એક જાતનું પક્ષી. તેનો ખોરાક જીવડાં, દાણા વગેરે છે. માદા પીળા રંગના ને છાંટવાળાં ઈંડાં મૂકે છે. આ પક્ષી આફ્રિકમાંથી પ્રથમ બીજા દેશોમા લઈ જવામાં આવ્યું છે. તેનું શરીર ભરાવદાર અને માથું નાનું અને અમુક ભાગમાં રુવાં વગરનું હોય છે. તેને ટૂંકી અને નીચી વળેલી પૂછડી હોય છે. તેનો રંગ ઘેરો, ભૂરો અને ધોળાં ટપકાંવાળો હોય છે.