રૂઢિપ્રયોગ
૧. ખરે બપોરે બણગું ને પોપાંબાઈનું રાજ = રાજકારભાર નબળો હોય ત્યારે ઘોળે દહાડે તોફાન થાય.
૨. પોપાંબાઈનું રાજ્ય = (૧) ગેરવ્યવસ્થા અને અનાવડતને કારણે ચાલતું અંધેર. (૨) પોચા, નબળા હાકેમની સત્તા; પોચા અમલનું રાજ્ય; જેમ કરે તેમ ફાવે કે કોઈનો ડર નહિ એવું રાજ્ય; નબળો રાજકારભાર. (૩) પોમલું; વખાણઘેલું.