Dictionary

કંચનારગૂગલ

અર્થ
( વૈધક ) એ નામનું ઔષધ. તે બનાવવા ગૂગળ ૧૨, કંચનછાલ ૧૦, ત્રિફલા ૨, ત્રિકટુ ૧, વાયવરણ ૧ અને એલચી, તજ તથા તમાલપત્ર ૧/૨ ભાગ લઇ સર્વ દવાઓનું ચૂર્ણ કરી ગોળીઓ બનાવવી. તેમાં મુખ્ય ઔષધિ કંચનારત્વક, ત્રિફલા, ત્રિકટુ, વરુણ અને ગૂગળ છે. તે ધાતુ પરિવર્તક અને ઉત્તેજક છે. તે કંઠમાળ, ભગંદર, કોઢ, નાસૂર અને ગૂમડામાં ઉપયોગી છે. મુંડિના ઉકાળામાં ૪ થી ૧૬ ગ્રેઇનની માત્રામાં તે લેવાય છે.