Gujarati Books

કહેવાય છે કે જ્યારે કોઈ ભાષાને શીખવી હોય, સારી રીતે સમજવી હોય તો તેના સાહિત્યનું પણ વાંચન હોવું જરૂરી છે. નવું નવું જાણવાનો,માનવીય સંબંધો ભાવનાઓને પોતાનામાં અનુભવીને આનંદ માણવાનો હેતુ સાહિત્ય વાંચનનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યની, સાહિત્યકારની સમજ આપતાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ વિભાગ દ્વારા અમે આપને ગુજરાતી ભાષાના ખૂબ જ સુંદર, એકવાર જરૂરથી વાંચવાં અને વંચાવવા યોગ્ય કેટલાંક પુસ્તકોની યાદી તેના લેખક અને પ્રકાશકની માહિતી સાથે આપી રહ્યા છીએ. આ ઉપરાંત હાલના પ્રચલિત લેખકોની માહિતી તથા પ્રચલિત પુસ્તકોની માહિતી પણ અલગથી આપવામાં આવી છે. પુસ્તકોની યાદી અને લેખકની યાદી વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે. અહીં એકંદરે સૌથી વધારે વંચાતાં પુસ્તકો અને લેખકોની યાદી એકત્રિત કરીને આપવામાં આવી છે.

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે. ગુજરાતી ભાષામાં ઘણા બધા સાહિત્યકારો, લેખકો, કવિઓ, નાટ્યકાર થઈ ગયા.

ગુજરાતી ભાષામાં આત્મકથા, પ્રવાસવર્ણન, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, જીવનચરિત્ર, ટૂંકી વાર્તાઓ, ઇતિહાસ કથાઓ, લોકવાર્તાઓ, કાવ્યો વગેરે જેવી વિવિધ કૃતિઓનું નિર્માણ થયું છે.

ગુજરાતી ભાષાનાં અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે :

ક્રમ પુસ્તક લેખક પ્રકાશક વિભાગ
61બિલ્લો ટિલ્લો ટચગુણવંત શાહઆર. આર. શેઠઆત્મકથા
62ભદ્રંભદ્રરમણભાઈ નીલકંઠગુર્જર પ્રકાશનહાસ્યકથા
63સહરાની ભવ્યતારઘુવીર ચૌધરીઆર. આર. શેઠઅન્ય
64ભારેલો અગ્નિરમણલાલ દેસાઈ આર. આર. શેઠનવલકથા
65મધુવનહરીન્દ્ર દવેસુમન પ્રકાશનગઝલ
66મળેલા જીવપન્નાલાલ પટેલસાધના પ્રકાશનનવલકથા
67માણસાઈના દીવાઝવેરચંદ મેઘાણીગુર્જર પ્રકાશનજીવનચરિત્ર
68માનવીની ભવાઈપન્નાલાલ પટેલલોકમિલાપનવલકથા
69મારી વાંચન કથામનુભાઈ પંચોળીબાળ ગોવિંદ પ્રકાશનઅન્ય
70મારી હકીકતનર્મદાશંકરઆદર્શ પ્રકાશનજીવનચરિત્ર
71મારું હિન્દ દર્શનમણિભાઈ દેસાઈનવજીવન પ્રકાશનપ્રવાસકથા
72રાજાધિરાજકનૈયાલાલ મુનશીગુર્જર પ્રકાશનનવલકથા
73રાનેરીમણિલાલ દેસાઈકવિલોક ટ્રસ્ટકાવ્યસંગ્રહ
74લીલાસાગરલાભશંકર ઠાકરરન્નાદે પ્રકાશનનાટક સંગ્રહ
75વનાંચલજયંત પાઠકવૉરા ઍન્ડ કંપનીજીવનચરિત્ર
76વાંસનો અંકુરધીરુબહેન પટેલગુર્જર પ્રકાશનલઘુનવલ
77વિજયગુપ્ત મૌર્યઅજાણ-અન્ય
78વિદિશાભોળાભાઈ પટેલઆર. આર. શેઠનિબંધ
79વીર નર્મદવિશ્વનાથ ભટ્ટગુજરાતી સાહિત્ય સભાઅન્ય
80શિવકુમારની લઘુનવલવિનોદ અધવર્યુંઆદર્શ પ્રકાશનએકાંકી નાટકો
 • «
 •   
 • <
 •  
 • 2
 •  
 • 3
 • 4
 •  
 • 5
 •  
 • >
 •  

  વધુ પ્રચલિત લેખકો :

  હરકિસન મહેતા, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, વર્ષા અડાલજા, વિનેશ અંતાણી, પન્નાલાલ પટેલ, જય વસાવડા, ક. મ. મુનશી, ઝવેરચંદ મેઘાણી, કનુ ભગદેવ, એચ. એન. ગોલીબાર, ભગવતીકુમાર શર્મા, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુબહેન પટેલ, માધવ રામાનુજ, ગુણવંત શાહ, દિગીશ મહેતા, ચંદ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા

  વધુ પ્રચલિત પુસ્તકો :

  યોગ-વિયોગ, છલ, અંગાર, આખેડ, અમૃતા, ઊર્ધ્વમૂલ, મળેલા જીવ, આંગળિયાત, પાછા ફરતાં, મારે પણ એક ઘર હોય, પ્રિયજન, સરસ્વતીચંદ્ર, અંત-આરંભ, પીળા રૂમાલની ગાંઠ, જડ ચેતન, લય-પ્રલય, વંશ વારસ, શેષ-વિશેષ, મુક્તિબંધન, જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં, કાફલો, ફેરો

  ખાસ નોંધ: ઉપર આપેલી યાદી સંપૂર્ણ હોવાની અમે બાંહેધરી આપતા નથી. યાદી વાચક દીઠ, પ્રકાશક દીઠ અને લેખક દીઠ અલગ અલગ હોઈ શકે છે.

  Explore Gujarat

  Book Authors

  Book Category