સરસ્વતીચંદ્ર

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

શ્રી ગોવર્ધનરામ વિરચિત સર્વોત્કૃષ્ટ નવલકથાનું પુસ્તક. તે ચાર ભાગમાં રચવામાં આવી છે. તેમાં વાર્તાના રસ સાથે વ્યવહાર, રાજનીતિ, ધર્મ વગેરે એટલા વિષય ચર્ચ્યા છે કે, શ્રી આનંદશંકર તેને કલિયુગના પુરાણ નામથી ઓળખે છે. ગુજરાતના સાહિત્યને જગતના સાહિત્યમાં સ્થાન આપનાર ગ્રંથ સરસ્વતીચંદ્ર મનાય છે. આ મહાગ્રંથના સર્જનને તા. ૨૭ ઓગસ્ટ ૧૯૫૧ને રોજ પચાસ વર્ષ થયાં. અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે ગણ્યાગાંઠ્યા ચિરંજીવ કહેવાય એવા ગ્રંથો છે તેમાં ` સરસ્વતીચંદ્ર ` નું સ્થાન મોખરાનું છે એ નિર્વિવાદ છે. આજની પેઢી સરસ્વતીચંદ્રના અભ્યાસ પ્રત્યે કદાચ ઉપેક્ષા બતાવતી હશે. પરંતુ વીસ પચ્ચીસ વર્ષ પબેલાં તો સાહિત્યની દીક્ષા સરસ્વતીચંદ્રના અભ્યાસથી જ લેવાતી સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એ ` સરસ્વતીચંદ્ર ` ના કર્તા. એકલા ` સરસ્વતીચંદ્ર ` ના લેખનથી જ ગુજરાતી સાહિત્યમાં એમનું નામ અમર થઇ ગયું હોત. પરંતુ `સરસ્વતીચંદ્ર` ઉપરાંત પણ ગુજરાતી સાહિત્ય ગણના પાત્ર લેખાય એવી બીજી કૃતિઓ તેઓ રચી ગયા છે. ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં તેનો હિસ્સો મોટો છે. ઈ.સ. ૧૮૮૭માં ` સરસ્વતીચંદ્ર ` નો પ્રથમ ભાગ લખાયો અને એ પ્રથમ ભાગથી જ ગુજરાતી સાહિત્યમાં નવું પ્રસ્થાન જણાયું હતું. નવલકથા ` સરસ્વતીચંદ્ર ` પહેલાં લખાઈ હતી ` વનરાજ ચાવડો ` અને ` કરણઘેલો `. પરંતુ ` સરસ્વતીચંદ્ર ` ના પ્રકાશન સાથે એ કૃતિઓની અંધારામાં અને આજે તો પુરોગામી નવલકથા લેખે એ બે કૃતિઓની માત્ર ગણના થાય છે. ઈ.સ. ૧૮૯૩માં ` સરસ્વતીચંદ્ર ` નો બીજો ભાગ પ્રસિદ્ધ પામ્યો. ૧૮૯૮માં ત્રીજો અને ૧૯૦૧માં ચોથો ભાગ પ્રકટ થયો. આમ ૧૪ વર્ષમાં આ મહાન ગ્રંથનું નિર્માણ થયું હતું, આજે પહેલા ભાગની ૧૧, બીજા ભાગની ૧૦, ત્રીજા ભાગ ૭ અને ૪થા ભાગની ૬ આવૃત્તિઓ થઈ છે. પહેલા ભાગની ૩૪,૬૦૦, બીજા ભાગની ૩૧,૩૦૦, ત્રીજા ભાગની ૨૦,૦૦૦ અને ચોથા ભાગની ૧૭,૫૦૦ પ્રતો પ્રકાશન પામી છે. ` સરસ્વતીચંદ્ર ` નવલકથા તરીકે ઓળખાય છે. પરંતુ નવલકથાના કરતાં એમાં બીજાં ઘણાં તત્ત્વો રહેલાં છે. જીવનના વાસ્તવિક દર્શન ઉપરાંત એમાંથી જીવનનું માર્ગદર્શન પણ મળી રહે છે. સમગ્રરૂપે ` સરસ્વતીચંદ્ર ` માં નવલકથા તરીકે કદાચ કલાની ઉણપ જણાશે પરંતુ ગુજરાતના મૌલિક સાહિત્યનાં વિવિધ અંગોપાંગોને ` સરસ્વતીચંદ્ર ` માં વાર્તારસ જાળવીને ગૂંથી લેવાનો સફળ પ્રયાસ થયો હતો. સરસ્વતીચંદ્રનાં પાત્રો ગુણસુંદરી, કુમુદ, કુસુમ, જીવનમાં વણાયેલાં પાત્રો છે. ` સરસ્વતીચંદ્ર ` આદર્શઘેલા યુવક તરીકે આપણા સમાજમાં સ્થાન પામ્યો છે. સાહિત્ય સર્જનનો ગોવર્ધનરામનો આદર્શ બ્રાહ્મણનો હતો. ` ના-વિટ ` ની પેઠે સમાજનું મનોરંજન સાધવાની તેમની નેમ નહોતી. પોતાના સમકાલીન સમાજની નીતિરીતિઓનું સિદ્ધિઓ અને સ્વપ્નોનું, આશાઓ અને દહેશતોનું, વૃત્તિઓ તથા પ્રવૃત્તિઓનું બહુ જ ઝીણવટભર્યું અવલોકન તેમણે કર્યું. એવાં અવલોકન માટે જોઈતી પાત્રતા, વિશાળ અને વ્યાપક વાંચન તથા મૌલિક મનન દ્વારા એમણે કેળવી. એ અવલોકનના પરિણામે પોતાને લાધેલ સાક્ષાત્કારનું સ્વસ્થ ચિત્તે એમણે પૃથક્કરણ કર્યું. સમાજને અધોગતિને પંથે દોરી જનારાં બળો સામે એમણે લાલબત્તી ધરી અને જેને નિરંતર નજર સામે રાખવાથી જ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થઈ શકે એમ પોતે માનતા હતા એ ધ્યેયનું બહુ જ ચીવટભેર એમણે પ્રતિપાદન કર્યું. ગુજરાતના ` સરસ્વતીચંદ્ર ` ને બંગાળના ` ગોરા ` અને દૂર જઈએ તો ફ્રાન્સના ` જીદ ` ની ` થિસિયસ ` અને રોમા રોલાંની ` જીનકીસ્તી ` જેવી કૃતિઓ સાથે અનેક દૃષ્ટિકોણોથી સરખાવી શકાય. ` સરસ્વતીચંદ્ર ` જેવી મહાનવલ, ગુજરાતી ભાષામાં લખાઈ, તેને બદલે યરપની કોઈ ભાષામાં અથવા ઓછામાં ઓછું, આક્રમક આત્મશ્રદ્ધાથી યુક્ત એવી બંગાળની ભાષામાં લખાઈ હોત, તો હિંદ અને યુરોપની અનેક ભાષાઓમાં તેનાં ભાષાંતરો થયાં હોત; એટલું ચિરંજીવ અને વ્યાપક સત્ત્વ એમાં છે. આજે ` સરસ્વતીચંદ્ર ` ગુજરાતી સાહિત્યની અમર એટલે કે સુચિરંજીવ કૃતિઓમાં અગ્રિમ અને આદરણીય સ્થાન લઈને બેઠી છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects