न.
[ સં. ]
ગરમાળાનું ઝાડ. તે મોટામાં મોટું અને દરેક ઝાડના રાજા રૂપ છે. તેનાથી કોઇ ઝાડ મોટું નથી માટે તેને રાજવૃક્ષ કહે છે. તેનાં પાન સંયુક્ત દોઢ ફૂટ લાંબાં હોય છે. તેમાં પીળાં ફૂલોની ઘણી લાંબી અને ઝૂલતી માળા, લટ અથવા શેડ હોય છે. તેમાં ગોળ, જાડી અને ઘણી લાંબી શીંગ થાય છે. શીંગમાં ઘણા પડદા આવેલા હોય છે. તે પડદા ઉપર ચીકણો, કાળા રંગનો, જરા મીઠો ગોળ હોય છે. એ ગોળ રેચક છે. તેમાં બીજ આવેલાં હોય છે. રાજવૃક્ષ દવામાં ઘણું ઉપયોગી છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ