Gujarati Books

કહેવાય છે કે જ્યારે કોઈ ભાષાને શીખવી હોય, સારી રીતે સમજવી હોય તો તેના સાહિત્યનું પણ વાંચન હોવું જરૂરી છે. નવું નવું જાણવાનો,માનવીય સંબંધો ભાવનાઓને પોતાનામાં અનુભવીને આનંદ માણવાનો હેતુ સાહિત્ય વાંચનનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યની, સાહિત્યકારની સમજ આપતાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ વિભાગ દ્વારા અમે આપને ગુજરાતી ભાષાના ખૂબ જ સુંદર, એકવાર જરૂરથી વાંચવાં અને વંચાવવા યોગ્ય કેટલાંક પુસ્તકોની યાદી તેના લેખક અને પ્રકાશકની માહિતી સાથે આપી રહ્યા છીએ. આ ઉપરાંત હાલના પ્રચલિત લેખકોની માહિતી તથા પ્રચલિત પુસ્તકોની માહિતી પણ અલગથી આપવામાં આવી છે. પુસ્તકોની યાદી અને લેખકની યાદી વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે. અહીં એકંદરે સૌથી વધારે વંચાતાં પુસ્તકો અને લેખકોની યાદી એકત્રિત કરીને આપવામાં આવી છે.

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે. ગુજરાતી ભાષામાં ઘણા બધા સાહિત્યકારો, લેખકો, કવિઓ, નાટ્યકાર થઈ ગયા.

ગુજરાતી ભાષામાં આત્મકથા, પ્રવાસવર્ણન, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, જીવનચરિત્ર, ટૂંકી વાર્તાઓ, ઇતિહાસ કથાઓ, લોકવાર્તાઓ, કાવ્યો વગેરે જેવી વિવિધ કૃતિઓનું નિર્માણ થયું છે.

ગુજરાતી ભાષાનાં અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે :

ક્રમ પુસ્તક લેખક પ્રકાશક વિભાગ
21કૃષ્ણાવતાર - ભાગ 1 થી 3કનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
22ગઝલ સંચયચંદ્રકાન્ત શેઠગુર્જર પ્રકાશનગઝલ
23ગુજરાતનો અમર વારસો શ્રેણીઅજાણઆર. આર. શેઠઅન્ય
24ગુજરાતનો નાથકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
25ગ્રામચેતનાની નવલિકાઓઅજાણગુર્જર પ્રકાશનસંચય શ્રેણી
26ગ્રામજીવનનાં ભૂસાતાં જતાં ચિહ્નોમણિલાલ પટેલ- અન્ય
27ગ્રામ્યલક્ષ્મી - ભાગ 1 થી 4રમણલાલ દેસાઈઆર. આર. શેઠનવલકથા
28ઘડતર અને ચણતરનાનાભાઈ ભટ્ટસર્વોદય સહકારી પ્રકાશન સંઘજીવનચરિત્ર
29ચોપડી - ડસ્ટરપી. સી. વૈદ્ય- અન્ય
30છબી ભીતરનીઅશ્વિન મહેતારંગદ્વાર પ્રકાશનનિબંધ
31છાવણીધીરેન્દ્ર મહેતાગુર્જર પ્રકાશનનવલકથા
32જડચેતનહરકિસન મહેતાપ્રવીણ પ્રકાશનનવલકથા
33જનાન્તિકેસુરેશ જોશીપાશ્વ પબ્લિકેશનનવલકથા
34જન્મટીપઈશ્વર પેટલીકરનવભારત પ્રકાશનનવલકથા
35જય સોમનાથકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
36જીવનનું પરોઢ (સંક્ષેપ)પ્રભુદાસ ગાંધીલોકમિલાપજીવનચરિત્ર
37જીવનનો આનંદકનૈયાલાલ મુનશીનવજીવન પ્રકાશનનિબંધ
38જ્યોતીન્દ્ર તરંગજ્યોતીન્દ્ર દવેગુર્જર પ્રકાશનહાસ્ય લખાણો
39ઝેર તો પીધાં છે જાણી જાણીમનુભાઈ પંચોળીઆર. આર. શેઠનવલકથા
40દક્ષિણાયનસુંદરમ્આર. આર. શેઠપ્રવાસકથા
 
 • <
 •  
 • 1
 • 2
 •  
 • 3
 •  
 • 4
 •  
 • >
 •   
 • »
 • વધુ પ્રચલિત લેખકો :

  હરકિસન મહેતા, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, વર્ષા અડાલજા, વિનેશ અંતાણી, પન્નાલાલ પટેલ, જય વસાવડા, ક. મ. મુનશી, ઝવેરચંદ મેઘાણી, કનુ ભગદેવ, એચ. એન. ગોલીબાર, ભગવતીકુમાર શર્મા, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુબહેન પટેલ, માધવ રામાનુજ, ગુણવંત શાહ, દિગીશ મહેતા, ચંદ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા

  વધુ પ્રચલિત પુસ્તકો :

  યોગ-વિયોગ, છલ, અંગાર, આખેડ, અમૃતા, ઊર્ધ્વમૂલ, મળેલા જીવ, આંગળિયાત, પાછા ફરતાં, મારે પણ એક ઘર હોય, પ્રિયજન, સરસ્વતીચંદ્ર, અંત-આરંભ, પીળા રૂમાલની ગાંઠ, જડ ચેતન, લય-પ્રલય, વંશ વારસ, શેષ-વિશેષ, મુક્તિબંધન, જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં, કાફલો, ફેરો

  ખાસ નોંધ: ઉપર આપેલી યાદી સંપૂર્ણ હોવાની અમે બાંહેધરી આપતા નથી. યાદી વાચક દીઠ, પ્રકાશક દીઠ અને લેખક દીઠ અલગ અલગ હોઈ શકે છે.

  Explore Gujarat

  Book Authors

  Book Category