( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં બે ભગણ, રગણ અને યગણ મળી બાર વર્ણ હોય છે.
+વધુએક પ્રાચીન રાજવંશ.
સૌરાષ્ટ્રનું એક પ્રાચીન ગામ; ભાવનગરથી અઢાર માઈલ દૂર વળા ગામનું જૂનું નામ. વળાની જગ્યાએ વલભી, શ્રીમરઠની જગ્યાએ ભિન્નમાળ, વંથળીની જગ્યાએ વાનમસ્થળી વગેરે વિશાળ નગરો હતાં. સંસ્કૃત વલભીનું જૈનરૂપ વલહી થયું. વલહીનું અપભ્રંશ વલ્હે અથવા વલેહ થયું અને તે ઉપરથી અત્યારનું નામ વળા થયું. સૌરાષ્ટ્રના ગુપ્તવંશના યોદ્ધા ભટ્ટારકે આ શહેરની સ્થાપના કરી હતી. સ્કંદગુપ્તના મરણ પછી ભટ્ટારક સ્વતંત્ર થયો. તે શહેરનો ઘેરાવો છ માઈલનો હતો, વસતી પુષ્કળ અને પૈસાદાર હતી. બૌદ્ધિક શિક્ષણનું એ મુખ્ય સ્થળ હતું. વલભી રાજાઓ ધર્મ ઉપરાંત વિજ્ઞાનને પણ ઉત્તેજન આપતા. શહેરની આસપાસ કિલ્લો હતો. ધર્મ તરફ વલભી રાજાઓની વૃત્તિ ઉદાર હતી. ત્રણ સદી સુધી આ શહેરની પ્રખ્યાતિ રહી. વલભીપુરના નાશ સંબંધી અનેક દંતકથાઓ છે. સિંધના મુસલમાની રાજાઓએ આશરે ઈ. સ. ૭૭૫માં આ શહેરનો નાશ કર્યો કહેવાય છે.
+વધુ