Dictionary

તળાવ અંદર, તળાવ બહાર

અર્થ
એ નામની એક રમત. તેમાં બાળકોએ વર્તુળમાં ઊભા રહી એકબીજાના હાથ પકડવા. પહેલો છેલ્લા ઊભેલા રમનારનો હાથ પકડે એટલે બાકીનાં આપોઆપ વર્તુલમાં આવી જશે. વર્તુલ થયા પછી બધાંએ હાથ છૂટા રાખી ઊભા રહેવું. મુખીએ વચ્ચે ઊભા રહી કહેવું કે છોકરાંઓ, તમે બધાં એક તળાવને કાંઠે ઊભાં છો એવી કલ્પના કરો અને જ્યારે હું તળાવ અંદર એવું બોલું ત્યારે તમારે તળાવમાં એટલે વચલા વર્તુલમાં કૂદકો મારવો અને હું જ્યારે તળાવ બહાર એવું બોલું ત્યારે તમારે પાછળ કૂદકો મારીને ફરી બહાર કાંઠે આવવું. હું અવનારનવાર તળાવ અંદર અથવા તળાવ બહાર બોલીશ તેનો અર્થ સમજીને તમારે કૂદકો મારવો અગર ઊભાં રહેવું. ધારો કે કોઈ વખત હું તળાવ અંદરને બદલે તળાવ બહાર એવું બોલું, અગર તમે અંદર હો છતાં હું તળાવ બહારને બદલે તળાવ અંદર એવું બોલું તો તમે ભૂલીને ગાફલપણામાં આગળ કે પાછળ કૂદકો મારશો તો તમે બાદ થશો. માટે હું શું બોલું છું, તમે ક્યાં ઊભાં છો તેનો વિચાર કરી સાવધ રહીને વર્તન કરવું. જેઓ ચૂકીને અંદર કે બહાર ખોટો કૂદકો મારે તેને વર્તુલમાં જ નીચે બેસી રહેવું. આ રીતે વારંવાર ગાફલ થતાં છોકરાંઓ રમતમાંથી બાદ થતાં છેવટે જે એક બાકી રહે તે જીત્યું ગણાય.