स्त्री.
એક જંગલી વેલ. આ વેલ જાડી અને મજબૂત હોય છે. અને ત્રણ પાનનાં ત્રેખડાં આવે છે. તેનાં ફૂલ આસમાની થાય છે. તેને એક ઇંચ પહોળી, હાથી જેવડી લાંબી, ચપટી અને જાડી શિંગ આવે છે. શિંગનું શાક થાય છે. શિંગ નાની તરવાર જેવી, એક બાજુએ જાડી અને ધારવાળી હોય છે. તેને તલવારડી પણ કહે છે. તે દવામાં વપરાય છે. તેને ફૂલના ઝૂમખા આવે છે. ફૂલનો રંગ કળી હોય ત્યાંસુધી ગુલાબી અને ઊઘડે ત્યારે આસમાની થઈ જાય છે. તેનાં બી કાળાં હોય છ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.