Dictionary

સંખ્યાગુણ

અર્થ
વેદાંત પ્રસિદ્ધ એક ગુણ. સંખ્યાગુણ એકત્વ, દ્વિત્વ, ત્રિત્વ, ઇત્યાદિ ભેદ વડે અનેક પ્રકારનો હોય છે તથા તે પૃથ્વી આદિક નવે દ્રવ્યોમાં રહે છે. તેમાં એકત્વ સંખ્યા તો નિત્ય દ્રવ્યોમાં નિત્ય હોય છે, અનિત્ય દ્રવ્યોમાં અનિત્ય હોય છે અને દ્વિત્વ, ત્રિત્વ, વગેરે સંખ્યાઓ તો સર્વત્ર અનિત્ય જ હોય છે.