એકનાથ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

જ્ઞાનદેવના અવતાર તરીકે મનાતો મહારાષ્ટ્રનો એક સાધુ કવિ. એકનાથજી મહારાજનો જન્મ લગભગ સંવત ૧૫૯૦માં મહારાષ્ટ્ર પ્રાંતના પૈઠણ નગરમાં થયો હતો. નાની ઉમરે તેનાં માબાપ મરી ગયાં તેથી તેમનું લાલનપાલન દાદા-દાદીએ કર્યું. બચપણમાંથી જ તેમની વૃત્તિ ભગવદ્ભજનની તરફ હતી. આઠ વર્ષની ઉમરે જ સદ્ગુરુની પ્રાપ્તિને માટે તેનું મન વ્યાકુળ થઈ ગયું. એક દિવસ એક શિવાલયમાં તે એકલા હરિગુણગાન કરી રહ્યા હતા. તે વખતે પોતાના હૃદયમાં તેમણે આ આકાશવાણી સાંભળી કે `દેવગઢ ઉપર જનાર્દનપન્ત નામના એક સત્પુરુષ રહે છે, તેની પાસે જાઓ; તે તમને કલ્યાણનો માર્ગ બતાવશે`. કોઈને કહ્યા વિના તે દેવગઢની તરફ ચાલ્યા અને ગુરુનું શરણ લીધું. તે સમયે તેમની ઉમર આશરે બાર વર્ષની હતી. તેમણા લગભગ છ વર્ષ સુધી ગુરુની ખૂબ સેવા કરી. સેવાથી એનું મન કદી હઠ્યું ન હતું. એમને વિશ્વાસ હતો કે `ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ`. ગુરુએ પણ તેને ઘણા પ્રેમથી ક્લ્યાણકારી ઉત્તમ જ્ઞાન આપ્યું અને છેવટે પ્રસન્ન થઈને પોતાના ગુરુદેવ ભગવાન દત્તાત્રેયના પ્રત્યક્ષ દર્શન કરાવ્યાં. ત્યારબાદ જનાર્દન સ્વામીએ તેને શ્રીકૃષ્ણની ઉપાસનાની દીક્ષા આપી એકાંતમાં સાધના કરવાની આજ્ઞા આપી. શ્રીએકનાથજીએ ગુરુએ ઉપદેશેલા માર્ગે એકમન થઈને સાધના કરી અને છેવટે સિદ્ધિ પ્રાપ્ત કરી અને ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન થયાં. ત્યારબાદ તેમણે ગુરુની આજ્ઞાથી આખા ભારતવર્ષનાં બધાં તીર્થોમાં યાત્રા કરી અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. તેમણે પોતાના ઉચ્ચ આચરણથી સંસારની સામે એક ઊંચો આદર્શ રાખીને લોકો ઉપર મોટો ઉપકાર કર્યો. પ્રવચન, કીર્તન અને ઉપદેશથી તેમણે લોકોનું મહાન કલ્યાણ કર્યું. ચતુ:શ્લોકી ભાગવત, રુકિમણી સ્વયંવર, ચિંરજીવપદ; ભાવાર્થ રામાયણ અને એકનાથી ભાગવત નામના એના કેટલાક ગ્રંથ મળે છે. જુદી જુદી રીતિએ સંસારનું કલ્યાણ કરી તે સંવત ૧૬૫૬માં ભાગવચ્ચરણમાં લીન થઈ ગયા.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

બુધવાર

24

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects