Dictionary

કલા

અર્થ
અંશ, ભાગ. (૨) ચંદ્રનો પંદર તિથિઓમાંની પ્રત્યેક તિથિએ વધતો યા ઘટતો અંશ. (૩) સમયનું લગભગ એક મિનિટનું માપ. (૪) વર્તુલના ૩૬૦ અંશોમાંના પ્રત્યેક ભાગનો ૬૦મો ભાગ. (જ્યો.) (૫) (છંદમાં) માત્રા (પિં.). (૬) લલિત વિદ્યાને લગતી કોઈ પણ એક શક્તિ (એવી ૬૪ કળા કહી છે.) (૭) મોર પીંછાં ખોલી જે શોભા રચે છે તે. (૮) કસબ, 'આર્ટ.' (૯) હિકમત, યુક્તિ. (૧૦) (લા.) કપટ