બળતા પેટમાં નીકળે ધુમાડાના ઢગ, છાણાં, લાકડાં કોલસા ખાઈને જીવાડે જે જગ
છત વિનાનું છાપરું, જે દુનિયા સઘળી ઢાંકે, ચાંદ સૂરજ તારાનું ઘર, જે લોકો સઘળા આંકે
બે ભાઈઓ દિવસે વઢે ને રાતે છાનાછપ
કોલસાનો કોહીનૂર, કોલસામાં રે'તો;અંધારામાં દીવા જેવો, વીંટી માંહે રે'તો
નહિ સગો, નહિ સાગવો, રૂડો દેખી રોઈ,એના બાપનો બનેવી, મારો સગો નણદોઈ