વંદેમાતરમ્

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. વંદે ( હું વંદું છું ) + માતરમ્ ( માતાને ) = હું માતૃભૂમિને વંદું છું ]

અર્થ :

કવિ બંકીમચંદ્રનું એક કાવ્ય; ભારતનું એક રાષ્ટ્રગીત. ગાંધીજી કહે છે કે, આપણી સસ્કૃતિમાં કોઈપણ ભજન અથવા રાષ્ટ્રગીત ગવાતું હોય તે દરમિયાન ઊભા રહીને આદર બનાવવાનો વિવેક ઉપદેશવામાં આવ્યો નથી. મને લાગે છે કે, પશ્ચિમમાંથી આ નકામો રિવાજ આપણે ત્યાં ઘૂસી ગયો છે. એવાં ગીત ગવાય તે દરમિયાન મોભાભેર બેસી રહેવાનું વલણ મને વધારે યોગ્ય લાગે છે. આખરે જુઓ તો આવા પ્રસંગોએ માણસનું બાહ્ય વર્તન નહિ પણ તેનું આંતરિક વલણ એ જ મહત્વની બાબત ગણાય. આને અંગે મારી એક સૂચના છે કે, વંદેમાતરમ્ ની એક જ સર્વસામાન્ય સુરાવલી મુકરર થવી જોઈએ. કેમકે, એ રીતે સર્વ સ્થળોએ એક જ રાગ અને સુરમાં ગવાય તો જ કરોડોનાં દિલ હલાવી શકે. કરોડો એકઠાં મળીને એક જ સુરમાં ને એક જ રાગમાં તે ગાઈ શકે ને ગાઈ એવો બંદોબસ્ત થવો જરૂરી છે. આખરે વિચારીએ તો રાષ્ટ્રગીતો બહુ તો એક, બે કે ત્રણ જ હોઈ શકે. પરંતુ તે બધાંની સૌ સૌની એક જ પ્રકારની સુરાવલી મુકરર કરવી જોઈએ. સર્વને સ્વીકાર્ય થાય તેવી એવાં ગીતોની સુરાવલી ગોઠવવાનું કામ શાંતિનિકેતન અગર એવી બીજી કોઈ પ્રમાણભૂત સંસ્થાએ ઉપાડી લેવું જોઈએ. આજે આ ગીત સૌ કોઈ જાણે છે. એમાં હિંદ માતાનું કેવું સુભગ ચિત્ર દોર્યું છે. માતૃભૂમિ એ નકશાપોથીની સરહદે અંકાયેલી ભૂમિ નહિ પણ સાક્ષાત્ દેવી. દૈવી મૂર્તિ માતા ! કેટલું સજીવ આલેખન ! એથી કોઈ હિંદી એવો નહિ હોય કે જેના હૃદયમાં આ ગીતના સુરે પોતાના દેશ તરફ પ્રેમ ઉભરાયો નહિ હોય. એના લેખકનું નામ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદેમાતરમનું ગીત એમની આનંદમઠ નામની એક નવલકથામાં આવે છે. એ નવલકથા લખીને એમણે દેશને શક્તિ, ભક્તિ, ત્યાગ અને વીરતાનો મંત્ર આપ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોર જેવા પણ એમનાં દર્શન કરી પોતાને કૃતાર્થ થયેલા માનતા હતા સર રમેશચંદ્ર દત્ત જેવા એમની સલાહ અનુસાર બંગાળીમાં લખવા લાગ્યા હતા. એમણે સત્તાવીશ પુસ્તકો લખ્યાં છે. એમાં ધર્મતત્ત્વ ને કૃષ્ણચરિત્ર નામનાં પુસ્તકોએ તો એમની કીર્તિને સુવર્ણકળશ ચઢાવ્યો એમ કહી શકાય.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

મંગળવાર

16

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects