શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા

 •   શ્રી રતિલાલ ચંદરયા ચતુર્થ સ્મૃતિ સભા - ગુજરાતીલેક્સિકન આયોજિત બાળ વાર્તાલેખન સ્પર્ધા

  પોતાની માતૃભાષાના પ્રચાર – પ્રસાર અને સંવર્ધનને પોતાનું જીવન ધ્યેય બનાવી પોતાના અંતિમ શ્વાસ સુધી તે ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની ચતુર્થ વાર્ષિક પુણ્યતિથિ આગામી ઑક્ટોબર માસમાં આવે છે.

  વિજયાદશમીને દિને જ જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનાર રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનાં અમૂલ્ય 25 વર્ષ કરતાં વધુ સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની સ્મૃતિમાં ગુજરાતીલેક્સિકન તરફથી ઑક્ટોબર 2014માં નિબંધ સ્પર્ધા અને ટૂંકી વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં દેશ-વિદેશમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાની રજૂઆત કરી હતી.

  આ વર્ષે બાળ વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાનો હેતુ બાળ સાહિત્યને ઉત્તેજન આપવાનો છે. સ્પર્ધાના પ્રથમ વિજેતાને 15000 રૂપિયાનું અને દ્વિતિય વિજેતાને 10000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જો 15 વર્ષથી ઓછી વયજૂથનો કોઈ સ્પર્ધક આ સ્પર્ધામાં ભાગ લે અને તેની કૃતિ પસંદગી સમિતી ઇનામ યોગ્ય ઠેરવશે તો તેમાંની એક કૃતિને 7૦૦૦ રૂપિયાનું સ્પેશ્યલ ઇનામ મળશે. આ સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.

  1. કૃતિ મૌલિક હોવી જોઈએ અને અગાઉ કોઈપણ માધ્યમ (પુસ્તક / સમાચાર પત્ર / સામાયિક / ઇન્ટરનેટ વગેરે) ઉપર પ્રકાશિત થયેલી હોવી જોઈએ નહીં. જો કૃતિ અન્ય કોઈની નકલ કરેલ માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.

  2. વાર્તા સંપૂર્ણપણે યુનિકોડમાં વર્ડ ફાઇલમાં, શ્રુતિ ફોન્ટમાં, 11 ફોન્ટ સાઇઝથી અને લાઇન માર્જીન 1થી ટાઇપ કરેલી હોવી જોઈએ. પીડીએફ ફાઇલ કે પેજ મેકરની ફાઇલ માન્ય ગણાશે નહીં.

  3. વાર્તા આશરે 500 – 2000 શબ્દોમાં લખાયેલી હોવી જોઈએ.

  4. આ સ્પર્ધામાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ અને દુનિયાના કોઈ પણ વિસ્તારમાં રહેતી વ્યક્તિ ભાગ લઈ શકશે એટલે કે કોઈ વય બાધ કે સ્થળ બાધ નથી પણ સ્પર્ધક ફકત એક જ કૃતિ મોકલાવી શકશે.

  5. કૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની જ હોવી જોઈશે.

  6. કૃતિ મોકલાનાર ગુજરાતીલેક્સિકનની વેબસાઇટ ઉપર આવેલા કોન્ટેસ્ટ (સ્પર્ધા) પેજ પર જઈને પોતાની કૃતિ મોકલાવી શકે છે (http://www.gujaratilexicon.com/contest) અથવા info@gujaratilexicon.com ઉપર ઈમેલ દ્વારા પોતાની કૃતિ મોકલાવી શકે છે. કુરિયર કે પોસ્ટ દ્વારા મળેલ કૃતિ માન્ય ગણાશે નહીં.

  7. કૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઈમેલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.

  8. સ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.

  9. સ્પર્ધામાં બે વિજેતા જાહેર કરવામાં આવશે.

  10. કોઈ કારણસર જો સ્પર્ધાની મુદત લંબાય કે કદાચ બંધ પણ રહે અથવા ઇનામમાં કોઈ ફેરબદલ કરવામાં આવે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.

  11. સ્પર્ધા દરમ્યાન મળેલ દરેક કૃતિ ઉપર ગુજરાતીલેક્સિકનનો અધિકાર રહેશે અને ગુજરાતીલેક્સિકન આ કૃતિઓને વેબસાઇટ, ઈબુક કે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી શકશે.

  કૃતિ મોકલવાની આખરી તારીખ : 5 સપ્ટૅમ્બર 2017

  વિજેતા કૃતિની જાહેરાત તા. 7 ઑક્ટોબર 2017ના રોજ કરવામાં આવશે.

 •   શ્રી રતિલાલ ચંદરયા તૃતીય સ્મૃતિ સભા - નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર - વક્તવ્ય
 •   શ્રી રતિલાલ ચંદરયા તૃતીય સ્મૃતિ સભા - નિ:શબ્દતાથી શબ્દના સર્જનની સફર
 •   માતૃભાષાના ભેખધારી રતિલાલ ચંદરયા પ્રેરિત 'ગુજરાતની અસ્મિતા' (દ્વિતિય સભા)
 •   શ્રી રતિલાલ ચંદરયા પ્રથમ સ્મૃતિ સભાના અંશો
 •   શ્રી રતિલાલ ચંદરયા પ્રથમ સ્મૃતિ સભા

Testimonials

સાચું ગુજરાતી લખી શકવાનો વિશ્વાસ અને જોડણી શુદ્ધિની દિશામાં અતિ ઉપયોગી છે.

પ્રા. અશ્વિન ચૌહાણ

GL Mobile Apps