Dictionary

સંસ્કાર

અર્થ
સુધારવાની ક્રિયા. (૨) સાફસૂફી. (૩) જીવનઘડતરની કેળવણી. (૪) જીવનને ઉચ્ચગામી કરવાનો તે તે વિધિ. (૫) દ્રવ્યના મિશ્રણથી બીજો ગુણ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા. (૬) નીતિમત્તા, પવિત્રતા વગેરે ગુણ. (૭) મન કે મગજ ઉપર પડતી બહારની સારીનરસી છાપ. (૮) શાસ્ત્રના અભ્યાસથી મન ઉપર પડતી અસર. (૯) ભારતીય હિંદુધર્મની પ્રણાલી પ્રમાણેના હિંદુ બાળકને થતા જીવનસમગ્રના તબક્કાઓએ સોળ વિધિ