રૂઢિપ્રયોગ
૧. બાપનું વહાણ અને બેસવાની તાણ = બધો કારભાર પોતાના હાથમાં હોવા છતાં લાભ ન મળવો.
૨. વહાણ કમાવું = મોટો પરદેશી વેપાર ખેડવો; સારી કમાઈ કરવી; પુષ્કળ કમાવું; દરિયાઈ વેપાર કરવો.
૩. વહાણ ફાટવું = કોઈ વસ્તુ કે માણસો ઘણા જથ્થામાં આવવા લાગવાં.
૪. વહાણ બાંધવું = વહાણ ભાડે કરવું.
૫. વહાણનો કાગડો = અનન્ય આશ્રિત.
૬. વહાણમાં બેસવું = ના પક્ષમાં ભળવું; બીજા પક્ષમાં ભળવું.
૭. વહાણે ચડવું = વહાણની સફર કરવી; દરિયાઈ વેપાર કરવો; પરદેશમાં વેપાર કરવા જવું.