કસરતમાં કરાતો એક દાવ. બંને પહેલવાન સામસામા લડતા હોય ત્યારે સામાવાળો પહેલવાન ઊભો હોય તે વખતે તેનો એક હાથ પોતાના હાથે ઝાલી, બીજા હાથે તેનો પગ પકડી, પોતાની ગરદન ઉપર તેને લઇ, નીચે પાડવાથી તે માણસ ચીત આવે છે. જો સામો પહેલવાન તેના પગનું મોજું પકડે તો બચે છે.