ચાલો ચાલો ને રમીએ હોડી હોડી

Lyrics :

ચાલો ચાલોને રમીએ હોડી હોડી,
વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાના જાય દોડી દોડી.

બાપુના છાપાં, નક્કામા થોથા,
કાપી કૂપીને કરીએ હોડી ચાલોને

સાદી સઢવાળી, નાની ને મોટી,
મૂકીએ પવનમાં છોડી છોડી ચાલોને

ખાલી રાખેલી, ઊંધી વળે તો,
પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં,
સૌથી પહેલા દોસ્ત મારી હોડી ચાલોને

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto