पुं.
એક જાતનું જંગલી મોટું ઝાડ. તેનાં પાંદડાં ત્રણ ચાર આગળ લાંબાં હોય છે. તેને ધોળાં અને મીઠાં ફૂલ આવે છે. તેનો રસ આંખોને નુક્સાન કરે છે. આ ઝાડ ઘણું ગરમ મનાય છે. તેના લાકડાંની રાખથી દાંત પડી જાય છે એમ કહેવાય છે. તેનું ઉત્પત્તિસ્થાન દક્ષિણ હિંદ, સિલોન, કોંકણ, સહ્યાદ્રિ અને નીલગિરિ છે. તેની છાલના રેસામાંથી સારાં દોરડાં અને કાગળ બને છે. છાલ માછલાં મારવા વપરાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં