વાકેરી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામની ઔષધોપયોગી વનસ્પતિ. દક્ષિણના પહાડી પ્રદેશોમાં કુદરતી રીતે જ આ ઝાડ ઊગી નીકળે છે. એ ઝાડનાં મૂળ ઘણાં જ ઊંડાં હોય છે. જમીનમાં વીસથી ચાળીસ ફૂટ ખોદ્યા પછી જ એ મૂળ હાથ આવે છે. એ મૂળ વાકેરીયા ભાથાને નામે દક્ષિણમાં સુવિખ્યાત છે. મુંબઈમાં અને બીજે વાકેરીનાં મૂળને નામે એ પ્રસિદ્ધ છે. વાકેરીનાં મૂળ એ એક ચમત્કારિક ઔષધિ છે. અનેક પ્રકારનાં દર્દો પર વાકેરીનાં મૂળ અસરકારક માલૂમ પડ્યાં છે. વાકેરીનાં મૂળ ઘણા ઊંડાણેથી કાઢવાં પડે છે. પૃથ્વીમાં રહેલાં અનેક કીમતી ખનીજો અને ક્ષારોનું શોષણ કરીને એ મૂળ સમૃદ્ધ બનેલાં હોય છે, એટલે શરીરમાં ખૂટતાં પ્રજીવક તત્ત્વો પૂરાં કરવાની અજબ તાકાત એ મૂળમાં છે એ મૂળમાં રક્તશોધક, રક્તવર્ધક, બળકર, તાવ, પિત્ત, કફ અને દમ કે શ્વાસને મટાડવાના ગુણો રહેલા છે. કંઠમાળ મટાડવા માટે એ જાણીતું છે. લોહીની ખોટી ગરમીનો એ નાશ કરે છે. જંતુનાશક ગુણોને લીધે ઘા રુઝવવામાં એ ઉપયોગી છે. ખાસ કરીને કંઠમાળ, કોઈ પણ પ્રકારનો હાડકાંનો, ફેફસાંનો કે માંસનો ક્ષય, દમ, શ્વાસ, જૂનો ભગંદર, પાંડુરોગ વગેરે તેનાથી મટેલા જણાયા છે. પ્રદર, ગર્ભાશયનો સોજો, કસુવાવડ, રતવા વગેરે સ્ત્રીઓનાં દરદો માટે અતિ ઉપયોગી ઔષધિ તરીકે પુરવાર થયું છે. આંખોમાંથી પાણી ઝરતું હોય, જેને આંખના રોગોમાં ડોળાને નામે ઓળખવામાં આવે છે તેને પણ એ મટાડે છે. ચામડીનાં દરદો એ મટાડે છે. મધુપ્રમેહ પર એ અકસીર માલૂમ પડ્યાં છે. વાકેરીની શિંગોમાંથી મળતું ટેનિન અમેરિકની વનસ્પતિ દીવી દીવીના જેવું, છતાં ખમીર ન ચડે તેવું, ચામડાં ઉપર ડાઘ ન પડે તેવું, વેલોનિન જેવું અને સરસ હોય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects