બેસીને ન્હાવા-ધોવાનું કરતા હતા, ત્યારે પાણીનો માફકસરનો ઉપયોગ કરતા જોઈ એક સાથીદારે કહ્યું કે નદીમાં તો આટલું બધું પાણી છે તો છૂટથી વાપરોને. ત્યારે બાપુએ જવાબ આપ્યોકે આટલું બધું પાણી છે તે ક્યાં આપણા બાપાનું છે. તેમના કહેવાનો મર્મ એ હતો કે કુદરતે આપેલી સંપત્તિ દુનિયાના દરેક જીવોની સહિયારી માલિકીની છે, તેથી તેનો પોતાની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. આમ કરકસરની ટેવવાળી વ્યક્તિ મારી દ્રષ્ટિએ સાચી પર્યાવરણવાદી વ્યક્તિ કહેવાય.   

બાએ ઘણી કરકસર કરી ઘર ચલાવ્યું જેથી કરીને અમારા બંને ભાઈઓના ઉચ્ચ શિક્ષણના ભારે ખર્ચને પહોંચી વળાયું અને સમાજના બધા વ્યવહાર પણ સારી રીતે પૂરા થઇ શક્યા. બાએ પોતાની જાત માટે તો કદાચ વધારે પડતી કરકસર કરી અને આખી જિંદગી કોઈ મોજશોખ ન કર્યાં. પરંતુ કુટુંબની જીવનશૈલીના સ્તર (સ્ટાન્ડર્ડ ઓફ લિવીંગ)માં જરાપણ ઘટાડો ન કર્યો કે સંતાનોના ભણવાના ખર્ચા ઓછા કરવાનો વિચાર પણ ન કર્યો. અમને ભાઈ-બહેનોને તે જમાનાના ધોરણ મુજબ શ્રેષ્ઠ ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું, દવાદારૂ, ઊચ્ચ શિક્ષણ ઉપરાંત બધા શોખ પૂરા  કરવા માટે પણ કોઈ કસર ન રાખી. આમ કુટુંબ માટે જાત ઘસી નાખી આદર્શ ભારતીય નારીના ઉદાહરણરૂપ બની રહ્યાં. આ દુનિયામાં ભગવાન અને મા એ બે જણાનું ઋણ કોઈ વ્યક્તિ કયારેય ચૂકવી શકતી નથી, તેથી બા ની યાદ હંમેશા દિલમાં રાખીને આદરપૂર્વક પ્રણામ કરું છું.

 

પંચામૃત :

તમારાં બાળકો પાંચ વર્ષનાં થાય ત્યાં સુધી તેમને ખૂબ પ્યાર કરો; છ વર્ષથી પંદર વર્ષનાં થાય ત્યાં સુધી તેમને કડક શિસ્તપાલન હેઠળ દુનિયાદારીના સારા અને માઠા અનુભવો  માટે તૈયાર કરો અને તેઓ સોળ વર્ષના થાય પછી તેમની સાથે મિત્ર જેવો વ્યવહાર કરો.

-    ચાણક્ય 

email: [email protected]

 bloh: www.dadajinivato.wordpress.com

 

Author: Sureshbhai Trivedi Read More...

Most Viewed Article

Most Viewed Author