Gujarati Books

કહેવાય છે કે જ્યારે કોઈ ભાષાને શીખવી હોય, સારી રીતે સમજવી હોય તો તેના સાહિત્યનું પણ વાંચન હોવું જરૂરી છે. નવું નવું જાણવાનો,માનવીય સંબંધો ભાવનાઓને પોતાનામાં અનુભવીને આનંદ માણવાનો હેતુ સાહિત્ય વાંચનનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યની, સાહિત્યકારની સમજ આપતાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ વિભાગ દ્વારા અમે આપને ગુજરાતી ભાષાના ખૂબ જ સુંદર, એકવાર જરૂરથી વાંચવાં અને વંચાવવા યોગ્ય કેટલાંક પુસ્તકોની યાદી તેના લેખક અને પ્રકાશકની માહિતી સાથે આપી રહ્યા છીએ. આ ઉપરાંત હાલના પ્રચલિત લેખકોની માહિતી તથા પ્રચલિત પુસ્તકોની માહિતી પણ અલગથી આપવામાં આવી છે. પુસ્તકોની યાદી અને લેખકની યાદી વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે. અહીં એકંદરે સૌથી વધારે વંચાતાં પુસ્તકો અને લેખકોની યાદી એકત્રિત કરીને આપવામાં આવી છે.

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે. ગુજરાતી ભાષામાં ઘણા બધા સાહિત્યકારો, લેખકો, કવિઓ, નાટ્યકાર થઈ ગયા.

ગુજરાતી ભાષામાં આત્મકથા, પ્રવાસવર્ણન, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, જીવનચરિત્ર, ટૂંકી વાર્તાઓ, ઇતિહાસ કથાઓ, લોકવાર્તાઓ, કાવ્યો વગેરે જેવી વિવિધ કૃતિઓનું નિર્માણ થયું છે.

ગુજરાતી ભાષાનાં અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે :

ક્રમ પુસ્તક લેખક પ્રકાશક વિભાગ
41દરિયાલાલગુણવંતરાય આચાર્યગુર્જર પ્રકાશનનવલકથા
42દિવ્યચક્ષુરમણલાલ દેસાઈઆર. આર. શેઠનવલકથા
43દીપનિર્વાણમનુભાઈ પંચોળીઆર. આર. શેઠનવલકથા
44દુખિયારાં ભાગ 1- 2મૂળશંકર ભટ્ટગુર્જર પ્રકાશનનવલકથા
45દ્વિરેફની ઉત્તમ વાર્તાઓરમણલાલ સોનીલોકમિલાપટૂંકી વાર્તાઓ
46ધરતીની આરતીસ્વામી આનંદનવભારત પ્રકાશનસાહિત્ય ચયન
47ધરતીનું ઋણસ્વામી આનંદનવભારત પ્રકાશનસંસ્મરણો
48ધૂમકેતુનાં વાર્તારત્નોધૂમકેતુગુર્જર પ્રકાશનવાર્તાસંગ્રહ
49ન હન્યતેનગીનદાસ પારેખકુમકુમ પ્રકાશનઅન્ય
50નખશિખહરીશ મીનાશ્રુ-ગઝલ
51નામરૂપઅનિરુદ્ધ બ્રહ્મભટ્ટઆર. આર. શેઠઅન્ય
52ન્હાનાલાલ મધુકોશઅનંતરાય રાવળવૉરા ઍન્ડ કંપનીકવિતા
53પાટણની પ્રભુતાકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
54પાદરનાં તીરથજયંતિ દલાલઆદર્શ પ્રકાશનનવલકથા
55પાનગોષ્ઠિધૂમકેતુગુર્જર પ્રકાશનહાસ્ય લેખ
56પુરાણોમાં ગુજરાતઉમાશંકર જોશીગુજરાત વિદ્યા સભાઇતિહાસ
57પૃથિવી વલ્લભકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
58ફાધર વાલેસની આત્મકથાઅજાણગુર્જર પ્રકાશનઆત્મકથા
59બાળસાહિત્ય - જીવરામ જોશીઅજાણગુર્જર પ્રકાશનઅન્ય
60બાળસાહિત્ય - બકોર પટેલઅજાણગુર્જર પ્રકાશનઅન્ય
 • «
 •   
 • <
 •  
 • 1
 •  
 • 2
 • 3
 •  
 • 4
 •  
 • 5
 •  
 • >
 •  

  વધુ પ્રચલિત લેખકો :

  હરકિસન મહેતા, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, વર્ષા અડાલજા, વિનેશ અંતાણી, પન્નાલાલ પટેલ, જય વસાવડા, ક. મ. મુનશી, ઝવેરચંદ મેઘાણી, કનુ ભગદેવ, એચ. એન. ગોલીબાર, ભગવતીકુમાર શર્મા, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુબહેન પટેલ, માધવ રામાનુજ, ગુણવંત શાહ, દિગીશ મહેતા, ચંદ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા

  વધુ પ્રચલિત પુસ્તકો :

  યોગ-વિયોગ, છલ, અંગાર, આખેડ, અમૃતા, ઊર્ધ્વમૂલ, મળેલા જીવ, આંગળિયાત, પાછા ફરતાં, મારે પણ એક ઘર હોય, પ્રિયજન, સરસ્વતીચંદ્ર, અંત-આરંભ, પીળા રૂમાલની ગાંઠ, જડ ચેતન, લય-પ્રલય, વંશ વારસ, શેષ-વિશેષ, મુક્તિબંધન, જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં, કાફલો, ફેરો

  ખાસ નોંધ: ઉપર આપેલી યાદી સંપૂર્ણ હોવાની અમે બાંહેધરી આપતા નથી. યાદી વાચક દીઠ, પ્રકાશક દીઠ અને લેખક દીઠ અલગ અલગ હોઈ શકે છે.

  Explore Gujarat

  Book Authors

  Book Category