Dictionary

વાચક યશોવિજય

અર્થ
એ નામના જૈન વિદ્વાન. પંડિત સુખલાલજી કહે છે કે, વાચક્યશોવિજયે તત્ત્વાર્થસૂત્રના ભાષ્ય ઉપર લખેલી વૃત્તિનો અપૂર્ણ પ્રથમ અધ્યાય પૂરતો ભાગ મળે છે. એઓ શ્વેતાંબર સંપ્રદાયમાં જ નહિ પણ આખા જૈન સંપ્રદાયમાં છેલ્લામાં છેલ્લા થયેલા સર્વોત્તમ પ્રામાણિક વિદ્વાન તરીકે જાણીતા છે. એમની સંખ્યાબંધ કૃતિઓ ઉપલબ્ધ છે. સત્તરમા અઢારમા સૈકા સુધીમાં થયેલ ન્યાયશાસ્ત્રના વિકાસને અપનાવી એમણે જૈન સૂત્રને તર્કબદ્ધ કર્યું છે અને ભિન્ન ભિન્ન વિષયો ઉપર અનેક પ્રકરણો લખી જૈન તત્ત્વજ્ઞાનના સૂક્ષ્મ અભ્યાસનો માર્ગ તૈયાર કર્યો છે.