ચાંદલો ગમે

Lyrics :

મને આભલે ચમકતો ચાંદલો ગમે,
એની આસપાસ નાના મોટા તારા રમે.

મને શિયાળે સૂરજનો તડકો ગમે,
એની આસપાસ મારો પડછાયો રમે.

મને ઉનાળે સંધ્યાની સોબત ગમે,
એની આસપાસ લાલપીળા રંગો રમે.

મને ચોમાસે વિજના ચમકારા ગમે,
એની આસપાસ ઘનઘોર વાદળ રમે.

મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે,
એની આસપાસ પાંદડાં ને ફૂલો રમે.

મને માનવ મહેરામણના મેળા ગમે,
એની આસપાસ નાનમોટાં છોરાં રમે.

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto