Gujarati Books

કહેવાય છે કે જ્યારે કોઈ ભાષાને શીખવી હોય, સારી રીતે સમજવી હોય તો તેના સાહિત્યનું પણ વાંચન હોવું જરૂરી છે. નવું નવું જાણવાનો,માનવીય સંબંધો ભાવનાઓને પોતાનામાં અનુભવીને આનંદ માણવાનો હેતુ સાહિત્ય વાંચનનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યની, સાહિત્યકારની સમજ આપતાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ વિભાગ દ્વારા અમે આપને ગુજરાતી ભાષાના ખૂબ જ સુંદર, એકવાર જરૂરથી વાંચવાં અને વંચાવવા યોગ્ય કેટલાંક પુસ્તકોની યાદી તેના લેખક અને પ્રકાશકની માહિતી સાથે આપી રહ્યા છીએ. આ ઉપરાંત હાલના પ્રચલિત લેખકોની માહિતી તથા પ્રચલિત પુસ્તકોની માહિતી પણ અલગથી આપવામાં આવી છે. પુસ્તકોની યાદી અને લેખકની યાદી વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે. અહીં એકંદરે સૌથી વધારે વંચાતાં પુસ્તકો અને લેખકોની યાદી એકત્રિત કરીને આપવામાં આવી છે.

ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે. ગુજરાતી ભાષામાં ઘણા બધા સાહિત્યકારો, લેખકો, કવિઓ, નાટ્યકાર થઈ ગયા.

ગુજરાતી ભાષામાં આત્મકથા, પ્રવાસવર્ણન, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, જીવનચરિત્ર, ટૂંકી વાર્તાઓ, ઇતિહાસ કથાઓ, લોકવાર્તાઓ, કાવ્યો વગેરે જેવી વિવિધ કૃતિઓનું નિર્માણ થયું છે.

ગુજરાતી ભાષાનાં અચૂકથી વાંચવા યોગ્ય પુસ્તકો નીચે મુજબ છે :

ક્રમ પુસ્તક લેખક પ્રકાશક વિભાગ
81શ્રેષ્ઠ ઉમાશંકરનિરંજન ભગતગુર્જર પ્રકાશનચયન
82સત્યકથા - ભાગ 1મુકુંદરાય પરાશ્રયપ્રવીણ પ્રકાશન, લોકમિલાપજીવનચરિત્ર
83સત્યના પ્રયોગો અથવા આત્મકથામોહનદાસ ગાંધીનવજીવન પ્રકાશનજીવનચરિત્ર
84સદ્માતાનો ખાંચોઉશનસ્રન્નાદે પ્રકાશનઅન્ય
85સમુદ્રાંતિકધ્રુવ ભટ્ટગુર્જર પ્રકાશનનવલકથા
86સરસ્વતીચંદ્ર - સંક્ષેપઉપેન્દ્ર પંડ્યાગુર્જર પ્રકાશનનવલકથા
87સાફલ્ય ટાણુંઝીણાભાઈ દેસાઈઆર. આર. શેઠઅન્ય
88સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓચંદ્રકાન્ત શેઠઆદર્શ પ્રકાશનટૂંકી વાર્તાઓ
89સોક્રેટિસમનુભાઈ પંચોળીઆર. આર. શેઠનવલકથા
90સોરઠી બહારવટિયા - ભાગ 1 થી 3ઝવેરચંદ મેઘાણીગુર્જર પ્રકાશનવાર્તાસંગ્રહ
91સોરઠી સંતોઝવેરચંદ મેઘાણીગુર્જર પ્રકાશનબાયોગ્રાફી
92સૌંદર્યની નદી નર્મદાઅમૃતલાલ વેગડઆર. આર. શેઠપ્રવાસકથા
93સૌરાષ્ટ્રની રસધાર - સંકલિત આવૃત્તિઝવેરચંદ મેઘાણીગુર્જર પ્રકાશનવાર્તાસંગ્રહ
94સ્મૃતિ કથાહરિવલ્લભ ભાયાણી-અન્ય
95હરિલાલ ગાંધી વિશેનું પુસ્તકદિનકર જોષી- અન્ય
96હિંદ સ્વરાજમોહનદાસ ગાંધીનવજીવન પ્રકાશનનિબંધ
97હિમાલયનો પ્રવાસકાકા કાલેલકરનવજીવન પ્રકાશનપ્રવાસકથા
98 અમર ગઝલોરાજેશ વ્યાસ આર. આર. શેઠગઝલ
99 અંગત મણિલાલ દેસાઈ આર. આર. શેઠકાવ્યસંગ્રહ
100 33 કાવ્યોનિરંજન ભગત રવાણી પ્રકાશનકાવ્યસંગ્રહ
 • «
 •   
 • <
 •  
 • 3
 •  
 • 4
 • 5
 • વધુ પ્રચલિત લેખકો :

  હરકિસન મહેતા, કાજલ ઓઝા વૈદ્ય, અશ્વિની ભટ્ટ, વર્ષા અડાલજા, વિનેશ અંતાણી, પન્નાલાલ પટેલ, જય વસાવડા, ક. મ. મુનશી, ઝવેરચંદ મેઘાણી, કનુ ભગદેવ, એચ. એન. ગોલીબાર, ભગવતીકુમાર શર્મા, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુબહેન પટેલ, માધવ રામાનુજ, ગુણવંત શાહ, દિગીશ મહેતા, ચંદ્રકાંત બક્ષી, રાધેશ્યામ શર્મા

  વધુ પ્રચલિત પુસ્તકો :

  યોગ-વિયોગ, છલ, અંગાર, આખેડ, અમૃતા, ઊર્ધ્વમૂલ, મળેલા જીવ, આંગળિયાત, પાછા ફરતાં, મારે પણ એક ઘર હોય, પ્રિયજન, સરસ્વતીચંદ્ર, અંત-આરંભ, પીળા રૂમાલની ગાંઠ, જડ ચેતન, લય-પ્રલય, વંશ વારસ, શેષ-વિશેષ, મુક્તિબંધન, જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં, કાફલો, ફેરો

  ખાસ નોંધ: ઉપર આપેલી યાદી સંપૂર્ણ હોવાની અમે બાંહેધરી આપતા નથી. યાદી વાચક દીઠ, પ્રકાશક દીઠ અને લેખક દીઠ અલગ અલગ હોઈ શકે છે.

  Explore Gujarat

  Book Authors

  Book Category