રૂઢિપ્રયોગ
૧. નુકસાન આવવું-જવું-પહોંચવું-લાગવું = ખોટ કે હાનિ થવી; ગેરફાયદો થવો.
૨. નુકસાન ઉઠાવવું = ગેરફાયદો સહન કરવો; ખોટ આવવી.
૩. નુકસાન કરવું-પહોંચાડવું = (૧) ઈજા કરવી. (૨) ગેરલાભ થાય એમ કરવું; હાનિ પહોંચાડવી.
૪. નુકસાન ગવારા કરવું-ખમવું = ધીરજથી નુકસાન સહેવું.
૫. નુકસાન ઝાતી ખાસ = શારીરિક ઇજા.
૬. નુકસાન બિલ કરદ = ઇચ્છાપૂર્વક કરેલું નુકસાન.
૭. નુકસાન ભરવું = ખોટ પૂરી કરવી.
૮. નુકસાન રસાના = ઈજા પહોંચાડનાર
૯. નુકસાન લાગવું = નુકસાન થવું.
૧૦. નુકસાનને પેટે = ઈજા કે ખોટને માટે સંતોષના રૂપથી.
૧૧. નુકસાનમાં આવવું-ઊતરવું-પડવું = ગેરલાભ થવો; બગડવું.
૧૨. નુકસાને આમ = સામાન્ય નુકસાન.
૧૩. નુકસાને કાનૂની = કાયદેસર ઈજા.