ઉપયોગ
મુક્તક, યુગ્મક, વિશેષક, કાલાપક અને કુલક નામનાં પાંચ પ્રકારનાં પદ્ય છે. જેમાં એક શ્લોકથી અન્વય પૂરો થતો હોય તે પદ્ય મુક્તક, બે શ્લોકથી અન્વય પૂરો થતો હોય તે યુગ્મક અથવા સંદાનિત, ચાર શ્લોકથી અન્વય પૂરો થતો હોય તે પદ્યને કાલાપક અને ચારથી આરંભીને ચૌદ શ્લોકો સુધીમાં જેનો અન્વય પૂરો થતો હોય તે કુલક કહેવાય છે. - કાવ્યશાસ્ત્ર