Gujarati Books

કહેવાય છે કે જ્યારે કોઈ ભાષાને શીખવી હોય, સારી રીતે સમજવી હોય તો તેના સાહિત્યનું પણ વાંચન હોવું જરૂરી છે. નવું નવું જાણવાનો,માનવીય સંબંધો ભાવનાઓને પોતાનામાં અનુભવીને આનંદ માણવાનો હેતુ સાહિત્ય વાંચનનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યની, સાહિત્યકારની સમજ આપતાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ વિભાગ દ્વારા અમે આપને ગુજરાતી ભાષાના ખૂબ જ સુંદર, એકવાર જરૂરથી વાંચવાં અને વંચાવવા યોગ્ય કેટલાંક પુસ્તકોની યાદી તેના લેખક અને પ્રકાશકની માહિતી સાથે આપી રહ્યા છીએ. આ ઉપરાંત હાલના પ્રચલિત લેખકોની માહિતી તથા પ્રચલિત પુસ્તકોની માહિતી પણ અલગથી આપવામાં આવી છે. પુસ્તકોની યાદી અને લેખકની યાદી વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે. અહીં એકંદરે સૌથી વધારે વંચાતાં પુસ્તકો અને લેખકોની યાદી એકત્રિત કરીને આપવામાં આવી છે.

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે. ગુજરાતી ભાષામાં ઘણા બધા સાહિત્યકારો, લેખકો, કવિઓ, નાટ્યકાર થઈ ગયા.

ગુજરાતી ભાષામાં આત્મકથા, પ્રવાસવર્ણન, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, જીવનચરિત્ર, ટૂંકી વાર્તાઓ, ઇતિહાસ કથાઓ, લોકવાર્તાઓ, કાવ્યો વગેરે જેવી વિવિધ કૃતિઓનું નિર્માણ થયું છે.

ગુજરાતી ભાષાનાં અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે :

ક્રમ પુસ્તક લેખક પ્રકાશક વિભાગ
1અમાસના તારાકિસનસિંહ ચાવડાગુર્જર પ્રકાશનનિબંધ
2અમૃતારઘુવીર ચૌધરીરંગદ્વાર પ્રકાશનનવલકથા
3અમે બધાધનસુખલાલ મહેતાગુર્જર પ્રકાશનનવલકથા
4અલગારી રખડપટ્ટીરસિક ઝવેરીનવભારત સાહિત્ય મંદિરપ્રવાસકથા
5અશ્રુઘરરાવજી પટેલઆર. આર. શેઠનવલકથા
6આંગળિયાતજોસેફ મૅકવાનઆર. આર. શેઠનવલકથા
7આંધળી ગલીધીરુબહેન પટેલગુર્જર પ્રકાશનલઘુનવલ
8આગગાડી / ગઠરિયાં શ્રેણીચંદ્રવદન મહેતાસાહિત્ય મંદિર સુરતનાટક
9આપણો ઘડીક સંગ દિગીશ મહેતાઆદર્શ પ્રકાશનલઘુનવલ
10આપણો વૈભવ અને વારસોમનુભાઈ પંચોળીઆર. આર. શેઠઇતિહાસ
11ઇંદુલાલ ગાંધીની આત્મકથા - ભાગ 1 થી 6ઇંદુલાલ ગાંધીઆર. આર. શેઠજીવનચરિત્ર
12ઊધઈકેશુભાઈ દેસાઈનવભારત પ્રકાશનનવલકથા
13ઉપરવાસ - સહવાસ - આંતરવાસરઘુવીર ચૌધરીરંગદ્વાર પ્રકાશનનવલકથા
14ઊજળા પડછાયા કાળી ભોંય (સંક્ષેપ)નગીનદાસ પારેખલોકમિલાપનવલકથા
15ઊર્ધ્વમોલ / અસૂર્યલોકભગવતીકુમાર શર્માઆદર્શ પ્રકાશનનવલકથા
16એકોતેર શતીઉમાશંકર જોશીસાહિત્ય અકાદમીકવિતા
17કલાપીનો કાવ્યકલાપઅનંતરાય રાવળગુર્જર ગ્રંથ રત્નકવિતા
18કાવ્ય કોડિયાંમહેન્દ્ર મેઘાણીલોકમિલાપકવિતા
19કુરબાનીની કથાઓઝવેરચંદ મેઘાણીસંસ્કાર સાહિત્ય મંદિરલોકસાહિત્યની વાર્તા
20કૃષ્ણ અને માનવસંબંધો / માધવ ક્યાંય નથીહરીન્દ્ર દવેપ્રવીણ પ્રકાશનધર્મજ્ઞાન
 • 1
 •  
 • 2
 •  
 • 3
 •  
 • >
 •   
 • »
 • વધુ પ્રચલિત લેખકો :

  હરકિસન મહેતા, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, વર્ષા અડાલજા, વિનેશ અંતાણી, પન્નાલાલ પટેલ, જય વસાવડા, ક. મ. મુનશી, ઝવેરચંદ મેઘાણી, કનુ ભગદેવ, એચ. એન. ગોલીબાર, ભગવતીકુમાર શર્મા, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુબહેન પટેલ, માધવ રામાનુજ, ગુણવંત શાહ, દિગીશ મહેતા, ચંદ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા

  વધુ પ્રચલિત પુસ્તકો :

  યોગ-વિયોગ, છલ, અંગાર, આખેડ, અમૃતા, ઊર્ધ્વમૂલ, મળેલા જીવ, આંગળિયાત, પાછા ફરતાં, મારે પણ એક ઘર હોય, પ્રિયજન, સરસ્વતીચંદ્ર, અંત-આરંભ, પીળા રૂમાલની ગાંઠ, જડ ચેતન, લય-પ્રલય, વંશ વારસ, શેષ-વિશેષ, મુક્તિબંધન, જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં, કાફલો, ફેરો

  ખાસ નોંધ: ઉપર આપેલી યાદી સંપૂર્ણ હોવાની અમે બાંહેધરી આપતા નથી. યાદી વાચક દીઠ, પ્રકાશક દીઠ અને લેખક દીઠ અલગ અલગ હોઈ શકે છે.

  Explore Gujarat

  Book Authors

  Book Category