स्त्री.
( સંગીત ) દીપક રાગની પાંચ રાગિણી માંહેની એક. તેના શરીરનો રંગ શ્યામ છે, ધોળાં વસ્ત્ર પહેર્યાં છે, જમણા હાથમાં ખડ્ગ અને ડાબા હાથમાં હાથીનો દાંત રાખેલ છે, કંઠમાં કેતકી અને બીજાં ફૂલની માળા પહેરેલી છે, કપાળમાં મલયાગિરિ ચંદનનું તિલક કર્યું છે. આવી શોભાને લીધે પોતાના આંગણામાં ઊભી તે મંદમંદ હસે છે અને સૂર્યનારાયણની પૂજા કરે છે. કોઇ એમ પણ કહે છે કે તેણે હાથીનો દાંત ઉબેડી લીધો છે તેથી હાથી સામે આવી અરજ કરવા ઊભો છે કે કોઇ પ્રકારે દાંત પાછો આપો તો સારૂં. કોઇ એમ પણ કહે છે કે તેના હાથમાં ત્રિશૂળ છે અને મરદનો પોશાક પહેર્યો છે. તેની આસપાસ ભાટ લોકો તેની કીર્તિનાં વખાણ કરી રહ્યા છે તેથી તે રાજવંશી હોય એમ લાગે છે. તે ગાવાનો વખત પહેલી રાત્રિનો છે. તેને કોઇ કરનાટી પણ કહે છે.તેની અઢાર જાતિ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં