Dictionary

કંગારૂ

અર્થ
ઓસ્ટ્રેલિઅ, ન્યૂ ગિની વગેરે ટાપુઓમાં થતું એક જાતનું પ્રાણી. તેની ઘણી જાતિ છે. તે ૬ થી ૭ ફૂટ લાંબું હોય અને નરથી માદા નાની હોય. તેની દૂંટી પાસે એક કોથળી હોય છે, જેમાં તે પોતાનાં બચ્ચાંને સંતાડે છે. તેના પાછલા પગ લાંબા અને આગલા બિલકુલ નાના અને નકામા જેવા હોય છે. તેનું પૂછડું લાંબું તથા મોટું, ડોક પાતળી અને કાન લાંબા હોય છે. તેનો રંગ ખાખી જેવો હોય છે. તે ૧૫ થી ૨૦ ફૂટની છલંગ મારી શકે છે અને સ્વભાવે બહુ બીકણ હોય છે. ઓસ્ટ્રેલિઅન લોકો તેનો શિકાર કરે છે.