Dictionary

રાજપુત્રવ્યાધન્યાય

અર્થ
( વેદાંત ) એક જાતનો ન્યાય. કોઇ રાજકુંવર બચપણમાં એક શિકારીને હાથ પડ્યો અને તેને ત્યાં ઊછરી મોટો થયો. તેથી તે પોતાને શિકારીનો પુત્ર સમજવા લાગ્યો. પછી જ્યારે લોકોએ તેને તેનું કુળ જણાવ્યું ત્યારે તેને બરાબર જ્ઞાન થયું. તે પ્રમાણે જ્યાંસુધી બ્રહ્મજ્ઞાન નથી ત્યાંસુધી માણસ પોતાને ગમે તે સમજે છે, પણ બ્રહ્મજ્ઞાન થતાં-હું બ્રહ્મ છું-એમ સમજે છે તેને માટે આ ન્યાય વપરાય છે.