માંડૂકય

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

એ નામના એક મુનિ. તે અર્થવેદની એક શાખાના પ્રવર્તક, પ્રણવવિદ્યાના સંગ્રાહક અને અયમાત્મા બ્રહ્મ, એટલે આ આત્મા બ્રહ્મ છે એ મહાવાક્યના સ્થાપક કહેવાય છે. ઉપનિષદ વિચારણામાં લખ્યું છે કે: ભૃગુવંશની કેવલભૃગુ અને જામદગ્નભૃગુ એવી બે શાખા છે. તેમાં જામદગ્ન્યવંશના વત્સ અને વિદ એવા બે ભેદ છે. તેમાં વત્સવંશમાં માંડૂક ગોત્ર આવે છે. ઋગ્વેદી બૃહચ બ્રાહ્મણમાં સંહિતોપનિષદમાં હ્રસ્વ માંડૂકેય મુનિનો ઉલ્લેખ આવે છે. આ ગોત્રની કન્યાઓ યજુર્વેદી બ્રાહ્મણોને મળતી હતી, એવું શતપથ બ્રાહ્મણની સ્ત્રીવંશાવલિમાંથી સમજાય છે કારણ કે તેમાં માંડૂકીપુત્રનો ઉલ્લેખ છે. માંડૂક વંશના કોઈ મહિર્ષિએ સમગ્ર વેદાર્થના સંગ્રહરૂપે એક આગમ પ્રકરણ પ્રણવવિદ્યાનું બાર મંત્રનું રચેલું છે તેને માંડૂકય ઉપનિષદ કહે છે. આ ઉપનિષદ સંપ્રદાય પ્રમાણે અથર્વર્વેદનું મનાય છે. પરંતુ પ્રણવવિદ્યા સર્વ વેદની સમાન હોવાથી આ ઉપનિષદ સર્વ વેદની સમાન હોવાથી આ ઉપનિષદ સર્વ વેદવાદીઓની પરમ માનનીય થઈ પડી છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શનિવાર

20

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects