ચકીબેન ચકીબેન

Listen :

Lyrics :

ચકીબેન ચકીબેન 

મારી સાથે રમવા આવશો કે નહિ, આવશો કે નહિ. 

 

બેસવાને ખાટલો, સૂવાને પાટલો,

ઓઢવાને પીંછાં આપીશ તને, આપીશ તને

 

પહેરવાને સાડી, મોરપીંછાંવાળી

ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને

 

ચક ચક અવાજે ચીં ચીં કરજે,

ચણવાને દાણા આપીશ તને, આપીશ તને

 

બા નહિ લડશે, બાપુ નહિ લડશે

નાનો બાબો તને ઝાલશે નહિ, ઝાલશે નહિ

Explore Gujarat

Gujarati Bal Geeto

Gujarati Lagna Geeto